23 જૂન, 2022નો દિવસ હતો
પોપ્યુલર મેક્સિકન સિંગર સાંજે દક્ષિણ મેક્સિકોના જાપાનીઝ સેન્ટોર ડેલ રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. તેની સાથે એક વૃદ્ધ પુરુષ પણ હતો. ઉંમરના મોટા તફાવતને કારણે, આ જોડી ખૂબ જ વિચિત્ર લાગતી હતી. બંને ભીડની નજર ટાળીને રેસ્ટોરન્ટના ખાનગી રૂમમાં જઈને બેઠા. થોડી વારમાં જ રેસ્ટોરન્ટમાં તેમની વચ્ચે થયેલી બોલાચાલીનો અવાજ ગૂંજવા લાગ્યો. થોડી વાર થઈ હતી ત્યાં જ અચાનક ત્રણ ગોળીબારનો અવાજ સંભળાયો. અંધાધૂંધી મચી ગઈ. લોકો અને રેસ્ટોરન્ટની સુરક્ષા ટીમ પહોંચતાની સાથે જ તેઓએ યર્માને લોહીથી લથપથ અને પીડાથી કણસતી જોઈ. તે વૃદ્ધ માણસ હજુ પણ તેની પાસે ઊભો હતો. ત્યાં સુધીમાં તેનો બોડીગાર્ડ પણ પહોંચી ગયો હતો. ભીડ વધતી જોઈને, બોડીગાર્ડ તે માણસ સાથે લક્ઝરી કાર તરફ દોડવા લાગ્યો, પરંતુ ગાર્ડસે તેને રોક્યો. યર્માને ચહેરા પર એક અને છાતીમાં બે ગોળી વાગી હતી. તબીબી ટીમ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું. તે 79 વર્ષીય વ્યક્તિ, હર્નાન્ડીઝ અલ્કોસેર, બીજું કોઈ નહીં પણ 21 વર્ષીય સિંગર યરમા લિડિયાના પતિ હતો. આજે વણકહી વાર્તામાં, મેક્સિન સિંગરના વિચિત્ર લગ્ન, છૂટાછેડાની માગ અને હત્યાની વાર્તા વાંચો – યરમા લિડિયાનો જન્મ 17 સપ્ટેમ્બર, 2000 ના રોજ મેક્સિકોમાં થયો હતો. યરમા બાળપણથી જ ગાયનની શોખીન હતી. તેણે 6 વર્ષની ઉંમરે રંચેરા મ્યઝિક ફોર્મમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેનો અવાજ પણ ખૂબ જ મધુર હતો. આ જ કારણ છે કે નજીવી તાલીમ લીધા પછી, તરત સિંગિંગ શોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. શોથી મળેલી લોકપ્રિયતાને કારણે યરમાને મેક્સિકોમાં ઓળખ મળવા લાગી અને તેણે કોન્સર્ટમાં પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું. તે નેશનલ ડાન્સ કંપની અને રોયલ એકેડેમી સાથે પણ સંકળાયેલી હતી. તેણે ખૂબ જ ઓછા સમયમાં સ્ટારડમ હાંસલ કરી લીધું. તેના મોટાભાગના શો વેચાઈ જતા હતા. આ પછી, તેના મ્યુઝિક વીડિયો પણ લોન્ચ થયા, જે ખૂબ જ લોકપ્રિય થયા. સિંગિંગથી ખ્યાતિ મેળવ્યા પછી, તેને મોડેલ તરીકે અને એક્ટિંગમાં પણ કામ મળવા લાગ્યું. તે લગભગ 10 સોપ ઓપેરામાં દેખાઈ હતી. તેને મોટા ટીવી શોમાં ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવતી હતી. તેની ગણતરી મેક્સિકોના સૌથી લોકપ્રિય ગાયકોમાં થતી હતી. વર્ષ 2021 માં, યરમા લિડિયા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે પ્રખ્યાત વકીલ અને શ્રીમંત ઉદ્યોગપતિ હર્નાન્ડેઝ અલ્કોસર સાથે લગ્ન કર્યા. તે સમયે, યરમા માત્ર 21 વર્ષની હતી અને તેના પતિ હર્નાન્ડેઝ 79 વર્ષના હતા. બંને વચ્ચે 58 વર્ષનો ઉંમરનો તફાવત હતો. ચર્ચાનું બીજું કારણ એ હતું કે હર્નાન્ડેઝના પહેલા બે વાર લગ્ન થયા હતા. પરંતુ તેની બંને પત્નીઓનું અવસાન થયું હતું, જેનું કારણ જાહેર થઈ શક્યું નથી. યરમા અને હર્નાન્ડીઝની પહેલી મુલાકાત ગ્રુપો રેડિયો 13 ના સ્થાપક કાર્લોસ ક્વિનોન્સ દ્વારા થઈ હતી. યરમા લાંબા સમયથી કાર્લોસ સાથે કામ કરી રહી હતી, અને તે તેને પુત્રી માનતો હતો. હર્નાન્ડીઝને પહેલી જ મુલાકાતમાં યરમા ગમી ગઈ અને તેણે તરત જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. યરમા એક વૈભવી જીવન અને તેની કારકિર્દી માટે શક્તિશાળી સંબંધો ઇચ્છતી હતી, તેથી તે આ વિચિત્ર લગ્ન માટે સંમત થઈ ગઈ. આ લગ્ન યરમાની માતા અને દાદીની હાજરીમાં થયા. મેક્સિકન ન્યૂઝ આઉટલેટ મિલેનીયો સાથેની એક મુલાકાતમાં, હર્નાન્ડીઝે કહ્યું- યરમાના જીવનમાં કોઈ પ્રેમ નહોતો. તે કુંવારી હતી, કોઈ પુરુષે તેને ક્યારેય ચુંબન કર્યું ન હતું. મેં તેને ચુંબન કર્યા વિના પણ તેની સાથે લગ્ન કર્યા. મારા માટે તે એક મહાન છોકરી હતી. હર્નાન્ડીઝ મેક્સિકોના શ્રીમંત અને શક્તિશાળી લોકો સાથે જોડાયેલો હતો. તેણે ઘણા હાઇ પ્રોફાઇલ કેસ લડ્યા હતા. તેણે બિશપ ઓનેસિમા સેપેડાનો છેતરપિંડીનો કેસ પણ લડ્યો હતો, જેમાં તે કોર્ટમાં જીત્યો હતો. તે ઘણા પત્રકારો સાથેના તેમના સંપર્કો વિશે બડાઈ મારતો હતો. તે કહેતો હતો કે તેમના પોપ જોન પોલ 2 સાથે ગાઢ સંબંધો હતા. હર્નાન્ડીઝ સાથે લગ્ન કર્યા પછી, યરમાનું જીવન અત્યંત વૈભવી બની ગયું હતું. તે લગભગ દરરોજ તેના ઘરે મોટા સંગીતકારો, ઉદ્યોગપતિઓ અને મેક્સિકન મનોરંજન ઉદ્યોગ માટે શાહી પાર્ટીઓનું આયોજન કરતી હતી. તેના ઘરે આવતા તેના મિત્રો કહેતા હતા કે તે રાણીની જેમ રહેતી હતી. તેના ઘરમાં તમામ પ્રકારની વૈભવી વસ્તુઓ હતી. તેના માટે સોના, ચાંદી અને હીરાના દાગીના સામાન્ય હતા. ગાર્ડસ સિંગરની જાસૂસી કરતા હતા પરંતુ આ દેખાડાથી દૂર, તેનું લગ્નજીવન ખૂબ જ પીડાદાયક રીતે ચાલી રહ્યું હતું. થોડા મહિનામાં જ, હર્નાન્ડીઝે તેના પર હાથ ઉપાડવાનું શરૂ કર્યું. તે ખૂબ જ કંટ્રોલિંગ હતો. તેણે તેની પત્ની માટે 3 ગાર્ડસ રાખ્યા હતા, જે હર્નાન્ડીઝને યરમાના દરેક પગલાંની જાણ કરતા હતા. થોડા સમય પછી, તેના માલિકી અને કંટ્રોલિંગ વર્તનને કારણે, બંને વચ્ચે ઝઘડા એટલા વધવા લાગ્યા કે યરમા લગ્નથી કંટાળી જવા લાગી. તે ઘણી વખત હર્નાન્ડીઝનું ઘર છોડીને તેની માતા પાસે જતી રહેતી હતી, પરંતુ હર્નાન્ડીઝ તેના ગાર્ડસને તેની પાછળ મોકલતો હતો, જેમણે એક સમયે તેની જાસૂસી કરવાનું શરૂ કર્યું હતું. હર્નાન્ડીઝે તેની શક્તિથી યરમા અને તેની માતા વચ્ચેના સંબંધોનો લગભગ અંત લાવી દીધો હતો. આ જ કારણ હતું કે તે છૂપી રીતે તેની માતાને મળવા જતી હતી. ડિસેમ્બર 2021 ની વાત છે, જ્યારે અચાનક એક દિવસ યરમા લિડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી. તેણે ફરિયાદમાં કહ્યું કે તેનો પતિ હર્નાન્ડીઝ તેને માર મારે છે. તેણે પુરાવા તરીકે તેના કેટલાક ફોટોગ્રાફ્સ બતાવ્યા, જેમાં તેના ચહેરા પર ઈજાના નિશાન અને શરીર પર ઘણી જગ્યાએ ઉઝરડા હતા. ફરિયાદ છતાં, યરમાએ તેના પતિને બીજી તક આપવાનું નક્કી કર્યું. તે તેના લગ્ન જીવનને સુધારવા માગતી હતી. જોકે, મેક્સિકન પત્રકારોના મતે, હર્નાન્ડીઝ હઠીલો અને ગુસ્સાવાળો હતો, જેને પોતાની ઇચ્છાઓ સિવાય કોઈની પરવા નહોતી. ક્યારેક તે મોટા લોકો સાથે ઝઘડો કરતો અને ક્યારેક રેસ્ટોરન્ટની વેઇટ્રેસ પાસેથી ચુંબન માંગવા બદલ તે સમાચારનો ભાગ બનતો. થોડા મહિનાઓ વીત્યા હતા ત્યાં ફરી વાર હર્નાન્ડીઝે યરમા પર હાથ ઉપાડવાનું શરૂ કર્યું. એક દિવસ હર્નાન્ડીઝે યરમા પર બંદૂક તાકી અને તેને મારી નાખવાની ધમકી આપી ત્યારે પરિસ્થિતિ કાબૂ બહાર બની ગઈ. હર્નાન્ડીઝ હંમેશા પોતાની સાથે સોનાનો ઢોળ ચડાવેલી બંદૂક રાખતો હતો, જે તેના પટ્ટા પર લટકતી હતી. મેક્સિકન અખબાર એક્સેલસિયર અનુસાર, આ ઘટના પછી યરમા ગભરાઈ ગઈ હતી. તેણે એપ્રિલ 2022 માં છૂટાછેડા માટે ગુપ્ત રીતે મેક્સિકોની એક પ્રખ્યાત કાયદાકીય પેઢીનો સંપર્ક કર્યો. તે શક્ય તેટલી વહેલી તકે છૂટાછેડા લેવા માગતી હતી. આ સમાચાર તેના પતિ સુધી પહોંચતાં જ તેણે તેને ધમકી આપવાનું શરૂ કરી દીધું કે જો આ બાબતનો ફરીથી ઉલ્લેખ કરવામાં આવશે તો તે તેને મારી નાખશે. આ ધમકીઓ છતાં, યરમા છૂટાછેડાના તેના નિર્ણય પર અડગ રહી. 23 જૂન, 2022 ના રોજ, જ્યારે યરમા હર્નાન્ડેઝ સાથે એક જાપાની રેસ્ટોરન્ટમાં પહોંચી, ત્યારે તેઓ સામાન્ય વાતચીત કરી રહ્યા હતા. પછી હર્નાન્ડીઝે છૂટાછેડાનો મુદ્દો ઉઠાવીને દલીલ કરવાનું શરૂ કર્યું. દલીલ એટલી વધી ગઈ કે તેણે બંદૂક કાઢી અને યરમા પર ત્રણ રાઉન્ડ છોડ્યા. ધરપકડ પછી, હર્નાન્ડીઝે પોલીસને લાંચ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની યુક્તિ કામ ન આવી. તેને તેના બોડીગાર્ડ સાથે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે ગોળી ચલાવી ન હતી, પરંતુ પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને, તેને જામીન આપવામાં આવ્યા ન હતા. હર્નાન્ડીઝ, જેણે ઘણા હાઇ-પ્રોફાઇલ કેસ જીત્યા છે, તેણે કસ્ટડીમાંથી બચવા માટે પોતાની ઉંમરનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ કેસ એટલો હાઇ-પ્રોફાઇલ હતો કે તેમને કોઈ છૂટ આપવામાં આવી ન હતી. તેની બધી જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022 માં, હર્નાન્ડીઝે જેલમાંથી મેક્સિકન ન્યૂઝ આઉટલેટ મિલેનીયો સાથેની મુલાકાતમાં યરમા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું- ‘મને ખબર છે કે મૃત લોકો વિશે વાત કરવી ખોટું છે. તેને સારી બાબતો માટે યાદ રાખવા જોઈએ, પરંતુ મને ખબર નથી કે મેં કોની સાથે લગ્ન કર્યા. મને ખબર નથી કે તેનું સાચું નામ શું હતું અને તે કોણ હતી.’ હુમલાના આરોપ પર, હર્નાન્ડીઝે કહ્યું- તે મર્દ ન કહેવાય જે કોઈ સ્ત્રી પર હાથ ઉપાડે, તે મને મારતી હતી. મારા હાથ અને પગમાં એટલી તાકાત નહોતી કે હું તેના પર હાથ ઉપાડી શકું. કરોડરજ્જુની સર્જરી પછી મારામાં કોઈ તાકાત રહી ન હતી. યરમા લિડિયાની હત્યાના 3 મહિના પછી, 5 ઓક્ટોબર, 2022 ના રોજ, હર્નાન્ડીઝે જેલમાં તેની બગડતી તબિયત અંગે ગાર્ડ્સને ફરિયાદ કરી. તેને તાત્કાલિક જેલના મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું કહેવાય છે. મૃત્યુ પહેલાં, યરમા લિડિયા ગ્રાન્ડિઓસા 12 કોન્સર્ટ સિરિઝનો ભાગ હતી. તે 30 જૂન, 2022 ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં અમેરિકન ગાયકો સાથે એક કોન્સર્ટમાં પરફોર્મ કરવાની હતી, પરંતુ તેના 2 દિવસ પહેલા જ તેની હત્યા કરવામાં આવી હતી.