હાલમાં રિલીઝ થયેલી હોલીવૂડ ફિલ્મ ‘F1’ સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. જેમાં ઓડિયન્સને લેટેસ્ટ ટેક્નોલોજી, વિઝ્યુઅલ્સ અને થ્રિલિંગ રેસ સીન માટે ક્રેઝ તો છે જ, પણ ખાસ ફિલ્મમાં જોવા મળતી ભારતીય હસ્તકલા માટે પણ ચર્ચામાં છે. ફિલ્મના મુખ્ય એક્ટર બ્રેડ પિટે આ ફિલ્મમાં પહેરેલો ઈન્ડિગો શર્ટ ભારતના ઇન્ડિજિનિયસ બ્રાન્ડ 11.11 દ્વારા તૈયાર કરાયું છે, જે ગુજરાતની 700 વર્ષ જૂની ટાંગલિયા કળા પરથી ડિઝાઈન કરાયો છે. ઈન્ડિગો કોટન શર્ટ 8 કારીગરોએ 9.2 કલાકમાં તૈયાર કર્યો હતો. ફિલ્મના કોસ્ચ્યૂમ ડિઝાઇનર જુલિયન ડે એ દ્વારા કેપ્ચર અને શેર કરાયેલ, આ લૂક ગ્લોબલ ફેશન સ્ટેટમેન્ટ બન્યું છે જે ભારતીય હેન્ડલૂમની સુંદરતાને વિશ્વ સુધી પહોંચાડે છે. વિશ્વ ફેશન ઝડપથી ‘ફાસ્ટ ફેશન’ તરફ વળી રહી છે, ત્યારે ભારતીય ‘સ્લો ફેશન’ અને હસ્તકલા વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન બનાવી રહી છે. જુલિયન ડે એક જાણીતા હોલીવૂડ કોસ્ચ્યૂમ ડિઝાઇનર છે જેમણે ફિલ્મ ‘F1’ માટે બ્રેડ પિટનો લૂક તૈયાર કર્યો છે. તેઓ આ અગાઉ પણ અનેક હિટ ફિલ્મોમાં પોતાના સ્ટાઇલિશ અને ક્રિએટિવ કોસ્ચ્યૂમ ડિઝાઇન માટે ચર્ચામાં રહ્યા છે. ટાંગલિયા પ્રિન્ટનું આ શર્ટ પસંદ કરવાની પાછળનો ઉદ્દેશ એ હતો કે તેઓ બ્રેડ પિટના પાત્ર માટે કુદરતી, હેન્ડમેઇડ અને સસ્ટેનેબલ આઉટફિટ શોધી રહ્યા હતા જે ‘મિનિંગફૂલ ફેશન’ના કોન્સેપ્ટને પ્રદર્શિત કરે. આ વિશે તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “હેન્ડક્રાફ્ટેડ ફેશન આજે વિશ્વભરમાં ખૂબ જરૂરી બની છે.” સુરેન્દ્રનગરમાં ટાંગલિયાના 100થી વધુ કારીગરો
ટાંગલિયા હસ્તકલા 700વર્ષ જૂની છે. ઝાલાવાડમાં 100થી વધુ કારીગરોની કલા જાણતી બની છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ દેદાદરા વગેરે આ કળાના કેન્દ્રસ્થાનો છે. આ અંગે પદમ લાલજીભાઈ એ જણાવ્યું કે પરંપરાગત ટાંગલિયા વણાટ કાંતેલાં ઊનથી જ કરવામાં આવતું. પણ હવે ઊન, કપાસ, રેશમ, એક્રેલિક, વિસ્કોસવગરેમાંથી બનાવવામાં આવે છે. ટાંગલિયા વણાટ એ હાથની કલા છે. એમાં મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. ટાંગલિયાની ડિઝાઈનમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ વગેરે જેવી ભૌમિતિક ભાતો જોવા મળે છે. આ હસ્તકલામાં દાણાનું અંતર ચોક્કસ ગણતરી કરીને મૂકવામાં આવે છે. ટાંગલિયા હસ્તકલા પિટ-લૂમ (ખાડાવાળી સાળ-ચોરસ ખાડો કરીને તેમાં કાપડ વણવાનું યંત્ર મૂકવામાં આવે છે તેને ગુજરાતીમાં ખાડાવાળી સાળ કહેવાય છે.) પર તૈયાર કરવામાં આવે છે. સુરેન્દ્રનગરના મોટાભાગના વણકરો ખાડાવાળી સાળનો ઉપયોગ કરીને ટાંગલિયાનું ઉત્પાદન કરે છે. સૌથી પ્રચલીત અને જૂની લાડવા ભાત છે તે ઉપરાંત તેમાં મોર આંબો ખજુર મોરના પીછા વગેરે પણ જોવા મળે છે કાપડની બન્ને તરફ એકસરખી પેટર્ન ટાંગલિયાની વિશેષતા
ડાંગસિયા સમુદાય દ્વારા તૈયાર થતી આ ટાંગલિયા કળામાં હાથવણાટથી ડિઝાઈન તૈયાર કરાય છે. જે કાપડની બંને તરફ એકસરખી પેટર્ન દેખાઈ છે, જે આ આર્ટની ખાસ વિશેષતા માનવામાં આવે છે. ટાંગલિયા માટે વુલન, કોટન અને સિલ્કનો ઉપયોગ થાય છે જેમાંથી દુપટ્ટા, સાડી, ડ્રેસ અને બેડશીટ પણ બને છે. વર્ષ 2009માં ટાંગલિયા કળાને GI ટેગ મળ્યો હતો.(ઇનપુટ: રાજદીપસિંહ અસવાર, વઢવાણ) દેદાદરા, વસ્તડી, દેરવાડા ટાંગલિયા હસ્તકલાના મુખ્યકેન્દ્રો
સુરેન્દ્રનગર જિલ્લાનાં દેદાદરા, વસ્તડી, દેરવાડા વગેરે ગામો ટાંગલિયા હસ્તકલાનાં મુખ્ય કેન્દ્રો છે. આ હસ્તકલાને 2009માં ભારત સરકાર દ્વારા GI Tag મળેલ છે. ટાંગલિયા કલાને વિશ્વ ફલક પર પહોંચાડવામાં વઢવાણના લવજીભાઈ પરમારનો સિંહફાળો છે. તેઓ છેલ્લા ચાર દાયકાથી આ કલાનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે. તેમને ભારત સરકાર તરફથી આ વર્ષે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો છે.