કચ્છ રાજ્યનો સૌથી મોટો અને ઔધોગિક અને પ્રવાસન હબ ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં પરિવહનનો મુદ્દો મુખ્ય છે ગામડાઓમાં તો પૂરતી એસટી બસ નથી અને શહેરોમાં સીટી બસ નથી તેવામાં એક જ મહિનામાં બે ફલાઇટ અને એક ટ્રેન બંધ કરી દેવામાં આવી છે વિકાસની વાતો વચ્ચે નવી સુવિધા ન મળી પણ છીનવાઇ ગઈ છે. નવાઈની બાબત એ છે કે, દિવાળી પછી જ્યારે કચ્છમાં પ્રવાસન સીઝન જામે છે ત્યારે નવી ટ્રેન હોય કે પછી નવી વિમાની સેવા શરૂ થઈ જાય છે અને હયાત સેવાઓમાં તગડો ભાવ વસૂલવામાં આવે છે જ્યારે પ્રવાસીઓ આવે ત્યારે બેફામ ભાડા વસૂલવામાં આવતા હોય છે પરંતુ કચ્છના સ્થાનિક લોકો માટે સુવિધા ટકાવી રાખવામાં આવતી નથી જેથી લોકોમાં પણ નારાજગી ફેલાઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે બે દાયકા પછી શરૂ થયેલી ટ્રેન 3 મહિના માંડ દોડી
લાંબા સમયની રજૂઆતો પછી બે દાયકા બાદ ભુજ-રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. 21 માર્ચથી 30 જૂન સુધી આ સ્પેશયલ ટ્રેન દોડાવવામાં આવી જેની મુદતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી જેથી 30 જુનના સેવાઓ સમાપ્ત થઈ છે.માત્ર 100 રૂપિયામાં ભુજ થી રાજકોટ પહોંચાડતી દૈનિક ટ્રેનમાં 50 ટકા પ્રવાસીઓ મુસાફરી કરતા હતા.જોકે, મુદત પૂર્ણ થયા બાદ એક્સ્ટેનશન અપાયું નથી. ટ્રેનમાં વધુ પડતો સમય અને જોઈએ તેટલો પ્રચાર ન થવાથી બહોળો પ્રતિસાદ મળ્યો નથી ખરેખર આ ટ્રેન જામનગર કે દ્વારકા સુધી લંબાવવામાં આવે તો પ્રવાસીઓ મળી શકે પણ રેલવે પ્રવાસીઓ ન મળતા હોવાનુ કારણ આગળ ધરી દે છે. સ્લોટ ન મળતા મુંબઈ માટેની બપોરની ફલાઇટ સાવ ઉડી ગઈ
ભુજ-મુંબઈ વચ્ચે પ્રવાસીઓના ધસારાને ધ્યાન રાખીને લાંબા સમયની માંગણી બાદ એર ઇન્ડિયા દ્વારા બપોરની ફ્લાઈટ શરૂ કરાઈ હતી.બપોરે 12. 10 કલાકે આ ફ્લાઈટ મુંબઈથી ઉડાન ભરતી અને 1.35 કલાકે ભુજ પહોંચી અને 2.05 કલાકે ઉડાન ભરી 3.45 કલાકે મુંબઈ પહોંચતી હતી જોકે આ સેવા દોઢ મહિના જેટલું ટકી શકી છે એક જુલાઈથી તે પણ બંધ થઈ ગઈ છે.જેની પાછળ મુંબઈ એરપોર્ટ પર સ્લોટ ન મળતો હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. હાલમાં ભુજ-મુંબઈ વચ્ચે દૈનિક સવારે બે ફ્લાઈટ છે જે અવારનવાર વિલંબિત થાય છે.બપોરની ફ્લાઈટના પૂરતા પ્રવાસી હોવા છતાં આ સેવા ચાલુ રાખવામાં આવી નથી. ભુજ-અમદાવાદની ફલાઇટે 3 વર્ષ ઉડાન ભરી, હવે બંધ
ભુજ-અમદાવાદ વચ્ચે ઉડાન યોજના અંતર્ગત સ્ટાર એર દ્વારા દૈનિક ફલાઇટનું સંચાલન કરવામાં આવતું હતું.3 વર્ષનો કોન્ટેક્ટ પૂર્ણ થયા બાદ સરકારે કોન્ટ્રાક્ટ રીન્યુ કર્યો નથી જેથી આ ફ્લાઈટ જૂન મહિનાથી બંધ થઈ ગઈ છે પૂરતા પ્રવાસી મળતા હોવા છતાં સરકારે કરાર રીન્યુ કરવાની તસ્દી લીધી નથી અને સંચાલન કરતી પેઢી દ્વારા પણ કોઈ રસ દાખવ્યો નથી પરિણામે આ વિમાની સેવા બંધ થઈ ચૂકી છે. હાલમાં ભુજથી મુંબઈ અને દિલ્હી મળી ત્રણ ફ્લાઈટનું સંચાલન થાય છે.