P24 News Gujarat

તંત્રનો વધુ એક છબરડો બહાર આવ્યો:માલોસણ વોર્ડ નં.1માં બિનહરીફ જીતેલાં સભ્યને ત્રણ બાળકો હોવાનું બહાર આવ્યું

વિજાપુર તાલુકાની માલોસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નં.1માં બિનહરીફ થયેલા મહિલા સદસ્યાને ત્રણ બાળકો હોવાનું બહાર આવ્યું છે. મહેસાણાના ગિલોસણ બાદ માલોસણ પંચાયતની ચૂંટણીમાં તંત્રનો વધુ એક છબરડો બહાર આવતાં તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. માલોસણ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નં.1માં અનુસૂચિત આદિજાતિની મહિલા બેઠક પર કોકીલાબેન લાલાજી ઠાકોરને બિનહરીફ ચૂંટાયેલાં જાહેર કરાયાં હતાં. ત્યાર બાદ એક અરજદારે કોકીલાબેનને ત્રણ બાળકો હોવાની અરજી કરતાં ટીડીઓની તપાસમાં હકીકતમાં તેમને ત્રણ બાળકો હોવાનું બહાર આવ્યું હતું. તપાસ અધિકારીને રિપોર્ટ બાદ અરજદારે સભ્યના બાળકોના જન્મના પ્રમાણપત્રો સાથે અરજી કરી હોવાથી ટીડીઓ ગોવિંદભાઈ ચૌધરીએ જાતે જે કચેરીઓમાંથી જન્મના પ્રમાણપત્રો ઈશ્યુ થયાં હતાં. ત્યાં તપાસ કરી ડોક્યુમેન્ટની ખરાઈ કરીને તેમને બોલાવતાં કોકીલાબેને પણ ત્રણ બાળકો હયાત હોવાનું લેખિત નિવેદન આપ્યું છે. જેને પગલે આગામી દિવસોમાં વોર્ડ નં.1ની સભ્યની સીટ ખાલી જાહેર કરી તેનો હુકમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. પંચાયત ધારાની જોગવાઈઓ મુજબ હવે બેઠક ખાલી જાહેર કરવાની થાય
અરજદારે કોકીલાબેનના ત્રણે બાળકોનાં જન્મ પ્રમાણપત્રો સાથે અરજી કરી હતી. અમે તેની ખરાઈ કરતાં અને કોકીલાબેને પણ ત્રણ બાળકો હયાત હોવાનો જવાબ આપ્યો છે. હવે પંચાયત ધારાની જોગવાઈ હેઠળ એ બેઠક ખાલી કરવાની થાય. જેને આધારે હવે વોર્ડ નં.1ની સભ્યની જગ્યા ખાલી કરવાનો હુકમ કરવાનો બાકી છે. એકરારનામાને આધારે તેમની પસંદગી થઇ ગઈ હોય તેમણે પોતાના બે બાળકો હોવાનું ખોટું એકરારનામું કર્યું હોવાનું બની શકે છે. > ગોવિંદભાઈ ચૌધરી, ટીડીઓ

​વિજાપુર તાલુકાની માલોસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નં.1માં બિનહરીફ થયેલા મહિલા સદસ્યાને ત્રણ બાળકો હોવાનું બહાર આવ્યું છે. મહેસાણાના ગિલોસણ બાદ માલોસણ પંચાયતની ચૂંટણીમાં તંત્રનો વધુ એક છબરડો બહાર આવતાં તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. માલોસણ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નં.1માં અનુસૂચિત આદિજાતિની મહિલા બેઠક પર કોકીલાબેન લાલાજી ઠાકોરને બિનહરીફ ચૂંટાયેલાં જાહેર કરાયાં હતાં. ત્યાર બાદ એક અરજદારે કોકીલાબેનને ત્રણ બાળકો હોવાની અરજી કરતાં ટીડીઓની તપાસમાં હકીકતમાં તેમને ત્રણ બાળકો હોવાનું બહાર આવ્યું હતું. તપાસ અધિકારીને રિપોર્ટ બાદ અરજદારે સભ્યના બાળકોના જન્મના પ્રમાણપત્રો સાથે અરજી કરી હોવાથી ટીડીઓ ગોવિંદભાઈ ચૌધરીએ જાતે જે કચેરીઓમાંથી જન્મના પ્રમાણપત્રો ઈશ્યુ થયાં હતાં. ત્યાં તપાસ કરી ડોક્યુમેન્ટની ખરાઈ કરીને તેમને બોલાવતાં કોકીલાબેને પણ ત્રણ બાળકો હયાત હોવાનું લેખિત નિવેદન આપ્યું છે. જેને પગલે આગામી દિવસોમાં વોર્ડ નં.1ની સભ્યની સીટ ખાલી જાહેર કરી તેનો હુકમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. પંચાયત ધારાની જોગવાઈઓ મુજબ હવે બેઠક ખાલી જાહેર કરવાની થાય
અરજદારે કોકીલાબેનના ત્રણે બાળકોનાં જન્મ પ્રમાણપત્રો સાથે અરજી કરી હતી. અમે તેની ખરાઈ કરતાં અને કોકીલાબેને પણ ત્રણ બાળકો હયાત હોવાનો જવાબ આપ્યો છે. હવે પંચાયત ધારાની જોગવાઈ હેઠળ એ બેઠક ખાલી કરવાની થાય. જેને આધારે હવે વોર્ડ નં.1ની સભ્યની જગ્યા ખાલી કરવાનો હુકમ કરવાનો બાકી છે. એકરારનામાને આધારે તેમની પસંદગી થઇ ગઈ હોય તેમણે પોતાના બે બાળકો હોવાનું ખોટું એકરારનામું કર્યું હોવાનું બની શકે છે. > ગોવિંદભાઈ ચૌધરી, ટીડીઓ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *