શું તમે ક્યારેય વિચાર્યું છે કે આકાશમાંથી પડેલો પથ્થર હીરા કરતાં પણ મોંઘો હોઈ શકે છે. આ મંગળ ગ્રહનો એક પથ્થર છે, જેની હરાજી ₹34 કરોડમાં થશે. વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પૃથ્વી વધુ ઝડપથી ફરશે, જેના કારણે આપણા દિવસો ટૂંકા થશે. હાલના દિવસોમાં દુનિયાભરમાં ચર્ચામાં રહેલા કેટલાક અજબ-ગજબ સમાચાર ચાલો જાણીએ… પૃથ્વી પર મંગળ ગ્રહનો એક મોટો પથ્થર મળ્યો છે, જે આ મહિનાના એન્ડમાં ₹34 કરોડ સુધી વેચાઈ શકે છે. આ મંગળ ગ્રહનો અત્યારસુધીનો સૌથી મોટો ટુકડો છે, જેને NWA 16788 ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. એની હરાજી 16 જુલાઈના રોજ ન્યૂયોર્કના પ્રખ્યાત ઓક્શન હાઉસ સોથબી ખાતે કરવામાં આવશે. ખરેખરમાં આ કહાની નવેમ્બર 2023થી શરૂ થાય છે. એક વૈજ્ઞાનિકને નાઇજરના અગાડેઝ વિસ્તારમાં એક અનોખો પથ્થર મળ્યો. એનું વજન 24 કિલો હતું. એ મંગળ પરથી પડતા ઉલ્કાઓ કરતાં ઘણો મોટો છે. આ પથ્થરની કિંમત 17 કરોડ રૂપિયાથી 34 કરોડ રૂપિયા (50,000થી 70,000 પાઉન્ડ)ની વચ્ચે નક્કી કરવામાં આવી છે. અત્યારસુધીમાં પૃથ્વી પર 77 હજાર ઉલ્કા પડી ચૂકી છે, જેમાંથી ફક્ત 400 ઉલ્કા મંગળ પરથી પડી છે, એટલા માટે એની હરાજી ખૂબ જ ખાસ છે. મંગળ ગ્રહના પથ્થરની હરાજીથી વૈજ્ઞાનિકો નાખુશ એક તરફ કેટલાક લોકો આ ઉલ્કાના હરાજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ કેટલાક વૈજ્ઞાનિકો આ દુર્લભ ખડકની હરાજી પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવ બ્રુસેટે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું – જો આ ઉલ્કાપિંડ જાહેર અભ્યાસ અને આનંદ માટે સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવાને બદલે કોઈ ધનિક વ્યક્તિની તિજોરીમાં કેદ થઈ જશે તો એ શરમજનક વાત હશે. તમે સાંભળ્યું જ હશે કે પૃથ્વી ફરે છે અને આના કારણે દિવસ અને રાત થાય છે, પરંતુ હવે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પૃથ્વી વધુ ઝડપથી ફરશે. આનાથી આપણા દિવસો થોડા ટૂંકા થશે. પૃથ્વીના પરિભ્રમણ અને સમય પર નજર રાખતી વેબસાઇટ ‘timeanddate.com’ એ એક નવો અહેવાલ બહાર પાડ્યો છે. આ મુજબ, 2025માં, 9 જુલાઈ, 22 જુલાઈ અને 5 ઓગસ્ટ સૌથી ટૂંકા દિવસો હોવાની સંભાવના છે. જોકે આ ફેરફાર એટલો નાનો હશે કે તમે એને અનુભવી પણ નહીં શકો, કારણ કે એ ફક્ત મિલીસેકન્ડમાં માપવામાં આવશે. ઉદાહરણ તરીકે, 5 ઓગસ્ટે, દિવસ સરેરાશ કરતાં લગભગ 1.51 મિલીસેકન્ડ ટૂંકો હોવાની અપેક્ષા છે. રસપ્રદ વાત એ છે કે પૃથ્વી પોતાની ધરી પર વર્ષમાં 365થી વધુ વખત ફરે છે, પરંતુ હંમેશાં એવું નહોતું. ઘણી ગણતરીઓ દર્શાવે છે કે પહેલાં પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવા માટે 490થી 375 દિવસ લાગતા હતા. પૃથ્વીની ગતિ કેમ વધી રહી છે? વૈજ્ઞાનિકો માને છે કે આ ગતિ પાછળ 4 મુખ્ય કારણ હોઈ શકે છે. પ્રથમ, પૃથ્વીના પેટાળ (ધરતીની અંદરના ભાગ)માં થતી પ્રવૃત્તિને કારણે પરિભ્રમણની ગતિ પ્રભાવિત થઈ રહી છે. બીજું, પીગળતા ગ્લેશિયરોને કારણે પૃથ્વીના ભાગનું વિતરણ પણ એક પરિબળ છે. ત્રીજું, અલ નિનો અને લા નિના જેવી મોસમી ઘટનાઓ, જે વિશ્વભરમાં ભાગોને પુનઃવિતરણ કરે છે અને ચોથું, ચંદ્ર ત્રણ તારીખે પૃથ્વીના વિષુવવૃત્તથી એના મહત્તમ અંતરે હશે. આ કહાની છે 19 વર્ષના ઈથન ગુઓની, જે એક અનોખો રેકોર્ડ બનાવવા અને એક ઉમદા કાર્ય કરવા નીકળ્યો હતો. તેનું સ્વપ્ન હતું કે તે તેના નાના સેસના વિમાનમાં વિશ્વના તમામ સાતેય ખંડો પર એકલા ઉડાન ભરનારો પ્રથમ પાઇલટ બને. આ સાથે તે કેન્સર રિસર્ચ માટે 1 મિલિયન ડોલર (લગભગ ₹8.3 કરોડ) ભેગા કરવા માગતો હતો. 2021માં જ્યારે તેના પિતરાઈ ભાઈને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તેને આ માટે પ્રેરણા મળી. ઈથન તેની યાત્રાનું ઓનલાઈન ડોક્યુમેન્ટ કરતો હતો. આનાથી તેને મોટી સંખ્યામાં ફેન્સ મળ્યા. એન્ટાર્કટિકાની યાત્રા પહેલાં પણ તેણે 100 દિવસથી વધુ સમય માટે મુસાફરી કરી હતી અને છ ખંડોની પરિક્રમા કરી હતી. સિક્રેટ રીતે કિંગ જ્યોર્જ ટાપુ પર પહોંચ્યો એન્ટાર્કટિકા પહોંચતાં જ ઈથનની યાત્રા અટકી ગઈ. દક્ષિણ અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈથન પેસિફિક મહાસાગર પાર કરીને ચિલી પહોંચ્યો અને પછી એન્ટાર્કટિકા તરફ ગયો. આ દરમિયાન તેણે એક મોટી ભૂલ કરી. તે કોઈપણ મંજૂરી વિના કિંગ જ્યોર્જ આઇલેન્ડ માટે ઉડાન ભરી. આ પછી ચિલી પોલીસે તેની ધરપકડ કરી. આજકાલ પ્લાસ્ટિક આપણા જીવનનો એટલો અભિન્ન ભાગ બની ગયો છે કે એનાથી છુટકારો મેળવવો મુશ્કેલ છે. પ્લાસ્ટિકના ખૂબ જ નાના કણોને માઇક્રોપ્લાસ્ટિક્સ કહેવામાં આવે છે. હવે એ મનુષ્યો અને પ્રાણીઓ માટે એક મોટી સમસ્યા બની ગયા છે. આ નાના પ્લાસ્ટિકના ટુકડા આપણા ફેફસાં, લિવર, કિડની, લોહી અને મગજમાં પણ મળ્યા છે. હાલમાં એક નવું રિસર્ચ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 10માંથી 6 લોકોના પ્રાઈવેટ પાર્ટમા પ્લાસ્ટિકના કણો મળ્યા હતા. વૈજ્ઞાનિકોએ 22 પુરુષ અને 29 મહિલાનું ટેસ્ટિંગ કર્યું હતું. માઇક્રોપ્લાસ્ટિક્સની મનુષ્યો પર થતી અસરો સ્પષ્ટ નહીં વૈજ્ઞાનિકો કહે છે કે માઇક્રોપ્લાસ્ટિક્સની મનુષ્યો પર થતી અસરો સંપૂર્ણપણે સમજી શકાઈ નથી. જોકે પ્રાણીઓના અભ્યાસોએ દર્શાવ્યું છે કે આ કણો જ્યાં પણ એકઠા થાય છે ત્યાં સોજો, ડીએનએ નુકસાન, હોર્મોનલ ગડબડ અને સેલ્સના ઝડપી વૃદ્ધત્વનું કારણ બને છે. બ્રિટનમાં ખતરનાક ગુનાઓમાં વપરાતી છરીઓમાંથી 27 ફૂટ ઊંચું પ્રતિમા બનાવવામાં આવી હતી. એ ઇંગ્લેન્ડના ઓસ્ટવેસ્ટ્રીમાં બ્રિટિશ આયર્નવર્ક સેન્ટરમાં મૂકવામાં આવી છે. આ પ્રતિમા આલ્ફી બ્રેડલી નામના બ્રિટિશ શિલ્પકાર દ્વારા બનાવવામાં આવી હતી. એ ‘નાઇફ એન્જલ’ તરીકે ઓળખાય છે. આ પ્રતિમા બનાવવા માટે કુલ એક લાખ છરીઓ અને બ્લેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એનો હેતુ લોકોને છરીના ગુનાઓ પ્રત્યે જાગ્રત કરવાનો છે. એવું માનવામાં આવે છે કે દરેક છરીની પોતાની એક પીડાદાયક કહાની હોય છે. ગુનાનો ભોગ બનેલા 80 પરિવારે છરીઓ પર પોતાના સંદેશા કોતર્યા હતા. તો આ રહ્યા આજના અજબ-ગજબ સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અજબ-ગજબ સમાચાર સાથે…