સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રાવોલ ગામના સરપંચ અલ્પેશજી સોમાજી ઠાકોર સહિત ત્રણ જણા વિરુદ્ધ ₹32 લાખની છેતરપિંડીની ફરિયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં ભૂવાએ કાળા જાદુ અને “એકના ડબલ” કરી આપવાની લાલચ આપીને વડાલીના એક શાકભાજીના વેપારીને છેતર્યો હતો. આરોપી પોતે માતાજીનો ભૂવો હોય મંત્ર-તંત્રથી બીમારી દૂર કરી આપશે તેમ કહી રાજેન્દ્રભાઈને બોલાવ્યા
વડાલીના શાકભાજીનો વ્યવસાય કરતા રાજેન્દ્રભાઈ હીરાભાઈ સગર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, 20 નવેમ્બર, 2021ના રોજ તેમની માતાની બીમારીને કારણે તેઓ ખેડબ્રહ્મા સારવાર માટે જતા હતા. તે દરમિયાન તેમની મુલાકાત રાવોલના અલ્પેશજી સોમાજી ઠાકોર સાથે થઈ હતી. અલ્પેશએ પોતે માતાજીનો ભૂવો હોવાનું અને મંત્ર-તંત્ર દ્વારા બીમારી દૂર કરી આપશે તેમ કહી રાજેન્દ્રભાઈને રાવોલ બોલાવ્યા હતા. ઉજ્જૈનથી વિધિ કરાવવા માટે સામાન પેટે ₹5 લાખની માંગણી કરી
રાવોલ ખાતે અલ્પેશ ઠાકોર (જે હાલ ગામના સરપંચ છે) સાથે ગોલવાડાના જીતુભાઈ ભીખાભાઈ ઠાકોર અને ખેડબ્રહ્મા તાલુકાના પાદરડી ગામના નરસિંહભાઈ હીરાભાઈ ઠાકોર પણ હાજર હતા. આ ત્રણેય જણાએ પૂજાપાની વિધિ માટે ₹1,000ની માંગણી કરી હતી. ત્યાર બાદ, ઉજ્જૈનથી વિધિ કરાવવા માટે સામાન પેટે ₹5 લાખની માંગણી કરી હતી અને રાજેન્દ્રભાઈને એક માટલી સ્મશાનમાંથી કાઢી બીજા દિવસે લાવવાનું કહ્યું હતું. આરોપીઓએ રાજેન્દ્રભાઈને સ્મશાનમાંથી એક માટલી કાઢી લાવવાનું કહ્યું
આ સમગ્ર ગોઠવણ બાદ, આરોપીઓએ રૂપિયાનો વરસાદ કરાવીને રાજેન્દ્રભાઈને મોહિત કરી લીધા હતા. ત્યાર બાદ, “એકના ડબલ” કરી આપવાના બહાને આ ત્રણેય જણાએ રાજેન્દ્રભાઈ પાસેથી તબક્કાવાર ₹10 લાખ, ₹2 લાખ અને ત્રણ વખત ₹5 લાખ મળીને અંદાજે કુલ ₹32 લાખ પડાવી લીધા હતા. રાજેન્દ્રભાઈ સગરે આ ત્રણેય વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો આરોપ લગાવી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરપંચ સહિત ત્રણેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
ઉલ્લેખનીય છે કે, કાળો જાદુ કરનાર આ સરપંચ ભૂવા વિરુદ્ધ અગાઉ પણ જાદર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી, અને આ બીજી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને સરપંચ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.