P24 News Gujarat

રાની-કાજોલના દાદાનો સ્ટુડિયો ₹.183 કરોડમાં વેચાઈ ગયો:શશધર મુખર્જીના ફિલ્મીસ્તાન સ્ટુડિયોનું ઐતિહાસિક મહત્ત્વ; ફિલ્મ એસોસિએશને વેચાણ સામે વાંધો ઉઠાવ્યો

રાની મુખર્જી અને કાજોલના દાદા શશધર મુખર્જીનો ફિલ્મીસ્તાન સ્ટુડિયો વેચાઈ ગયો છે. તે મુંબઈના સૌથી મોટા સ્ટુડિયોમાંનો એક હતો, જે અશોક કુમાર અને શશધર મુખર્જીએ 1940માં શરૂ કર્યો હતો. અહેવાલો અનુસાર, આ સ્ટુડિયોને રિયલ એસ્ટેટ ડેવલપર્સ આર્કેડ ડેવલપર્સ દ્વારા 183 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. હવે આ સ્ટુડિયોને તોડી પાડવામાં આવશે અને ત્યાં રહેણાંક મિલકત બનાવવામાં આવશે. મુંબઈના ગોરેગાંવમાં સ્થિત ફિલ્મીસ્તાન સ્ટુડિયોની રજિસ્ટ્રી 3 જુલાઈના રોજ કરવામાં આવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આર્કેડ ડેવલપર્સ આ જગ્યાએ 3000 કરોડ રૂપિયાના લક્ઝરી એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ 2026 થી શરૂ થશે. 50 માળની આ ઇમારતમાં 3,4 અને 5 BHK ફ્લેટ અને પેન્ટહાઉસ બનાવવામાં આવશે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સે વેચાણ સામે વાંધો ઉઠાવ્યો ફિલ્મીસ્તાન સ્ટુડિયોના વેચાણના સમાચાર બહાર આવ્યા બાદ, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને સ્ટુડિયોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કહ્યું છે કે ફિલ્મ ઉદ્યોગના ઘણા કામદારો આ સ્ટુડિયોમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. મુંબઈના આ 3 મોટા સ્ટુડિયો પણ વેચાઈ ગયા મુંબઈના ફિલ્મીસ્તાન સ્ટુડિયો સહિત 3 સૌથી મોટા સ્ટુડિયો પણ વેચાઈ ગયા છે. આમાં રાજ કપૂરનો આરકે સ્ટુડિયો પણ સામેલ છે. આરકે સ્ટુડિયો હિન્દી સિનેમાનો એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સ્ટુડિયો હતો, જ્યાં રાજ કપૂર સહિત ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓએ શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત, જોગેશ્વરીમાં કમાલ અમરોહીનો કમાલિસ્તાન સ્ટુડિયો પણ વેચાઈ ગયો છે. હૈદરાબાદના નિઝામના ભંડોળથી ફિલ્મીસ્તાન સ્ટુડિયોની શરૂઆત થઈ હતી. 40 ના દાયકામાં, અશોક કુમાર અને શશધર મુખર્જી બોમ્બે ટોકીઝનો ભાગ હતા. તેના માલિક હિમાંશુ રાયના મૃત્યુ પછી, બંનેએ બોમ્બે ટોકીઝ છોડી દીધું અને ફિલ્મીસ્તાન સ્ટુડિયો શરૂ કર્યો. હૈદરાબાદના નિઝામ, ઓસામા અલી ખાને આ સ્ટુડિયોના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડ્યું. આ ફિલ્મો અને ગીતો ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યા છે. 2014માં રિલીઝ થયેલી આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘2 સ્ટેટ’નું ગીત ‘ઓફ્ફો..’ ગીત ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 40ના દાયકા પછી, ‘અનારકલી’, ‘મુનીમજી’, ‘નાગિન’, ‘તુમસા નહિ દેખા’ અને ‘પેઇંગ ગેસ્ટ’ જેવી ડઝનબંધ ફિલ્મોનું શૂટિંગ આ સ્ટુડિયોમાં થયું છે.

​રાની મુખર્જી અને કાજોલના દાદા શશધર મુખર્જીનો ફિલ્મીસ્તાન સ્ટુડિયો વેચાઈ ગયો છે. તે મુંબઈના સૌથી મોટા સ્ટુડિયોમાંનો એક હતો, જે અશોક કુમાર અને શશધર મુખર્જીએ 1940માં શરૂ કર્યો હતો. અહેવાલો અનુસાર, આ સ્ટુડિયોને રિયલ એસ્ટેટ ડેવલપર્સ આર્કેડ ડેવલપર્સ દ્વારા 183 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. હવે આ સ્ટુડિયોને તોડી પાડવામાં આવશે અને ત્યાં રહેણાંક મિલકત બનાવવામાં આવશે. મુંબઈના ગોરેગાંવમાં સ્થિત ફિલ્મીસ્તાન સ્ટુડિયોની રજિસ્ટ્રી 3 જુલાઈના રોજ કરવામાં આવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આર્કેડ ડેવલપર્સ આ જગ્યાએ 3000 કરોડ રૂપિયાના લક્ઝરી એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ 2026 થી શરૂ થશે. 50 માળની આ ઇમારતમાં 3,4 અને 5 BHK ફ્લેટ અને પેન્ટહાઉસ બનાવવામાં આવશે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સે વેચાણ સામે વાંધો ઉઠાવ્યો ફિલ્મીસ્તાન સ્ટુડિયોના વેચાણના સમાચાર બહાર આવ્યા બાદ, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને સ્ટુડિયોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કહ્યું છે કે ફિલ્મ ઉદ્યોગના ઘણા કામદારો આ સ્ટુડિયોમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. મુંબઈના આ 3 મોટા સ્ટુડિયો પણ વેચાઈ ગયા મુંબઈના ફિલ્મીસ્તાન સ્ટુડિયો સહિત 3 સૌથી મોટા સ્ટુડિયો પણ વેચાઈ ગયા છે. આમાં રાજ કપૂરનો આરકે સ્ટુડિયો પણ સામેલ છે. આરકે સ્ટુડિયો હિન્દી સિનેમાનો એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સ્ટુડિયો હતો, જ્યાં રાજ કપૂર સહિત ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓએ શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત, જોગેશ્વરીમાં કમાલ અમરોહીનો કમાલિસ્તાન સ્ટુડિયો પણ વેચાઈ ગયો છે. હૈદરાબાદના નિઝામના ભંડોળથી ફિલ્મીસ્તાન સ્ટુડિયોની શરૂઆત થઈ હતી. 40 ના દાયકામાં, અશોક કુમાર અને શશધર મુખર્જી બોમ્બે ટોકીઝનો ભાગ હતા. તેના માલિક હિમાંશુ રાયના મૃત્યુ પછી, બંનેએ બોમ્બે ટોકીઝ છોડી દીધું અને ફિલ્મીસ્તાન સ્ટુડિયો શરૂ કર્યો. હૈદરાબાદના નિઝામ, ઓસામા અલી ખાને આ સ્ટુડિયોના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડ્યું. આ ફિલ્મો અને ગીતો ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યા છે. 2014માં રિલીઝ થયેલી આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘2 સ્ટેટ’નું ગીત ‘ઓફ્ફો..’ ગીત ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 40ના દાયકા પછી, ‘અનારકલી’, ‘મુનીમજી’, ‘નાગિન’, ‘તુમસા નહિ દેખા’ અને ‘પેઇંગ ગેસ્ટ’ જેવી ડઝનબંધ ફિલ્મોનું શૂટિંગ આ સ્ટુડિયોમાં થયું છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *