P24 News Gujarat

‘ઘાયલ હૂં ઇસી લિયે ઘાતક હૂં’:રણવીર સિંહના જન્મદિવસ પર ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક રિલીઝ; આર. માધવન અજીત ડોભાલના રોલમાં, સંજય દત્તનો એક્શન અવતાર

બોલિવૂડના પાવરહાઉસ રણવીર સિંહના 40મા જન્મદિવસના અવસરે ફેન્સને એક મોટી સરપ્રાઈઝ મળી છે. ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે, આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક જાસૂસી થ્રિલર છે, જે સત્ય ઘટના પર આધારિત છે. 2 મિનિટ 39 સેકન્ડના ટીઝરની શરૂઆત આર. માધવનના વોઇસ ઓવરથી થાય છે. ટીઝર દર્શાવે છે કે ફિલ્મમાં એક સિક્રેટ મિશનની સ્ટોરી છે. જેમાં રણવીર સિંહ કદાચ એક સિક્રેટ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં ફિલ્મની બાકીની કાસ્ટ પણ જોવા મળી રહી છે. આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલના લુક્સ પણ જોવા મળી રહ્યા છે. ફર્સ્ટ લુકમાં રણવીરનો દમદાર અવતાર
રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ફર્સ્ટ લુકમાં રણવીરનો એક્શન અને સિક્રેટ અવતાર જોવા મળ્યો, જે ચાહકોને તેમના ‘પદ્માવત’ના અલાઉદ્દીન ખિલજીના પાત્રની યાદ અપાવે છે. ટીઝરમાં રણવીર એક સીનમાં બોલે છે કે- ‘ઘાયલ હૂં ઇસી લિયે ઘાતક હૂં’, જે ફિલ્મમાં તેના લુક અને પર્સનાલિટી સાથે મેચ થાય છે. અજીત ડોભાલના રોલમાં આર. માધવન
ફિલ્મમાં આર. માધવન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું પાત્ર ભજવી રહ્યા છે, જેઓ 1970-80ના દાયકામાં પાકિસ્તાનમાં અંડરકવર જાસૂસ તરીકે કામ કરતા હતા. આ ફિલ્મ ભારતીય જાસૂસ એજન્સી RAWના સુવર્ણ યુગની વાત કરે છે, જે સાચી ઘટનાઓથી પ્રેરિત છે. માધવનનો આ રોલ ફિલ્મનું મુખ્ય આકર્ષણ હશે, જે દેશભક્તિ અને રોમાંચનું મિશ્રણ રજૂ કરશે. સંજય દત્તનો એક્શન અવતાર
સંજય દત્ત ફિલ્મમાં એક દમદાર એક્શન રોલમાં જોવા મળશે, જેની ઝલક ફર્સ્ટ લુકમાં જોવા મળી. અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ મહત્વના રોલમાં છે, જે ફિલ્મને ખરેખર ‘ધુરંધર’ બનાવી દે છે. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફેમ આદિત્ય ધરનું નિર્દેશન ‘ધુરંધર’માં પણ તેમની ખાસ સ્ટાઈલ દર્શાવે છે. ફિલ્મનું શૂટિંગ લગભગ 75% પૂર્ણ થઈ ગયું છે અને સપ્ટેમ્બર 2025 સુધીમાં તે પૂરું થઈ જશે. ફિલ્મની રિલીઝ ડેટ 5 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે, જોકે કેટલાક અહેવાલો 12 ડિસેમ્બરની શક્યતા પણ દર્શાવે છે, કારણ કે 5 ડિસેમ્બરે પ્રભાસની ‘ધ રાજા સાબ’ અને શાહિદ કપૂરની ‘રોમિયો’ પણ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
‘ધુરંધર’ એક એવી ફિલ્મ છે, જે સાચી ઘટનાઓ, દેશભક્તિ અને રોમાંચનું સંયોજન રજૂ કરશે. આદિત્ય ધરનું નિર્દેશન, રણવીર સિંહનો ઇન્ટેન્સ લુક અને સ્ટાર-સ્ટડેડ કાસ્ટ આ ફિલ્મને 2025ની સૌથી મોટી રિલીઝમાંથી એક બનાવે છે. ફેન્સ 5 ડિસેમ્બર 2025ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે ‘ધુરંધર’ થિયેટરોમાં આગ લગાવવા આવશે.

​બોલિવૂડના પાવરહાઉસ રણવીર સિંહના 40મા જન્મદિવસના અવસરે ફેન્સને એક મોટી સરપ્રાઈઝ મળી છે. ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે, આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક જાસૂસી થ્રિલર છે, જે સત્ય ઘટના પર આધારિત છે. 2 મિનિટ 39 સેકન્ડના ટીઝરની શરૂઆત આર. માધવનના વોઇસ ઓવરથી થાય છે. ટીઝર દર્શાવે છે કે ફિલ્મમાં એક સિક્રેટ મિશનની સ્ટોરી છે. જેમાં રણવીર સિંહ કદાચ એક સિક્રેટ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં ફિલ્મની બાકીની કાસ્ટ પણ જોવા મળી રહી છે. આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલના લુક્સ પણ જોવા મળી રહ્યા છે. ફર્સ્ટ લુકમાં રણવીરનો દમદાર અવતાર
રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ફર્સ્ટ લુકમાં રણવીરનો એક્શન અને સિક્રેટ અવતાર જોવા મળ્યો, જે ચાહકોને તેમના ‘પદ્માવત’ના અલાઉદ્દીન ખિલજીના પાત્રની યાદ અપાવે છે. ટીઝરમાં રણવીર એક સીનમાં બોલે છે કે- ‘ઘાયલ હૂં ઇસી લિયે ઘાતક હૂં’, જે ફિલ્મમાં તેના લુક અને પર્સનાલિટી સાથે મેચ થાય છે. અજીત ડોભાલના રોલમાં આર. માધવન
ફિલ્મમાં આર. માધવન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું પાત્ર ભજવી રહ્યા છે, જેઓ 1970-80ના દાયકામાં પાકિસ્તાનમાં અંડરકવર જાસૂસ તરીકે કામ કરતા હતા. આ ફિલ્મ ભારતીય જાસૂસ એજન્સી RAWના સુવર્ણ યુગની વાત કરે છે, જે સાચી ઘટનાઓથી પ્રેરિત છે. માધવનનો આ રોલ ફિલ્મનું મુખ્ય આકર્ષણ હશે, જે દેશભક્તિ અને રોમાંચનું મિશ્રણ રજૂ કરશે. સંજય દત્તનો એક્શન અવતાર
સંજય દત્ત ફિલ્મમાં એક દમદાર એક્શન રોલમાં જોવા મળશે, જેની ઝલક ફર્સ્ટ લુકમાં જોવા મળી. અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ મહત્વના રોલમાં છે, જે ફિલ્મને ખરેખર ‘ધુરંધર’ બનાવી દે છે. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફેમ આદિત્ય ધરનું નિર્દેશન ‘ધુરંધર’માં પણ તેમની ખાસ સ્ટાઈલ દર્શાવે છે. ફિલ્મનું શૂટિંગ લગભગ 75% પૂર્ણ થઈ ગયું છે અને સપ્ટેમ્બર 2025 સુધીમાં તે પૂરું થઈ જશે. ફિલ્મની રિલીઝ ડેટ 5 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે, જોકે કેટલાક અહેવાલો 12 ડિસેમ્બરની શક્યતા પણ દર્શાવે છે, કારણ કે 5 ડિસેમ્બરે પ્રભાસની ‘ધ રાજા સાબ’ અને શાહિદ કપૂરની ‘રોમિયો’ પણ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
‘ધુરંધર’ એક એવી ફિલ્મ છે, જે સાચી ઘટનાઓ, દેશભક્તિ અને રોમાંચનું સંયોજન રજૂ કરશે. આદિત્ય ધરનું નિર્દેશન, રણવીર સિંહનો ઇન્ટેન્સ લુક અને સ્ટાર-સ્ટડેડ કાસ્ટ આ ફિલ્મને 2025ની સૌથી મોટી રિલીઝમાંથી એક બનાવે છે. ફેન્સ 5 ડિસેમ્બર 2025ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે ‘ધુરંધર’ થિયેટરોમાં આગ લગાવવા આવશે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *