14 ઓગસ્ટ 2025ના દિવસે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ચાર વર્ષ પૂરાં થાય છે. 2021માં અફઘાનિસ્તાનમાંથી અશરફ ગનીની સરકાર ગઈ ને તાલિબાને કબજો લઈ લીધો. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ છે, પણ સરકાર તરીકે માન્યતા એકપણ દેશે આપી નહોતી. ટ્વિસ્ટ એ આવ્યો છે કે 2003માં તાલિબાનને આતંકી સંગઠન જાહેર કરનાર રશિયાએ હવે તાલિબાનની સરકારને જ માન્યતા આપીને હાથ મિલાવી લીધા છે. રશિયાના આ પગલાંને ચીને સમર્થન આપ્યું છે. બની શકે કે ચીન પણ રશિયાના પગલે તાલિબાન સરકારને માન્યતા આપી દે. ભારત-તાલિબાન વચ્ચે સંબંધો સારા છે, પણ ભારતે તાલિબાન સરકારને માન્યતા આપી નથી. નમસ્કાર, તાલિબાનો માથાભારે અને કટ્ટર મનાય છે. જ્યારે કોઈને સજા આપે ત્યારે શરીર નહીં, આત્મા પણ કાંપી ઊઠે એવી સજા તાલિબાનો આપે છે. આજે પણ અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે કડક નિયમો છે. નિયમ તોડ્યા એ ગયા. તાલિબાનનો આતંકવાદ છૂપો આતંકવાદ નથી. દુનિયા તેના આતંકથી પરિચિત છે. બિનલાદેન તાલિબાની જ હતો. તેણે અફઘાનિસ્તાનમાં અલ-કાયદાની સ્થાપના કરી હતી, પણ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોને ખદેડી દીધા હતા. પછી રહી રહીને તાલિબાનો ઝનૂની બનીને આવ્યા ને અફઘાનિસ્તાન પર કબજો કરી બેઠા. રશિયાએ તાલિબાન સરકારને કેમ માન્યતા આપી? રશિયાને ડર છે કે જો અફઘાનિસ્તાન અસ્થિર રહેશે તો આતંકવાદ અને ડ્રગ્સની દાણચોરી મધ્ય એશિયા થઈને રશિયામાં ફેલાઈ શકે છે. તાલિબાન સાથે સત્તાવાર સંબંધો સ્થાપિત કરીને રશિયાએ સીધી વાતચીતના દરવાજા ખોલ્યા છે. રશિયા તાલિબાનોને પોતાના કંટ્રોલમાં રાખવા માગે છે. રશિયાને ડર છે કે અફઘાનિસ્તાનનો ઉગ્રવાદી પ્રભાવ ચેચન્યા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન જેવા વિસ્તારોમાં ફેલાઈ શકે છે. તાલિબાન સરકારને માન્યતા આપીને તે તેમના પર રાજકીય અને રાજદ્વારી દબાણ લાવી શકે છે કે તેઓ રશિયન હિતો સામે આતંકવાદીઓને રક્ષણ ન આપે. રશિયા ઇચ્છે છે કે ભવિષ્યમાં જ્યારે તાલિબાનને અન્ય દેશો તરફથી માન્યતા મળે ત્યારે તાલિબાને રશિયાને પ્રાથમિકતા આપવી જોઈએ, જેથી રશિયાનો પ્રભાવ અફઘાનિસ્તાનમાં રહે. વિશ્વમાં રશિયા પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષ થઈ ગયાં. રશિયાની આબરૂ કાંઈ રહી નથી, કારણ કે તેમને ઘણા દેશોએ સલાહ આપી કે યુક્રેન પર હુમલા બંધ કરો, પણ પુતિન ન માન્યા તે ન જ માન્યા. હવે તેને ખ્યાલ આવ્યો કે એક સમયે રશિયાનો જ દબદબો હતો, જે શાખ હતી એ રહી નથી. તો ફરી મજબૂત બનવા શું કરવું, એટલે રશિયાએ તાલિબાન સરકારને માન્યતા આપી દીધી. આવું કરીને રશિયા પોતાને એક સ્વતંત્ર ગ્લોબલ પાવર તરીકે રજૂ કરવા માગે છે. અફઘાનિસ્તાન મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા વચ્ચે એક વ્યૂહાત્મક કડી છે. તાલિબાન સાથે સંબંધો મજબૂત કરીને રશિયા ચીન, ઈરાન અને પાકિસ્તાન સાથે એક નવી પ્રાદેશિક ધરી બનાવવા માગે છે. અફઘાનિસ્તાનમાં લિથિયમ, તાંબું, કોલસો જેવા વિપુલ પ્રમાણમાં ખનિજ સંસાધનો છે. તાલિબાન સરકાર સાથે ભાગીદારી કરીને રશિયા ત્યાં ખનિજ ખરીદી, વેપાર અને ઊર્જા પુરવઠા માટે રસ્તા બનાવી શકે છે. રશિયાની અફઘાનિસ્તાનમાં એન્ટ્રીથી તેને ઘણા ફાયદા અફઘાનિસ્તાન રશિયાના “મધ્ય એશિયાઈ બેકયાર્ડ”ની નજીક છે. તાલિબાન સાથે સંબંધો મજબૂત કરીને રશિયા આ ક્ષેત્રમાં અમેરિકન પ્રભાવને સંતુલિત કરી શકે છે. તે ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન જેવા દેશોને સંદેશ મોકલી શકે છે કે રશિયા હજુ પણ મોટો ડિફેન્સ ખેલાડી છે. ચીન, ઈરાન અને પાકિસ્તાન પહેલેથી જ તાલિબાન સાથે સંપર્કમાં છે. રશિયાની એન્ટ્રીથી “પશ્ચિમવિરોધી” ગઠબંધન મજબૂત બનશે, જે અફઘાનિસ્તાનને અમેરિકન પ્રભાવથી દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે. આનાથી થશે એવું કે ટ્રમ્પનો રઘવાટ વધશે. એક સમયે રશિયા સામે લડવા તાલિબાન હથિયારો બનાવતું હતું ડિસેમ્બર 1979માં સોવિયેત યુનિયન (આજનું રશિયા)એ અફઘાનિસ્તાનમાં સામ્યવાદી સરકારને બચાવવા માટે મિલિટરી મોકલી. અફઘાન મુજાહિદ્દીન નામના આતંકીઓ તેની સામે લડવા ઊભા હતા. આ આતંકીઓ ઇસ્લામિક વિચારધારાના હતા અને સોવિયેત યુનિયનને “કાફિર સામ્રાજ્ય” માનતા હતા. એ સમયે તાલિબાન અસ્તિત્વમાં નહોતું, પરંતુ રશિયા સામે લડનારાં મુજાહિદ્દીન જૂથો પાછળથી તાલિબાન બન્યાં. અમેરિકા (CIA) અને પાકિસ્તાન (ISI)એ આ મુજાહિદ્દીનોને રશિયા સામે લડવા પૈસા, તાલીમ અને શસ્ત્રો આપ્યાં. તાલિબાનોએ રશિયા સામે લડવા માટે મોટેપાયે હથિયારો બનાવ્યાં હતાં. અફઘાનિસ્તાનમાં રશિયાની ભૂમિકા રશિયાએ જ 2003માં તાલિબાનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું તાલિબાનના મોટા ભાગના સભ્યો એ જ મુજાહિદ્દીન હતા, જેમણે અમેરિકાની મદદથી સોવિયેત યુનિયન સામે દસ વર્ષ સુધી યુદ્ધ લડ્યું હતું અને તેને પીછેહઠ કરવા મજબૂર કર્યું હતું. આ સહયોગને કારણે શરૂઆતમાં તાલિબાનને પણ અમેરિકાનું સમર્થન મળ્યું હતું, જોકે 1990ના દાયકાના અંત સુધીમાં તાલિબાનની છબિ બદલાવા લાગી. 1999માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ એક ઠરાવ પસાર કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તાલિબાન વિશ્વભરનાં આતંકવાદી સંગઠનોને આશ્રય અને તાલીમ આપી રહ્યું છે. એના થોડા મહિનાઓ પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુએનના ઠરાવને સ્વીકાર્યો અને તાલિબાનને આતંકી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધની માગણી કરી. 2003માં રશિયાની સુપ્રીમ કોર્ટે સત્તાવાર રીતે તાલિબાનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું. રશિયાએ તાલિબાન પર ચેચન્યામાં કાર્યરત ગેરકાયદે સંગઠનો સાથે સંબંધો હોવાનો અને મધ્ય એશિયાઈ દેશો ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાનમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. જે રશિયાએ તાલિબાનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું તે જ રશિયા હવે તાલિબાનને સરકાર તરીકેની માન્યતા આપી રહ્યું છે. રશિયાએ મે મહિનામાં આ વાત કરી ને તરત ફરી ગયું 27 મે 2025એ કઝાકિસ્તાનની રાજધાની અસ્થાનામાં CTSTO એટલે કોલેક્ટિવ સિક્યોરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશનની મિટિંગ મળી. એક એવું સંગઠન, જેમાં રશિયા, બેલારુસ, કઝાકિસ્તાન કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન અને આર્મેનિયા જેવા દેશ સામેલ હતા. આ મિટિંગમાં રશિયાના નવા રક્ષામંત્રી આંદ્રે બેલોસોવે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં લગભગ 20 આતંકી સંગઠન સક્રિય છે, જેમાં 15 હજાર જેટલા આતંકીઓ છે અને એ મધ્ય એશિયા માટે ગંભીર ખતરો છે. રશિયાના આ નિવેદનથી હલચલ મચી ગઈ. સૌથી વધારે આકરી પ્રતિક્રિયા તાલિબાને આપી. તાલિબાન સરકારના પ્રવક્તા હમદુલ્લા ફિતરતે રશિયાને જવાબ આપતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતી પરથી જોખમ ઊભું થવાની વાત નિરાધાર છે. અહીં કોઈ આતંકી સંગઠનો નથી. આ બધી વાતો અમેરિકાના કબજા વખતની છે. તાલિબાનનું કહેવું છે કે તેણે અફઘાનિસ્તાનમાંથી આતંકવાદને સંપૂર્ણ ખતમ કરી નાખ્યો છે. હવે આ દેશની જમીન બીજા દેશના વિરુદ્ધમાં ઉપયોગમાં નહીં અપાય. દેશની સરકારને સત્તાવાર માન્યતા મળે તો શું થાય? રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને સત્તાવાર માન્યતા આપી છે, પણ સવાલ એ થાય કે સત્તાવાર માન્યતા આપવાથી શું થાય? જ્યારે કોઈ દેશ બીજા દેશને સત્તાવાર રીતે માન્યતા આપે છે ત્યારે તે તેને સ્વતંત્ર રાષ્ટ્ર માને છે. એનો અર્થ એ કે તે દેશની પોતાની સરકાર હોય છે, તેની પોતાની સરહદો હોય છે અને તે વિશ્વના અન્ય દેશો સાથે સંબંધો બનાવી શકે છે. આ માન્યતા 1933ની મોન્ટેવિડિયો સંધિ જેવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ પર આધારિત છે. આ માટે ચાર શરત હોય છે. કાયમી વસતિ, સરહદ, સરકાર અને વિદેશો સાથે સંબંધો બનાવવાની ક્ષમતા. માન્યતા મેળવવાથી જે-તે દેશને કાયદેસરતા, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સ્થાન અને અન્ય દેશો સાથે વેપાર અને સંબંધો બનાવવાની તક મળે છે. આ નિર્ણયથી ભારતને શું અસર થશે? ભારતે પરંપરાગત રીતે અફઘાનિસ્તાનમાં લોકશાહી દળોને ટેકો આપ્યો છે. ભારતે અફઘાનિસ્તાનમાં અબજો ડોલરના રસ્તાઓ, ડેમ, શાળાઓ અને સંસદ ભવન બનાવ્યાં છે. તાલિબાન સરકાર સત્તામાં આવ્યા પછી પણ ભારતના સંબંધો સારા રહ્યા છે, પરંતુ ભારતે તાલિબાન સરકારને માન્યતા આપી નથી. આવી સ્થિતિમાં રશિયાનો આ નિર્ણય ભારત માટે એક મહત્ત્વપૂર્ણ રાજદ્વારી અને વ્યૂહાત્મક સાબિત થઈ શકે છે. એ ફક્ત અફઘાનિસ્તાનની રાજનીતિ જ નહીં, પરંતુ ભારતની પાડોશી નીતિ, સુરક્ષા વ્યૂહરચના અને પ્રાદેશિક પ્રભાવને પણ અસર કરે છે. રશિયાની માન્યતા પછી ચીન, ઈરાન, પાકિસ્તાન જેવા દેશો પણ તાલિબાનની નજીક આવી શકે છે. જો તાલિબાનને વૈશ્વિક કાયદેસરતા મળતી રહે તો ભારતને પણ તેની નીતિ પર ફેરવિચાર કરવો પડી શકે છે. છેલ્લે, રશિયાના પગલાથી ભારતને કૂટનીતિક ફાયદો થાય તેમ છે, કારણ કે ભારત પાકિસ્તાન દુશ્મન છે પણ રશિયા ભારત મિત્રો છે પાકિસ્તાન તાલિબાન દુશ્મન છે પણ ભારત તાલિબાન મિત્રો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)