બે દિવસના વિરામ બાદ સુરત શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, આ વરસાદની સાથે ઉધના-નવસારી રોડ પર કેમિકલ યુક્ત પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ત્યારે વરસતા વરસાદમાં મેયર અને ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સાર્વત્રિક વરસાદ અને જળબંબાકારની સ્થિતિ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને સુરત શહેર તેમજ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પાલ, અડાજણ, રાંદેર, અઠવાલાઇન્સ, કતારગામ, ઉધના સહિતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો શરૂ થયો છે. કતારગામ કોઝવે રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. ઉધનામાં કેમિકલ યુક્ત પાણીથી સ્થાનિકોમાં રોષ
સુરતમાં વરસાદની સમસ્યા દર વર્ષની હોય છે, પરંતુ આ વખતે ઉધના-નવસારી રોડ પર કેમિકલ યુક્ત પાણી ભરાવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. ગટરમાંથી કેમિકલ યુક્ત પાણી બહાર આવીને સમગ્ર રસ્તા પર ફેલાયું છે. સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ કામગીરી નથી કરતા અને આ સમસ્યા દર વખતે જોવા મળતી હોય છે.’ મેયર અને ધારાસભ્ય દ્વારા તપાસના આદેશ
આ ગંભીર પ્રશ્ન મામલે સુરતના મેયર દક્ષેશ માવાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘વરસાદનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. ઉધના વિસ્તારમાં કેટલીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેમિકલ યુક્ત અનટ્રીટેડ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વરસાદી ગટરના પાણીમાંથી કેમિકલનું પાણી બહાર આવી રહ્યું છે, જે લોકો માટે જોખમી પુરવાર થઈ શકે તેમ છે.’ તેમણે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને સૂચના આપી છે કે, જે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ પ્રકારે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવે અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. તપાસ બાદ કંપનીને ક્લોઝર નોટિસ પણ ફટકારાશે
ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘અમારા વિસ્તારમાં કેટલાક તપેલા ડાઈંગ યુનિટ ચાલે છે, જેને કારણે આ સમસ્યા ઊભી થઈ શકે તેવું અમારું અનુમાન છે. તેમના દ્વારા વરસાદી પાણીની લાઇનમાં સીધું કનેક્શન આપી દેવામાં આવ્યું હોવાને કારણે આ કેમિકલ યુક્ત પાણી બહાર આવી રહ્યું છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, થોડા સમય પહેલા જ ગેરકાયદેસર રીતે વરસાદી પાણીની ગટરમાં કેમિકલ યુક્ત પાણીના નિકાલનું જોડાણ આપ્યું હોય તેમને સીલ કરી દેવામાં આવ્યા હતા. જીપીસીબીના અધિકારીઓને પણ આ બાબતે જાણ કરી દેવામાં આવી છે અને તેઓ પોતે પણ તે વિસ્તારમાં જઈને કેટલા યુનિટ ચાલે છે તેની તપાસ અત્યારે કરશે અને ત્યારબાદ તેમને ક્લોઝર નોટિસ પણ ફટકારશે.