અમદાવાદના જગતપુરમાં ફલેટના 14માં માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાયરલ થતા મોતની છલાંગ લગાવી હતી.આ યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે 14માં માળેથી નીચે જોઈને કહી રહી છે કે અહીંયાથી ન કૂદી શકાય હું બીજા માળથી કુદીશ તો બચી જઈશ,અહીંયાથી કુદીશ તો હાડકા પણ નહીં મળે. જોકે આ વીડિયોની પણ પોલીસ તપાસ કરી રહી છે. વીડિયો વાયરલ થવાના ડરના કારણે જ 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી
અમદાવાદના સાણંદ તાલુકામાં રહેતી 21 વર્ષથી યુવતીએ જગતપુરમાં આવેલી બિલ્ડીંગના 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.યુવતીના પ્રેમી સાથેનો અંગત પળનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો યુવતીના પ્રેમીના મોબાઇલમાં હતો જેથી યુવતી ગભરાઈ ગઈ હતી.યુવતીએ વીડિયો ડિલિટ કરાવવાના અનેક પ્રયત્ન કર્યા હતા.યુવતીએ આ વીડિયો વાયરલ થવાના ડરના કારણે જ 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.આ અંગે ચાંદખેડા પોલીસે યુવતીના પ્રેમી અને તેના મિત્ર સામે ગુનો નોંધીને તેના પ્રેમીની ધરપકડ પણ કરી છે. હું તો બીજા માળેથી જ કુદીશ, જેથી હું બચી જઈશ
યુવતીના આપઘાત બાદ તેનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં યુવતી બિલ્ડીંગના 14માં માળે જઈને વીડિયો બનાવી રહી છે.આ વીડિયોમાં યુવતી ઉપરથી નીચે જોઈને કહી રહી છે કે આ બહુ ઊંચું બિલ્ડીંગ છે.હું તો બીજા માળેથી જ કુદીશ.14માં માળેથી કુદીશ તો મારા હાડકા પણ નહીં મળે.મારા અંતિમ સંસ્કાર માટે સળગાવવા પણ કંઈ ના મળે.એટલે હું તો બીજા માળેથી જ કુદીશ, જેથી હું બચી જઈશ. એક આરોપી પકડાયો અને એક આરોપી ફરાર
યુવતીના આપઘાત બાદ આ વીડિયો પણ સામે આવતા પોલીસે વીડિયોની તપાસ શરૂ કરી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજ સોલંકીએ જણાવ્યું હતું કે યુવતીનો આપઘાત અગાઉનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો ક્યારનો છે અને યુવતી સાથે કોણ હતું તે મામલે તપાસ કરી રહ્યા છીએ.આ ગુનામાં એક આરોપી પકડાયો છે જ્યારે હજુ એક આરોપી ફરાર છે જેની તપાસ ચાલી રહી છે. 14મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતો
અગાઉ પ્રેમિકા સાથેની અંગત પળોનો વીડિયો પ્રેમીએ તેના મિત્રને આપી દેતાં યુવતીને આત્મહત્યા કરવી પડી હતી. ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઇરાઈઝ એપાર્ટમેન્ટના 14મા માળેથી પડતું મૂકી દેતા 21 વર્ષીય યુવતી મીનાક્ષી (નામ બદલ્યું છે)નું મોત નીપજ્યું હતું. મીનાક્ષીની આત્મહત્યા મામલે પોલીસે તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતા
થોડા દિવસ પહેલાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે અશ્લીલ વીડિયો બાબતે માથાકૂટ થતાં પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતા, જોકે જે-તે સમયે બંને પક્ષે સમાધાન થતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ ત્યારબાદ પણ મૃતક યુવતીને સતત ડર હતો કે તેનો વીડિયો વાઈરલ થઈ જશે. પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફે મિતરાજની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિકની શોધખોળ હાથ ધરી છે. ચાંદખેડા વિસ્તારમાં એપાર્ટમેન્ટના 14મા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી
મૃતક યુવતી તેના મિત્ર સાથે બહાર ગઈ હતી. ત્યાર બાદ તેના મિત્રએ મૃતકની બહેનપણીને ફોન કરી આત્મહત્યા બાબતે જાણકારી આપી હતી. હાર્દિકે મીનાક્ષીને ફોન કરી કહ્યું હતું- ‘તારો એક વીડિયો મારી પાસે છે’
વાત થોડા દિવસ પહેલાંની છે, જ્યારે મૃતક મીનાક્ષીના પ્રેમી મોહિતના મિત્ર હાર્દિક રબારીએ મીનાક્ષીને ફોન કરી કહ્યું હતું કે તમારો એક વીડિયો મારી પાસે છે અને જે તમારે જોવો હોય તો તમે મને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી હિલ લોક હોટલ પાસે આવીને મળો, જેથી મીનાક્ષી તેની બહેનપણી અને તેનો પતિ બધા હિલલોક પાસે ગયાં હતાં, જ્યાં હાર્દિક રબારી હાજર હતો. તેણે મીનાક્ષીને મોબાઇલમાં તેના પ્રેમી મોહિત સાથેનો ન્યૂડ વીડિયો બતાવ્યો હતો, જેથી આ જોઈને તમામ લોકો ચોકી ગયા હતા અને આ વીડિયો હાર્દિકે મોહિતના મોબાઇલમાંથી લીધો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે ત્યાંથી નીકળી ગયો હતો. મીનાક્ષીએ મોહિતને મળી વીડિયો ડિલિટ કરવા માટે કહ્યું પણ…
આ વીડિયો જોયા બાદ મીનાક્ષી ડરી ગઈ હતી અને આ વીડિયો ડિલિટ કરાવવા માટે તેણે હવે શું કરવું એ વિચારતી હતી. એટલામાં જ મોહિતનો ફોન મીનાક્ષી પર આવ્યો અને 2500 રૂપિયાની માગણી કરી હતી, એટલે ₹2500 આપવાના બહાને તેને મળવા જવું અને ત્યાં તેના મોબાઈલથી આ વીડિયો ડિલિટ કરાવી દેવો એવું નક્કી કર્યું હતું, જેથી મીનાક્ષી અને તેની બહેનપણી તેના પતિ સાથે સોલા વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં મોહિત આવ્યો હતો અને મોહિતને મીનાક્ષીએ કહ્યું કે તું આ વીડિયો ડિલિટ કરી દે, પરંતુ મોહિતે વીડિયો ડિલિટ કરવાની ના પાડી અને તે ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલે મીનાક્ષીએ પોલીસને ફોન કર્યો અને ત્યાં પોલીસ આવી, જેને મોહિતને બોલાવીને આ વીડિયો ડિલિટ કરાવ્યો હતો અને ત્યારબાદ થોડા સમય માટે આ મામલો થાળે પડ્યો હતો. મોહિતે તો વીડિયો ડિલિટ કર્યો, પણ હાર્દિકના ફોનમાં હોવાની શંકા હતી
પોલીસની હાજરીમાં મોહિતના ફોનમાંથી વીડિયો ડિલિટ કરાયો હતો, પરંતુ મીનાક્ષીને સતત ડર હતો તેનો અને મોહિતનો અશ્લીલ વીડિયો હાર્દિકના ફોનમાં અને અન્ય જગ્યાએ હોઈ શકે છે. આ બાબતને લઈ તે સતત ચિંતામાં રહેતી હતી. વીડિયો વાઈરલ થવાની ચિંતામાં જિંદગી ટૂંકાવી દીધી
વીડિયો વાઈરલ થવાની ચિંતામાં ને ચિંતામાં મીનાક્ષીએ ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડિંગના 14મા માળેથી ઝંપલાવી જિંદગી ટૂંકાવી લીધી છે. આ મામલે હાલ ચાંદખેડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ મોહિત અને હાર્દિક રબારી સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાર્દિક રબારી અને મોહિતે બંનેએ યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી હતી. યુવતીએ મોહિતને રૂપિયા 6000 આપ્યા અને પોતાની સોનાની ચેઇન પણ ગીરવી મૂકી દીધી હતી. ન્યૂડ વીડિયો ડિલિટ કરવા માટે યુવતી મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી, પોલીસની હાજરીમાં વીડિયોઝ ડિલિટ થયા હોવા છતાં ફરીથી બ્લેકમેલ કરવાનું ચાલુ હતું.