વિમ્બલ્ડન 2025ના ત્રીજા દિવસે કાર્લોસ અલ્કારેઝે બ્રિટિશ એમેચ્યોર ખેલાડી ઓલિવર ટાર્વેટને સીધા સેટમાં 6-1, 6-4, 6-4થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. ડિફેન્ડિંગ ચેમ્પિયન અલ્કારેઝે વિશ્વના 733 નંબરના ખેલાડી ટાર્વેટને માત્ર બે કલાક અને 17 મિનિટમાં હરાવ્યો. અલ્કારેઝે સતત 20 મેચ જીતી છે, જેમાં રોમ માસ્ટર્સ, ફ્રેન્ચ ઓપન અને ક્વીન્સ ક્લબના ટાઇટલનો સમાવેશ થાય છે. સતત ત્રીજું વિમ્બલ્ડન ટાઇટલ જીતવાનો ટાર્ગેટ
અલ્કારેઝનું લક્ષ્ય સતત ત્રીજું વિમ્બલ્ડન ટાઇટલ જીતવાનું છે. બજોર્ન બોર્ગ, પીટ સેમ્પ્રાસ, રોજર ફેડરર અને નોવાક યોકોવિચે ઓપન એરામાં સતત ત્રણ વિમ્બલ્ડન ટાઇટલ જીત્યા છે. રોજર ફેડરરે સૌથી વધુ વખત, એટલે કે 8 વખત વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે. તેમના પછી, પીટ સેમ્પ્રસ અને નોવાક યોકોવિચે 7-7 વિમ્બલ્ડન ટાઇટલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. આર્યના સબાલેન્કાએ પણ પોતાની મેચ જીતી લીધી
મહિલા સિંગલ્સમાં, આરીના સબાલેન્કાએ 48મા ક્રમાંકિત મેરી બૌઝકોવાને 7-6 (7/4), 6-4 થી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સબાલેન્કાએ 95 મિનિટ સુધી ચાલેલા મેચમાં 41 વિનર ફટકાર્યા. ટુર્નામેન્ટની ચોથી ક્રમાંકિત જાસ્મીન પાઓલિની અપસેટનો શિકાર બની
ટુર્નામેન્ટની ચોથી ક્રમાંકિત જાસ્મીન પાઓલિની અપસેટનો શિકાર બની. વિશ્વની 62મી ક્રમાંકિત રશિયન ખેલાડી કમિલા રાખીમોવાએ તેને 4-6, 6-4, 6-4થી હરાવી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી. બ્રિટનની એમ્મા રાદુકાનુએ 2023ની વિમ્બલ્ડન ચેમ્પિયન માર્કેટા વોન્ડ્રોસોવાને 6-3, 6-3થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. તે આગામી રાઉન્ડમાં ટુર્નામેન્ટની ટોચની ક્રમાંકિત સબાલેન્કા સામે ટકરાશે.