નોવાક યોકોવિચે વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર પોતાના કરિયરનો 100મો વિમ્બલ્ડન સિંગલ્સ વિજય નોંધાવ્યો. તેમણે સર્બિયાના મિઓમીર કેકમાનોવિચ સામે 6-3, 6-0, 6-4થી વિજય મેળવ્યો. સ્ટેડિયમમાં હાજર તેમની 7 વર્ષની પુત્રી તારા યોકોવિચે ડાન્સ કરીને બધાનું દિલ જીતી લીધું. મેચ પછી જ્યારે યોકોવિચ ઓન-કોર્ટ ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો, ત્યારે તેને આ ડાન્સ વિશે પૂછવામાં આવ્યું. આના પર યોકોવિચે સ્મિત સાથે જવાબ આપ્યો, આ ડાન્સ મારી દીકરી તારા અને દીકરા સાથે એક કૌટુંબિક પરંપરા બની ગયો છે. આ ગીતનું નામ ‘પમ્પ ઇટ અપ’ છે. સિનર રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યો
ટેનિસ વર્લ્ડ નંબર-1 જેનિક સિનર વિમ્બલ્ડનના રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી લીધો છે. તેણે ત્રીજા રાઉન્ડમાં સ્પેનના પેડ્રો માર્ટિનેઝને સીધા સેટમાં હરાવ્યો હતો. બીજી તરફ, મહિલા સિંગલ્સમાં, નંબર-1 એરિના સબાલેન્કાએ પણ પોતાનો મેચ જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સિનરે 3 ડબલ ફોલ્ટ કર્યા
ઇટાલીના સિનરે માર્ટિનેઝને 6-1, 6-3, 6-1 થી હરાવ્યો. સિનરે 3 વખત પોતાની સર્વિસમાં ડબલ ફોલ્ટ કર્યો અને માર્ટિનેઝને પોઈન્ટ આપ્યા. માર્ટિનેઝે એક પણ ડબલ ફોલ્ટ કર્યો ન હતો. મેન્સ સિંગલ્સમાં, ઇટાલીના ફ્લાવિયો કોબોલીએ પણ આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. તેણે ચેક રિપબ્લિકના જેકુબ મેન્સિકને 6-2, 6-4, 6-2 થી હરાવ્યો. ભારતના બાલાજી પુરુષ ડબલ્સમાં હારી ગયો
મેન્સ ડબલ્સમાં, બ્રિટનની વિશ્વ નંબર-6 જોડીએ આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો. જો સેલિસ્બરી અને નીલ સ્કુપ્સકીની જોડીએ ભારતના રિત્વિક ચૌધરી બોલિપલ્લી અને કોલંબિયાના નિકોલસ બેરિએન્ટોસની જોડીને 6-4, 7-6 (9-7) થી હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો. ભારતના એન શ્રીરામ બાલાજી અને મેક્સિકોના મિગુએલ એન્જલની જોડીને વિશ્વની નંબર-4 જોડી સામે હારનો સામનો કરવો પડ્યો. આર્જેન્ટિનાના હોરાસિયો ઝેબાલોસ અને સ્પેનના માર્સેલ ગ્રાનોલર્સે તેમને 6-4, 6-4થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો. મહિલા સિંગલ્સમાં સબાલેન્કાએ જીત મેળવી
મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં, વિશ્વની નંબર-1 બેલારુસની અરિના સબાલેન્કાએ પણ રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું. તેણીએ બ્રિટનની એમ્મા રાદુકાનુને 7-6 (8-6), 6-4થી હરાવી. મહિલા સિંગલ્સમાં, ઓસ્ટ્રેલિયાની ડારિયા કાસાકીના, સ્પેનની જેસિકા બૌઝાસ માનેરો, સ્વિટ્ઝર્લૅન્ડની બેલિન્ડા બેનસિક, ડેનમાર્કની ક્લેરા ટુસન અને રશિયાની મારા એન્ડ્રીવાએ પણ રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું.