ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ પહેલી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. મુકેશ ખન્ના આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શ્રદ્ધા ડાંગર, ગૌરવ પાસવાલ, રાજીવ મહેતા, ક્રિશ્ના ભારદ્વાજ જેવા કલાકારો છે. ફિલ્મને અતુલ સોનાર-શૈલેષ પટેલે ડિરેક્ટ કરી છે, જ્યારે સતીશ પટેલ ફિલ્મના પ્રોડ્યુસર છે. તાજેતરમાં જ દિવ્યભાસ્કરે મુકેશ ખન્ના સાથે ખાસ વાત કરી હતી. ‘મેં ગુજરાતી ફિલ્મમાં હિંદીમાં સંવાદો બોલ્યા છે’
વાતચીતની શરૂઆતમાં મુકેશ ખન્નાએ ગુજરાતી ફિલ્મની ઑફર કેમ સ્વીકારી તે અંગે વિગતે સમજાવતા કહ્યું, ‘આ પાછળ એક મહત્ત્વની વાત છુપાયેલી છે. સામાન્ય રીતે હું પ્રાદેશિક ફિલ્મ કરતો નથી. મને ઘણી જ ઑફર્સ આવે છે. હું ચાહકોમાં ડાયલોગ્સને કારણે ખાસ્સો લોકપ્રિય છું અને સંવાદો પર ભાર આપું છું. મેં તેલુગુ ફિલ્મ ‘ઘના 51’ કરી હતી, જેમાં હું તમામ ડાયલૉગ્સ બોલ્યો પણ હતો, પરંતુ ડબિંગ કોઈક બીજાએ કર્યુ. મને તો ત્યાં સુધી કહેવામાં આવે છે કે રાજેશ ખન્નાએ પણ પંજાબી ફિલ્મ કરી છે તો તમે કેમ નથી કરતા તો હું એક જ જવાબ આપતો કે મુકેશ ખન્ના નહીં કરે. મારું હિંદી સારું છું, પરંતુ પંજાબી એટલું સારું નથી. મલયાલમ ફિલ્મ ‘રાજાધિરાજ’ કરી હતી, પરંતુ એમાં મારા સંવાદો હિંદીમાં જ હતા. મને જ્યારે ‘વિશ્વગુરુ’ ઑફર થઈ ત્યારે શરૂઆતમાં મેં જવાબ આપ્યો નહોતો. મને ગુજરાતી એટલું આવડતું નહોતું તો પછી મેં ના પાડી હતી. જોકે, તેમણે મને એમ કહ્યું કે ગુજરાતી ફિલ્મમાં તમારે તો હિંદીમાં જ સંવાદો બોલવાના છે. પછી સ્ટોરી સાંભળી તો મને તરત જ ગમી ગઈ ને પછી મેં હા પાડી. વિશ્વગુરુ’માં અન્ય કેરેક્ટર્સ ગુજરાતીમાં બોલશે, પરંતુ હું હિંદીમાં જ બોલીશ.’ ‘આજની જનરેશન સો.મીડિયા માટે પાછળ ક્રેઝી છે’
ફિલ્મના પોતાના રોલ અંગે વાત કરતા મુકેશ ખન્ના કહે છે, ‘આજકાલની યંગ જનરેશન વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહી છે અને તમે જ્યારે આપણી પરંપરાની વાત કરશો તો તેઓ સ્વીકારવા તૈયાર નથી. આજના યુથને સૌથી વધારે જરૂર શક્તિમાનની છે. આપણા સમાજના ચાર પિલ્લર છે, ધર્મ, શિક્ષા, કુટુંબ તથા યુવા. આ ચારેય પિલ્લર પર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરીમાં એવું છે કે બહારના દેશો આપણા યુથને બગાડવા માગે છે અને તે માટે જાતજાતના ગતકડાં કરે છે. આ વિદેશી તાકાત ભારતના આ ચાર પિલ્લરને બગાડી રહી છે અને તે જ કારણે ભારત સરકાર મને બોલાવે છે. હું બ્યૂરો ચીફ હોઉં છું અને આ સમસ્યાનો ઉકેલ મારે લાવવાનો છે. હું અન્ય અધિકારી સાથે આ સમસ્યા કેવી રીતે ઉકેલુ છું તે માટે તો તમારે ફિલ્મ જોવી પડશે. અમારી સ્ટોરીનો બેઝ સર્વેદ છે. સર્વેદ એક વિહંગમ યોગ છે. તમે સોશિયલ મીડિયામાં જુઓ છો કે કેવું કેવું આવે છે. મારા મતે તો આની પર બૅન જ મૂકવાની જરૂર છે. ગમે તેવી ફિલ્મ બને છે અને તેને કારણે યુથનું દિમાગ ભટકે છે. યુવાનો ડ્રગ્સ લેતા થઈ ગયા છે. આજના યુવાનોને સાચા રસ્તે વાળવા અને ચોક્કસ લક્ષ્ય સુધી પહોંચવા માટે ‘વિશ્વગુરુ’ બનાવવામાં આવી છે. એ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી કે આપણો દેશ વિશ્વગુરુ બની શકે છે.’ ‘ગુજરાત હંમેશાં મારી દિલની નિકટ રહ્યું છે’
શૂટિંગની વાત કરતાં શક્તિમાને કહ્યું, ‘ફિલ્મનું શૂટિંગ ગુજરાતના અમદાવાદ, સુરત તથા વડોદરામાં થયું. અન્ય રાજ્યો કરતાં ગુજરાત મારા દિલની સૌથી વધુ નિકટ છે. હું થોડા દિવસ પહેલા જ બિહાર ગયો હતો અને તમે નહીં માનો પણ કોરોના પહેલા મેં બિહારમાં એક મહિનામાં આઠ સ્કૂલોના ઇનોગ્રેશન કર્યા હતા. ગુજરાત હંમેશાં શક્તિમાન, ભીષ્મ પિતામહની નિકટ રહ્યું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે ગુજરાત હંમેશાં મારા માટે ખાસ છે. કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીએ મને શક્તિમાનના કપડાં પહેરીને સ્કૂલના બાળકો માટે બોલાવ્યો હતો. નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે શપથવિધિમાં મને ખાસ બોલાવવામાં આવ્યો હતો. મને ગુજરાતી વાંચતા આવડે છે, થોડું ગુજરાતી પણ બોલી લઉં છું. સાચું કહું તો હું મરાઠી કરતાં ગુજરાતીમાં વધારે સારી રીતે કમ્યુનિકેટ કરી શકું છું. એ વાત અલગ છે કે સ્કૂલમાં હું મરાઠી ભણ્યો હતો. ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરવાની મજા આવી. ટીમ પણ ઘણી જ સારી છે. ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસરે મને પછીથી કહ્યું કે સર આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ કરીશું. આ ફિલ્મની સ્ટોરી માત્ર ગુજરાત પૂરતી નથી, આ ફિલ્મ પૅન ઇન્ડિયા છે.’ ‘સાઉથ સારું હોમવર્ક કરે છે’
ગુજરાતી ને હિંદી સિનેમામાં કામ કરવું કેટલું અલગ લાગ્યું તે અંગે મુકેશ ખન્ના જણાવે છે, ‘હિંદી સિનેમા કરતા સાઉથનું કામ ઘણું જ સારું છે. હિંદી સિનેમા થોડું ભટકી ગયું છે અને તેમને જાણે કે ધર્મ સાથે છેડછાડ કરવાની છૂટ મળી ગઈ હોય તેમ લાગે છે. આ ઉપરાંત તેઓ હોમવર્ક વધારે નથી કરતા. સાઉથના લોકો હોમવર્ક બહુ જ કરે છે. એ લોકો ઓરિજિનલ સ્ટોરી લાવે છે. સાઉથમાં જેટલા પણ જુનિયર આર્ટિસ્ટ છે એ લોકો અમારા કરતા વધારે ડેડીકેટેડ છે. સેટ પર એક સીટી મારો એટલે બધા ભેગા થઇ જાય છે. જ્યારે હિંદીમા તો લોકોને .શોધવા પડે છે. સાઉથમાં કામ કરવું એ મારા માટે પણ એક સારો અનુભવ હતો અને મને થયું કે આવું કલ્ચર કેમ હિંદી સિનેમામાં નથી? ત્યાં લોકો કેમ આટલા સમર્પિત નથી? મલયાલમ સ્ટાર મામૂટી સાથે કામ કરવાની મજા આવી. ગુજરાતીમાં પણ કામ કરવાનો અનુભવ એકદમ અલગ અને સારો રહ્યો છે.’ ‘હું બહુ જ સિલેક્ટિવ ફિલ્મમાં કામ કરું છું’
હું ક્યારેય ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કે ડિરેક્ટ કરીશ નહીં. હું 20 વર્ષથી મારી ઑફિસ ચલાવું છું. ડિરેક્ટર એટલે 24 કલાકનું કામ અને તે કેપ્ટન ઑફ ધ શીપ છે. મને 25 ફિલ્મની ઑફર આવે ત્યારે માંડ હું એક ફિલ્મ કરું છું. ‘ગોડફાધર’માં ડોન વિટો કોર્લિઓન બોલતો હતો કે હું એવી ઑફર આપીશ કે તે ક્યારેય ના પાડી જ શકે નહીં. તો હું પણ એ જ કહું છું કે તમે એવી ઑફર આપો કે હું ના પાડું નહીં.. મારી પોતાની શરતો છે કે હું વિલનનો રોલ પ્લે નહીં કરું, દાઢી રાખીશ નહીં. રોમેન્ટિક સીન્સ નહીં કરું. ગુજરાતી ફિલ્મ્સ કરવી મારા માટે મુશ્કેલ નથી, પરંતુ હું સિલેક્ટિવ જ કામ કરીશ.’ ‘શક્તિમાન’ની રાહ આખો દેશ જુએ છે’
‘શક્તિમાન’ ફિલ્મ અંગે વાત કરતા મુકેશ ખન્ના જણાવે છે, ‘હું ને સોની ઇન્ટરનેશનલ સાથે મળીને આ ફિલ્મ બનાવી છીએ. હું અલગથી ફિલ્મ બનાવવાનો નથી. સોની ઇન્ટરનેશનલે ‘સ્પાઇડરમેન’ જેવી ફિલ્મ બનાવી છે. મારો વિરોધ બસ એક જ વાતનો છે કે શક્તિમાનનો રોલ જે કરે તે શક્તિમાન જેવો લાગવો જોઈએ. મારે તે રોલ માટે કોઈ નેગેટિવ ચહેરો જોઈતો નથી. મેં માત્ર એટલું જ કહ્યું છે કે તમે આખા દેશમાં ઓડિશન લો અને કોઈ નવો છોકરો શક્તિમાન બને. શક્તિમાન માટે માત્ર એક્ટિંગ જરૂરી નથી, પરંતુ તેનો ચહેરો પણ એવો હોવો જરૂરી છે. જે રીતે શ્રીરામના પાત્ર માટે માત્ર એક્ટિંગ જ નહીં, પરંતુ ચહેરો પણ મહત્ત્વનો છે તે જ રીતે શક્તિમાનના રોલ માટે છે. જો શ્રીરામનો રોલ કરનાર વ્યક્તિ રાવણ લાગે તો તે ક્યારેય શ્રીરામનો રોલ પ્લે કરી શકે નહીં. મારી દલીલ એ જ છે કે તે (રણવીર સિંહ) ગમે તેટલો મોટો એક્ટર કેમ ના હોય, પરંતુ 70% એક્ટિંગ ને 30% ચહેરો છે. આ રોલ પ્લે કરનાર જ્યારે ઊભો રહે ત્યારે તે વાસ્તવમાં શક્તિમાન લાગવો જોઈએ. તેના ચહેરામાં સૌમ્યતા હોવી જોઈએ. આત્મવિશ્વાસ જોઈએ અને બાળકોને કંઈક શીખવી શકે તે પણ દેખાવવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ક્રૂર દેખાય છે તો કેવી રીતે ચાલે. જે રીતે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ના તમામ મહિલા પાત્રો નેગેટિવ હતા તેવો ચહેરો શક્તિમાનમાં ના ચાલે. હું જ નહીં, આખો દેશ રાહ જોઈ રહ્યો છે કે શક્તિમાન ક્યારે આવે.’ ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે રણવીર સિંહને લેવામાં આવ્યો છે, પરંતુ મુકેશ ખન્ના આ માટે તૈયાર નથી. ફિલ્મના હીરો અંગે છેલ્લે કેટલાંય સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને ફિલ્મ હજી સુધી શરૂ થઈ શકી નથી. ‘શક્તિમાન’ દેશનો પહેલો સુપરહીરો છે’
વાતને આગળ વધારતા મુકેશ ખન્નાએ જણાવ્યું, ‘હિંદી ફિલ્મમાંથી પણ કોઈ ચહેરો નીકળી શકે છે, પરંતુ હજી સુધી મને એવો કોઈ વિકલ્પ મળ્યો નથી. મેં એકવાર ફિલ્મ ‘પુષ્પા’ જોઈને મજાકમાં કહી દીધું હતું કે અલ્લુ અર્જુન પણ શક્તિમાન બની શકે તો બધા એ લખવાનું શરુ કર્યું કે અલ્લુ અર્જુન શક્તિમાન બનશે. અલબત્ત, મેં તો અલ્લુ અર્જુનનો પોઝિટિવ ચહેરો જોઈને આ વાત કહી હતી. તે એનર્જેટિક છે. જોકે, મેં આ વાત માત્ર પબ્લિકમાં કરી હતી. સોની ઇન્ટરનેશનલ સાથે આ અંગે કોઈ વાત થઈ નથી. હજી સુધી કોઈને હા પાડી નથી. ચાહકો મને ફરિયાદ પણ કરે છે કે આ જન્મમાં શક્તિમાન ફિલ્મ બને તેમ લાગતું નથી. હું તો એટલું જ કહીશ કે આ ફિલ્મ જરૂરથી આવશે, આ ફિલ્મ બિગ લેવલ પર બની રહી છે. શક્તિમાન આપણા દેશનો પહેલો સુપરહીરો છે.’