સુરતમાં ફરી એકવાર ઢોર ડબ્બાના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપીને ઢોર છોડાવી જવાની ઘટના સામે આવી છે. હીરાબાગ નજીક રખડતા ઢોર પકડવા ગયેલા પાલિકાના કર્મચારીઓએ ત્રણ જેટલી રખડતી ગાયો પકડી હતી. જેથી બે જેટલી મહિલાઓ સહિત ત્રણ આ ગાયો છોડાવવા ઘસી આવ્યા હતા. બે મહિલાઓએ દાતરડું બતાવીને વચ્ચે આવ્યો તો જાનથી મારી નાખીશું ની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ગાયોને છોડાવી જતા ભારે હોબાળો મચ્યો હતો. હાલ તો પાલિકાના કર્મચારી દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હીરાબાગ નજીક વિશાલનગર સોસાયટી પાસેનો બનાવ
મળતી માહિતી પ્રમાણે સુરત મહાનગર પાલિકાના માર્કેટ વિભાગના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા ગીરીશભાઈ પટેલ અન્ય કર્મચારીઓ સાથે હીરાબાગ નજીક વિશાલ નગર સોસાયટી રોડ પર રખડ પકડવા ગયા હતા. ત્યાંથી એક રખડતી ગાય અને બે ગાયના વાછરડા પકડીને એસએમસીના ટ્રેક્ટરની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન એકીસમ આવ્યો હતો અને તમે જે ગાય પકડે છે તેને છોડાવવા માટે જે ડન થતો હોય તે લઈ લ્યો પણ આ ગાયને તમે જવા દો તેમ કહી ઉપરી અધિકારી સાથે વાત કરાવી હતી. જોકે ગાય છોડવાની મનાઈ કરવામાં આવતા તે જતો રહ્યો હતો. દાતરડાથી દોરડા કાપી મહિલાઓ ગાય છોડાવી ગઈ
થોડીવાર કર્મચારીઓ અધિકારીને લઈને ત્યાં જ ઉભા હતા ત્યાં બે અજાણી મહિલાઓ દાતરડું લઈને ધસી આવી હતી. આ સાથે જ મહિલાઓ દાંતરડા વડે બાંધેલી ગાયોના દોરડા કાપવાનું શરૂ કરી દીધું હતું. પાલિકાના કર્મચારીઓએ ફરજમાં રુકાવટ કેમ કરો છો અને ગાયને કેમ છોડાવવાનો પ્રયત્ન કરો છો તેમ કહેતા બંને મહિલાઓએ બોલાચાલી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ બંને મહિલાએ કહ્યું હતું કે અમે ગાયને ભગાડી દઈશું અને તમારાથી થાય તે કરી લો અને જો તમે અમારા બંનેની વચ્ચે આવ્યા છો તો હું તમને જાનથી મારી દઈશ. બે મહિલા સહિત ત્રણ સામે ગુનો ુનોંધાયો
બંને મહિલાઓએ સમજાવવાનો પ્રયત્ન કરેલ છતાં પણ તેમણે પકડેલી ત્રણેય ગાયોને છોડાવીને ભગાડી મૂકી હતી. બંને મહિલાઓમાંથી એક મહિલાએ તેના હાથમાં રહેલ દાતરડું મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પગલે ભારે હોબાળો મચી જતા ટોળું એકઠું થઈ ગયું હતું અને એ કાળુ ભરવાડ ગામના વ્યક્તિએ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને પાલિકાના માણસોને તબેલા ઉપર લાવીને માર મારવાનું પણ ધમકી આપી હતી. જેથી આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કાળુ ભરવાડ અને બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરજ રૂકાવટનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.