મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, ભોજપુરી સ્ટાર નિરહુઆએ ખુલ્લો પડકાર આપ્યો છે કે તે મરાઠી નહીં બોલે, જેનામાં હિંમત હોય તે તેને મહારાષ્ટ્રમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરે. આગામી ફિલ્મ ‘હમારા નામ બા કન્હૈયા’ના પ્રમોશન દરમિયાન, એક્ટર અને ભાજપના સાંસદ દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆએ કહ્યું, ‘જે લોકો આવું કરે છે તેમને હું કહેવા માગુ છું કે આ ગંદી રાજનીતિ છે. દેશના કોઈપણ ભાગમાં આવું ન થવું જોઈએ. જે લોકો આવી ગંદી રાજનીતિ કરે છે તેમણે આવું કરવાથી દૂર રહેવું જોઈએ અને સાવચેત રહેવું જોઈએ.’ ‘આ દેશ એ હકીકત માટે જાણીતો છે કે તેની વિવિધ ભાષાઓ છે. વિવિધ સંસ્કૃતિઓ છે. તેમ છતાં વિવિધતામાં એકતા છે. આ આપણા દેશની સંસ્કૃતિ છે. આ તેની વિશેષતા છે. મને લાગે છે કે જેઓ આ પ્રકારની ગંદી રાજનીતિ કરે છે તેઓએ સાવધ રહેવું જોઈએ. આ ભાગલાનું રાજકારણ છે. તમે રાજકારણ ભલે કરો, પરંતુ ભાગલાનું નહીં પણ એક થવાનું કરો.’ ‘જો કોઈમાં હિંમત હોય તો મને મહારાષ્ટ્રમાંથી કાઢી મૂકવાનો પ્રયાસ કરો. હું મરાઠી બોલતો નથી. મને કાઢી મૂકવાનો પ્રયાસ કરો. હું કોઈપણ નેતાને ખુલ્લેઆમ પડકાર ફેંકું છું કે જો તમારામાં હિંમત હોય તો, હું તમને ખુલ્લેઆમ પડકાર ફેંકું છું કે હું મરાઠી બોલતો નથી, મને કાઢી મૂકવાનો પ્રયાસ કરો. હું અહીં રહું છું.’ જ્યારે નિરહુઆને પૂછવામાં આવ્યું કે શું મહારાષ્ટ્રમાં મરાઠી ફરજિયાત હોવી જોઈએ, ત્યારે તેમણે કહ્યું, ‘બિલકુલ નહીં. જુઓ, જો કોઈ વ્યક્તિમાં એક, બે, ત્રણ, ચાર કે પાંચ ભાષાઓ શીખવાની ક્ષમતા હોય, તો તેણે તે શીખવી જોઈએ કારણ કે મરાઠી ખૂબ જ સારી ભાષા છે. તે ખૂબ જ સુંદર ભાષા છે. ભોજપુરી જેવી ભાષાઓ સુંદર છે. ગુજરાતી, મરાઠી, તેલુગુ, તમિલ, કન્નડ. બધી ભાષાઓની પોતાની સુંદરતા હોય છે. તેથી દરેકે તે શીખવી જોઈએ. જો તમારી પાસે ક્ષમતા હોય, તો તે શીખો, પરંતુ જો તમે તે શીખી શકતા નથી, તો તે જરૂરી નથી. કોઈને દબાણ ન કરવું જોઈએ. આ ગંદુ રાજકારણ છે. આવું ન થવું જોઈએ.’ નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બદલ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. હિન્દી અને અન્ય ભાષાઓમાં ઘણી દુકાનોના હોર્ડિંગ્સ તોડવામાં આવ્યા છે અને મરાઠી ન બોલવા બદલ ઘણા લોકોને માર મારવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના લોકોના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ સામાન્ય લોકોને ધમકી આપતા જોવા મળે છે.