P24 News Gujarat

CA ફાઈનલમાં બોરસદના ખેડૂત પુત્રનો ઓલ ઈન્ડિયા 9મો રેન્ક:સુરતના શુભમને 13મો રેન્ક, ઈન્ટરમીડિએટમાં તન્મય જૈનનો ચોથો રેન્ક; ફાઈનલનું 18.75 ટકા રિઝલ્ટ

ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ (CA) ફાઈનલ, ઈન્ટિરમીડિએટ અને ફાઉન્ડેશન પરીક્ષા મેં- 2025નું રિઝલ્ટ જાહેર કર્યું છે. CA ફાઈનલમાં બોરસદના ખેડૂત પુત્રએ ઓલ ઈન્ડિયા નવમો રેન્ક મેળવ્યો છે. જ્યારે સુરતના શુભમ ચોપડાએ ઓલ ઈન્ડિયા 13મો રેન્ક મેળવ્યો છે. જ્યારે ઈન્ટરમીડિએટમાં સુરતના તન્મય શાહે ચોથો રેન્ક હાંસલ કર્યો છે. ખેડૂત પુત્ર કુંજ પટેલે ઓલ ઈન્ડિયા નવમો રેન્ક મેળવ્યો
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામમાં રહેતા ખેડૂત પુત્ર કુંજ પટેલે મે મહિનામાં લેવાયેલી CA ફાઈનલની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 9મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આઇસીએઆઇ દ્વારા જાહેર કરાયેલા CA ફાઇનલના પરિણામમાં કુંજ પટેલે 484 માર્ક્સ મેળવ્યા છે. વડોદરા શહેરનું પરિણામ 18.14 ટકા આવ્યું છે અને વડોદરાને નવા 50 CA મળ્યા છે. CA ફાઇનલમાં ઓલ ઇન્ડિયા 9મો રેન્ક પ્રાપ્ત કરનાર કુંજ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પપ્પા ખેડૂત છે અને હું સિંગલ ચાઇલ્ડ છું. મારો સસ્કૂલિંગ બોરસદની સ્કૂલમાં થયું, મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે, અમારે CA કરવું છે. મેં વર્ષ 2021માં CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી. જેમાં મેં સેલ્ફ સ્ટડી કરી હતી, મેં કોઈ પણ પ્રકારના ક્લાસીસ કર્યા નહોતા, મેં પહેલા પ્રયત્ને જ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી હતી અને ત્યારબાદ CA ઇન્ટરમિડીયેટની પરીક્ષા પણ પ્રથમ પ્રયત્ને પાસ કરી હતી, ત્યારે પણ હું સીટી ફર્સ્ટ આવ્યો હતો. ત્યારબાદ મેં ત્રણ વર્ષ ઇન્ટરનશીપ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે મારું CA ફાઇનલનું રીઝલ્ટ આવ્યું છે. જેમાં મેં ઓલ ઇન્ડિયા 9મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. મેં ખૂબ મહેનત કરી હતી અને મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ કર્યો હતો. તેમણે મને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી. આ ઉપરાંત મારા મિત્રોએ પણ મને ખૂબ મદદ કરી છે. હું સામાન્ય પરિવારમાંથી આવું છું. ઘરમાં કઈ તકલીફ હોય તો પણ મને ખબર પડવા દીધી નથી. તેઓ મને સતત કહેતા હતા કે તું તારા ભણવામાં ધ્યાન આપ. પપ્પાએ મને કહ્યું હતું કે, તારે ખેતી કરવાની નથી, તું જે ભણવુ હોય એ ભણ. મારા પરિવારે મને ભણાવવામાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી મેં સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દીધો હતો. હું રોજ 13થી 14 કલાક સુધી અભ્યાસ કરતો હતો. મેં 3 ઓક્ટોબર – 2024ના રોજ મેં નક્કી કર્યું હતું કે, મારી ઓલ ઇન્ડિયા સિંગલ ડિઝીટમાં રેન્ક લાવવો છે અને તેના માટે મેં કાગળ પર લખાણ લખીને એક સિંગલ લાઇન છોડી દીધી હતી અને એમાં આજે મેં 9મો રેન્ક લખ્યું છે. હવે બેથી ત્રણ વર્ષ જોબ કરવા માગું છું, જેથી મારા પપ્પાને પણ મદદ કરી શકું. ત્યારબાદ હું મારી ઓફિસ ખોલીને પ્રેક્ટિસ શરૂ કરીશ. 13મો રેન્ક મેળવનાર શુભમને પોતાના પિતાના બિઝનેસમાં આગળ વધવાની ઈચ્છા
શુભમ ચોપડા જેણે સમગ્ર દેશમાં સીએ ફાઇનલની પરીક્ષામાં 13મો ક્રમ મેળવ્યો છે તેના પોતાના પિતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં બિઝનેસમેન છે. તેણે ભાસ્કરને જણાવ્યું કે હું આગળ મારી કારકિર્દી ઈક્વિટી અને ફાઇનાન્સમાં જઈને મારું કેરિયર આગળ વધારવા માગું છું. રોજ હું 10 થી 12 કલાક સુધી અભ્યાસ કરતો હતો. છેલ્લા અઢી વર્ષથી હું તૈયારી કરતો હતો. ઇન્ટરમિડીયેટ પૂર્ણ થતાની સાથે જ સીએ ફાઈનલ માટેની તૈયારી કરી લીધી હતી. મારા પિતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં છે ત્યારે હું પણ બિઝનેસમાં જ આગળ વધવા માગું છું. તન્મય જૈનની સર્ટિફાઈડ ફાઈનાન્સ એનાલિસ્ટ બનવાની ઈચ્છા
તન્મય જૈને જણાવ્યું કે હું આગળ CFA( સર્ટિફાઈડ ફાઈનાન્સ એનાલિસ્ટ) ફાઈનલ કરીને મારી કારકિર્દીને આગળ વધારવા માગુ છું. કોર્પોરેટ સેક્ટરમાં હું આગળ વધવા માંગુ છું. મારા પિતા સુરતમાં ઘણા વર્ષોથી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં અમારા પરિવારમાં કુલ 12 જેટલા સીએ છે અને બીજા ચાર સીએની તૈયારી કરી રહ્યા છે. મારા પરિવારના ઘણા લોકો સીએમાં અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી મને એમના તરફથી પણ ઘણી બધી મદદ મળી છે. ધોરણ 10 પાસ કર્યા પછી સતત મારું ધ્યેય નક્કી જ હતું અને તેના પર જ હું આગળ વધતો રહ્યો હતો. ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જે સીએ ઇન્ટરમિડીયેટની પરીક્ષા હતી તે લગભગ દસ દિવસ જેટલી લંબાઇ ગઈ હતી અને તેના કારણે અમે જે તૈયારી કરી હતી એમાં થોડો અવરોધ આવ્યો હતો અને એના પછી ફરીથી પરીક્ષા આપીને સારા માર્ક્સ મેળવવા એ માનસિક રીતે તૈયાર થવું થોડું મુશ્કેલ હતું. તેમ છતા અમે માનસિક રીતે સ્થિર રહીને પરીક્ષા આપીને પાસ થયા. રાજકોટમાં ધ્વનિ કટારિયાએ 600માંથી 403 માર્ક મેળવ્યા
રાજકોટમાં CA નુ પરિણામ જાહેર થતાં તેમાં ધ્વનિ હરેશભાઈ કટારીયા 600 માંથી 403 માર્ક સાથે ટોપર બન્યા છે. જ્યારે ધ્રુવ નિલેશ રાયઠઠ્ઠા 389 માર્ક સાથે બીજા ક્રમે, આશિષકુમાર જતીનભાઈ રાજવીર 381 માર્ક સાથે ત્રીજા ક્રમે, સ્મિત મયુરભાઈ સાપાણી 375 માર્ક સાથે ચોથા ક્રમે અને દિગેશ સંદીપભાઈ સોલંકી 355 માર્ક સાથે પાંચમા ક્રમે આવ્યા હતા.

​ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ (CA) ફાઈનલ, ઈન્ટિરમીડિએટ અને ફાઉન્ડેશન પરીક્ષા મેં- 2025નું રિઝલ્ટ જાહેર કર્યું છે. CA ફાઈનલમાં બોરસદના ખેડૂત પુત્રએ ઓલ ઈન્ડિયા નવમો રેન્ક મેળવ્યો છે. જ્યારે સુરતના શુભમ ચોપડાએ ઓલ ઈન્ડિયા 13મો રેન્ક મેળવ્યો છે. જ્યારે ઈન્ટરમીડિએટમાં સુરતના તન્મય શાહે ચોથો રેન્ક હાંસલ કર્યો છે. ખેડૂત પુત્ર કુંજ પટેલે ઓલ ઈન્ડિયા નવમો રેન્ક મેળવ્યો
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામમાં રહેતા ખેડૂત પુત્ર કુંજ પટેલે મે મહિનામાં લેવાયેલી CA ફાઈનલની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 9મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આઇસીએઆઇ દ્વારા જાહેર કરાયેલા CA ફાઇનલના પરિણામમાં કુંજ પટેલે 484 માર્ક્સ મેળવ્યા છે. વડોદરા શહેરનું પરિણામ 18.14 ટકા આવ્યું છે અને વડોદરાને નવા 50 CA મળ્યા છે. CA ફાઇનલમાં ઓલ ઇન્ડિયા 9મો રેન્ક પ્રાપ્ત કરનાર કુંજ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પપ્પા ખેડૂત છે અને હું સિંગલ ચાઇલ્ડ છું. મારો સસ્કૂલિંગ બોરસદની સ્કૂલમાં થયું, મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે, અમારે CA કરવું છે. મેં વર્ષ 2021માં CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી. જેમાં મેં સેલ્ફ સ્ટડી કરી હતી, મેં કોઈ પણ પ્રકારના ક્લાસીસ કર્યા નહોતા, મેં પહેલા પ્રયત્ને જ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી હતી અને ત્યારબાદ CA ઇન્ટરમિડીયેટની પરીક્ષા પણ પ્રથમ પ્રયત્ને પાસ કરી હતી, ત્યારે પણ હું સીટી ફર્સ્ટ આવ્યો હતો. ત્યારબાદ મેં ત્રણ વર્ષ ઇન્ટરનશીપ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે મારું CA ફાઇનલનું રીઝલ્ટ આવ્યું છે. જેમાં મેં ઓલ ઇન્ડિયા 9મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. મેં ખૂબ મહેનત કરી હતી અને મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ કર્યો હતો. તેમણે મને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી. આ ઉપરાંત મારા મિત્રોએ પણ મને ખૂબ મદદ કરી છે. હું સામાન્ય પરિવારમાંથી આવું છું. ઘરમાં કઈ તકલીફ હોય તો પણ મને ખબર પડવા દીધી નથી. તેઓ મને સતત કહેતા હતા કે તું તારા ભણવામાં ધ્યાન આપ. પપ્પાએ મને કહ્યું હતું કે, તારે ખેતી કરવાની નથી, તું જે ભણવુ હોય એ ભણ. મારા પરિવારે મને ભણાવવામાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા આઠ મહિનાથી મેં સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દીધો હતો. હું રોજ 13થી 14 કલાક સુધી અભ્યાસ કરતો હતો. મેં 3 ઓક્ટોબર – 2024ના રોજ મેં નક્કી કર્યું હતું કે, મારી ઓલ ઇન્ડિયા સિંગલ ડિઝીટમાં રેન્ક લાવવો છે અને તેના માટે મેં કાગળ પર લખાણ લખીને એક સિંગલ લાઇન છોડી દીધી હતી અને એમાં આજે મેં 9મો રેન્ક લખ્યું છે. હવે બેથી ત્રણ વર્ષ જોબ કરવા માગું છું, જેથી મારા પપ્પાને પણ મદદ કરી શકું. ત્યારબાદ હું મારી ઓફિસ ખોલીને પ્રેક્ટિસ શરૂ કરીશ. 13મો રેન્ક મેળવનાર શુભમને પોતાના પિતાના બિઝનેસમાં આગળ વધવાની ઈચ્છા
શુભમ ચોપડા જેણે સમગ્ર દેશમાં સીએ ફાઇનલની પરીક્ષામાં 13મો ક્રમ મેળવ્યો છે તેના પોતાના પિતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં બિઝનેસમેન છે. તેણે ભાસ્કરને જણાવ્યું કે હું આગળ મારી કારકિર્દી ઈક્વિટી અને ફાઇનાન્સમાં જઈને મારું કેરિયર આગળ વધારવા માગું છું. રોજ હું 10 થી 12 કલાક સુધી અભ્યાસ કરતો હતો. છેલ્લા અઢી વર્ષથી હું તૈયારી કરતો હતો. ઇન્ટરમિડીયેટ પૂર્ણ થતાની સાથે જ સીએ ફાઈનલ માટેની તૈયારી કરી લીધી હતી. મારા પિતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં છે ત્યારે હું પણ બિઝનેસમાં જ આગળ વધવા માગું છું. તન્મય જૈનની સર્ટિફાઈડ ફાઈનાન્સ એનાલિસ્ટ બનવાની ઈચ્છા
તન્મય જૈને જણાવ્યું કે હું આગળ CFA( સર્ટિફાઈડ ફાઈનાન્સ એનાલિસ્ટ) ફાઈનલ કરીને મારી કારકિર્દીને આગળ વધારવા માગુ છું. કોર્પોરેટ સેક્ટરમાં હું આગળ વધવા માંગુ છું. મારા પિતા સુરતમાં ઘણા વર્ષોથી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં અમારા પરિવારમાં કુલ 12 જેટલા સીએ છે અને બીજા ચાર સીએની તૈયારી કરી રહ્યા છે. મારા પરિવારના ઘણા લોકો સીએમાં અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી મને એમના તરફથી પણ ઘણી બધી મદદ મળી છે. ધોરણ 10 પાસ કર્યા પછી સતત મારું ધ્યેય નક્કી જ હતું અને તેના પર જ હું આગળ વધતો રહ્યો હતો. ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જે સીએ ઇન્ટરમિડીયેટની પરીક્ષા હતી તે લગભગ દસ દિવસ જેટલી લંબાઇ ગઈ હતી અને તેના કારણે અમે જે તૈયારી કરી હતી એમાં થોડો અવરોધ આવ્યો હતો અને એના પછી ફરીથી પરીક્ષા આપીને સારા માર્ક્સ મેળવવા એ માનસિક રીતે તૈયાર થવું થોડું મુશ્કેલ હતું. તેમ છતા અમે માનસિક રીતે સ્થિર રહીને પરીક્ષા આપીને પાસ થયા. રાજકોટમાં ધ્વનિ કટારિયાએ 600માંથી 403 માર્ક મેળવ્યા
રાજકોટમાં CA નુ પરિણામ જાહેર થતાં તેમાં ધ્વનિ હરેશભાઈ કટારીયા 600 માંથી 403 માર્ક સાથે ટોપર બન્યા છે. જ્યારે ધ્રુવ નિલેશ રાયઠઠ્ઠા 389 માર્ક સાથે બીજા ક્રમે, આશિષકુમાર જતીનભાઈ રાજવીર 381 માર્ક સાથે ત્રીજા ક્રમે, સ્મિત મયુરભાઈ સાપાણી 375 માર્ક સાથે ચોથા ક્રમે અને દિગેશ સંદીપભાઈ સોલંકી 355 માર્ક સાથે પાંચમા ક્રમે આવ્યા હતા. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *