સુરત જિલ્લાના માંડવી તાલુકાના માછીવાડ વિસ્તારમાં એક બંધ મકાનમાંથી દુર્ગંધ મારતી હાલતમાં મળી આવેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ મામલે પોલીસે મૃતક મહિલાના પતિ દિનેશ ડામોરની અમદાવાદથી ધરપકડ કરી છે. પારિવારિક કંકાસના કારણે પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દિનેશ અવાર નવાર સુમિત્રાને મારી નાખવાની ધમકી આપતો
પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવીના અંબાજી રોડ પર આવેલા માછીવાડમાં પુષ્પા ચૌહાણના મકાનમાં મહિસાગરના સંતરામપુરનો રહેવાસી અને માંડવી એસ.ટી. બસ ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો દિનેશ ડામોર પોતાની પત્ની સુમિત્રા સાથે ભાડે રહેતો હતો. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, અને દિનેશ પોતાની પત્નીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી
એક-બે મહિના અગાઉ પણ આવા જ એક ઝઘડા બાદ સુમિત્રા પોતાના પિયર ચાલી ગઈ હતી, જેને સમજાવીને દિનેશ પાછો લાવ્યો હતો. જોકે, છેલ્લા ચાર દિવસથી આ મકાનના દરવાજા પર તાળું મારેલું હતું. શુક્રવારે મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરતાં અંદર મહિલાની લાશ પડી હતી. દીનેશે ગળું દબાવીને સુમિત્રાની હત્યા કરી નાખી
પોલીસે લાશને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલતાં પતિ દિનેશે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે દિનેશ ડામોર પત્ની સાથેના સતત ઝઘડાઓથી કંટાળી ગયો હતો અને અગાઉ આપેલી ધમકી મુજબ તેણે ગળું દબાવીને સુમિત્રાની હત્યા કરી નાખી હતી. અમદાવાદના ગીતા મંદિર ST ડેપો ખાતેથી હત્યારાની ધરપકડ
મૃતક મહિલાના પતિ દિનેશનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. હત્યારો પોતે STમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. માંડવી એસ.ટી. બસ ડેપોમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તે 29 જૂનથી નોકરી પર પણ ગયો નહોતો. હતો જેથી પોલીસને શંકા હતી કે ST બસ મારફતે અવર જવર કરી ફરાર થશે. જેને લઈને પોલીસે ST ડેપો અને અલગ અલગ જિલ્લાની પોલીસને મેસેજ આપી દીધા હતા. જેને લઈને અન્ય જિલ્લાની પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. અમદાવાદના ગીતા મંદિર ST ડેપો ખાતેથી કાગડાપીઠ પોલીસે હત્યારા દિનેશને ઝડપી લીધો હતો અને આરોપીનો કબજો માંડવી પોલીસને સોંપ્યો હતો.