P24 News Gujarat

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઉદ્ધવ જૂથે કહ્યું- અમે હિન્દી વિરોધી નથી; ઇંગ્લેન્ડમાં ભારતની સૌથી મોટી ટેસ્ટ જીત; એકસાથે 17 સિંહનો અદભુત VIDEO

માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 📰 કાલના મોટા સમાચારો 1. ભાજપ અધ્યક્ષ પદની રેસમાં શિવરાજ-ખટ્ટર સહિત 6 ચહેરાઓ:સંગઠનાત્મક અનુભવની સાથે જાતીય-પ્રાદેશિક સમીકરણો પર ફોકસ ​​​​​​ભાજપ ટૂંક સમયમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત કરી શકે છે. સમાચાર એજન્સી ANI મુજબ, ભાજપ નવા અધ્યક્ષ માટે 6 નામો પર વિચાર કરી રહી છે, જેમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. તેમજ, ભાજપના મહાસચિવ સુનીલ બંસલ અને વિનોદ તાવડે પણ રેસમાં હોવાનું કહેવાય છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ત્રણ મુખ્ય બાબતો ધ્યાનમાં રાખી રહ્યું છે – સંગઠનાત્મક અનુભવ, પ્રાદેશિક સંતુલન, જાતિય સમીકરણ. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ટૂંક સમયમાં એક કેન્દ્રીય ચૂંટણી સમિતિની રચના થઈ શકે છે. જો ચૂંટણીની જરૂર પડશે, તો આ સમિતિ નામાંકન, ચકાસણી અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઉદ્ધવ જૂથે કહ્યું- અમે હિન્દી વિરોધી નથી:ભાષા થોપવાના વિરોધમાં છીએ; સ્ટાલિને કહ્યું હતું- તમિલનાડુની હિન્દી વિરોધી લડાઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો હતો કે ધોરણ 1 થી 5 સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે, પરંતુ વિરોધ બાદ સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો. આ જીતની ઉજવણી કરવા માટે શનિવારે ઘણા વર્ષો પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર આવ્યા. આ પછી, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ઉદ્ધવ અને રાજને હિન્દી વિરોધી લડાઈમાં જોડાવા બદલ અભિનંદન આપ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. હિમાચલમાં કાર ખીણમાં ખાબકી, 4નાં મોત: અત્યાર સુધીમાં 82 લોકોએ જીવ ગુમાવ્યા; મધ્યપ્રદેશના શહડોલમાં હોસ્પિટલ પાણીમાં ડૂબી, નાસિકમાં મંદિરો ડૂબ્યા હિમાચલ પ્રદેશના ચંબા અને મંડી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની છે. આના કારણે રાજ્યમાં 5 પુલ ધોવાઈ ગયા છે. ચંબામાં કાંગેલા નાલા પર બનેલો પુલ ધોવાઈ ગયો હતો. તે જ સમયે, મંડી જિલ્લાના ચૌહર ખીણમાં એક વાહનવ્યવહાર અને ત્રણ રાહદારી પુલ ધોવાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશમાં 20 જૂને ચોમાસાએ પ્રવેશ કર્યો હતો. ત્યારથી 4 જુલાઈ સુધીમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 75 લોકોનાં મોત થયા છે. 288 લોકો ઘાયલ થયા છે. વાદળ ફાટવાની ઘટનાઓમાં સૌથી વધુ 14 લોકોના મોત મંડી જિલ્લામાં થયા છે. અહીં હજુ પણ 31 લોકો ગુમ છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભારતની ઇંગ્લેન્ડમાં સૌથી મોટી જીત:બર્મિંગહામ ટેસ્ટમાં 336 રનથી વિજય, અહીં 58 વર્ષમાં પહેલીવાર જીતી, આકાશ દીપે 10 વિકેટ અને ગિલે 430 રન બનાવ્યા ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું છે. આ સાથે, પાંચ મેચની સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે. 608 રનના ટાર્ગેટને ચેઝ કરતા, ઇંગ્લેન્ડની ટીમ મેચના છેલ્લા દિવસે 271 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડની ધરતી પર રનની દ્રષ્ટિએ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. અગાઉનો રેકોર્ડ 279 રનથી જીતનો હતો. ભારતે 1986માં લીડ્સમાં ઇંગ્લિશ ટીમ સામે આ માર્જિનથી જીત મેળવી હતી. ઉપરાંત, ભારતે 58 વર્ષમાં બર્મિંગહામમાં પોતાનો પહેલો વિજય મેળવ્યો છે. અગાઉ, અહીં રમાયેલી 8 ટેસ્ટમાંથી, ભારત 7 હાર્યું હતું અને 1 મેચ ડ્રો રહી હતી. મેચના છેલ્લા દિવસે, ઇંગ્લેન્ડે ત્રણ વિકેટે 72 રનના સ્કોરથી રમવાનું શરૂ કર્યું. વરસાદને કારણે મેચ લગભગ 90 મિનિટ મોડી શરૂ થઈ. લંચ સુધીમાં, ઇંગ્લેન્ડે વધુ ત્રણ વિકેટ ગુમાવી દીધી. બાકીની ચાર વિકેટ બીજા સેશનમાં પડી ગઈ. ભારત તરફથી આકાશ દીપે 6 વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી. ભારતે ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 269 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં, ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 407 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે 6 વિકેટે 427 રનના સ્કોર પર પોતાનો બીજો ઇનિંગ ડિકલેર કર્યો હતો. ગિલ ફરીથી ટૉપ સ્કોરર રહ્યો અને તેણે 161 રન બનાવ્યા. જ્યારે આકાશ દીપે મેચમાં 10 વિકેટ લીધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. દેશમાં ગરીબી દર 16.2%થી ઘટીને 2.3% થયો: 2011થી 17.1 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા ભારત વિશ્વનો ચોથો સૌથી સમાન સમાજ બન્યો છે. આનો અર્થ એ થયો કે દેશમાં જે પણ વિકાસ થઈ રહ્યો છે તેના લાભ મહત્તમ લોકો સુધી પહોંચી રહ્યા છે. આ માહિતી વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ- ગિની ઇન્ડેક્સમાં પ્રકાશમાં આવી છે. આ યાદીમાં, ભારત 167 દેશોથી ઉપર છે અને સ્લોવાક રિપબ્લિક, સ્લોવેનિયા અને બેલારુસથી નીચે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. 1..2..3 નહીં, એકસાથે 17 સિંહની ભાવનગરમાં એન્ટ્રી: VIDEO:જેસર પંથકના 1 મિનિટના અદભુત દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ; આ પહેલાં પાલિતાણામાં 19 સિંહોનો પરિવાર દેખાયો હતો ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે 1..2..3 નહીં, પણ એકસાથે 17 સિંહનો પરિવાર મોડીરાત્રે જેસર પંથકમાં પર લટાર મારતા જોવા મળ્યો હતો. સામાન્ય રીતે એકસાથે 4થી 5 સિંહ ઝુંડમાં જોવા મળતા હોય છે, પરંતુ ભાગ્યે જ જોવા મળતા જેસરનાં 1 મિનિટના અદભુત દૃશ્યો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાઇરલ થયાં છે, જેમાં બાળસિંહથી લઈ સિંહણ અને સિંહ એક પરિવારજનોની જેમ એકસાથે જઈ રહ્યાં છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમદાવાદ-રાજકોટમાં ધોધમાર વરસાદ: ડાંગના ભેગું ધોધમાં પ્રવાહ વધતાં માંડમાંડ પ્રવાસીઓએ જીવ બચાવ્યો; પૂર્ણામાં પૂર આવતાં નવસારીમાં લોકોનું સ્થળાંતર 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન નવસારીમાં પૂર્ણા નદીના પૂરથી પ્રભાવિત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને ભોજન સહિતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. વઢવાણ પાસે ભોગાવો નદીના ડાયર્વઝનમાં બોલેરો ફસાઈ હતી, 3 લોકોનું ગ્રામજનોએ રેસ્ક્યૂ કર્યુ હતું. જ્યારે ડાંગ જિલ્લાના કોષમાળના પ્રખ્યાત ભેગું ધોધમાં એકાએક પાણીના પ્રવાહમાં વધારો થતાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પ્રતિબંધના છતાં લોકો જીવના જોખમે પહોંચતા તેમની સલામતી મુદ્દે સવાલો ઉમટ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્ત્વના સમાચારો હેડલાઈનમાં 1. ઉઘાડી લુંટ: ₹57ની વસ્તુ ₹200માં મળે છે, ઝેપ્ટો-બ્લિંકિટ જેવી ક્વિક ડિલિવરી કંપનીઓ નાના ઓર્ડરના નામે ચાર્જ વસૂલી રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 2 .નેશનલઃ રાહુલે કહ્યું-બિહાર ‘ક્રાઈમ કેપિટલ’ બન્યું: ભાજપ-નીતિશ સરકાર નિષ્ફળ, ગુનો કરવો અહીં સામાન્ય; બે દિવસ પહેલા એક બિઝનેસમેનને જાહેરમાં ગોળી મારી હતી સંપૂર્ણ સમાચાર વાંચો 3. ઈન્ટરનેશનલઃ ટ્રમ્પના ગોલ્ફ ક્લબ ઉપરથી વિમાન ઉડ્યું: F-16 ફાઇટર જેટ નો-ફ્લાઇંગ ઝોનમાંથી બહાર નીકાળ્યું; US રાષ્ટ્રપતિ વીકએન્ડ મનાવી રહ્યા હતા સંપૂર્ણ સમાચાર વાંચો 4. ચેમ્પિયનઃ નીરજ ચોપરાએ તેના નામ પરથી બનેલી ટુર્નામેન્ટ જીતી: 86.18 મીટર જેવલિન ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું; કહ્યું- આનાથી સારા સ્કોરની અપેક્ષા હતી સંપૂર્ણ સમાચાર વાંચો 5. ક્રાઇમઃ કોલકાતા ગેંગરેપ: ઘટના પછી આરોપીઓએ કલાકો સુધી દારૂ પીધો: ઢાબા પર જમ્યા, પછી ઘરે ગયા; ગાર્ડને ધમકી આપી- કોઈને કંઈ જ કહેતો નહીં સંપૂર્ણ સમાચાર વાંચો 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. નવી પેઢીના નવા સરપંચો:યુવતીએ દિગ્ગજ નેતાઓને પછાડે તેવું કેમ્પેન ચલાવ્યું, દિવ્યાંગ સરપંચે કહ્યું, ‘મારા પર વીત્યું એ ગામ પર નહીં વીતવા દઉં’
2. સન્ડે જઝબાત: મારી તો સુહાગરાત પણ નહોતી થઈ:પતિ વિકાસ દુબેનો સાથી હતો, પોલીસે મારી નાખ્યો; વિચારતાં નાકમાંથી લોહી નીકળે છે 3. કોલકાતાનો ખોફનાક ‘હોરર હાઉસ’ કેસ:બહેનની લાશ સાથે US રિટર્ન ભાઇ છ મહિના એક જ રૂમમાં કેદ રહ્યો, દીકરાની હાજરીમાં પિતા બળી મર્યા 4. દલાઈ લામા 90 વર્ષના થયા, ‘પુનર્જન્મ’ના 3 સંકેત:ભારતમાંથી બીજી મહિલાઓ પણ બની શકે છે તેમની ઉત્તરાધિકારી; ચીન શા માટે અવરોધો ઉભા કરી રહ્યું છે? 5. પત્ની-બાળકોની હત્યા કરીને ટીચરની લાશ સાથે દુષ્કર્મ કર્યું:વેબ સિરીઝ પાતાલ લોક જોઈને હત્યા કરવાનું શીખ્યો, જજ બોલ્યા- આવા દરિંદાને ફાંસી થાય; જમશેદપુર મર્ડર-3 6. પંજાબમાં ટીચરનું મોત, એક્સિડેન્ટ કે પોલીસ ટોર્ચર:પત્નીએ કહ્યું- શરીર પર ઈજાના 16 નિશાન, પ્રાઇવેટ પાર્ટ પણ ન છોડ્યો 7. આજનું એક્સપ્લેનર:નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં 50% રાહત, પરંતુ સરકારની શરત પાછળ છુપાયેલું સત્ય; કોને કેટલો ફાયદો થશે? 🌍 કરંટ અફેર્સ ​​​​​​⏳ આજના દિવસનો ઈતિહાસ સોમવારનું રાશિફળ:વૃષભ જાતકોને મહત્ત્વના લોકો સાથેની મુલાકાત લાભદાયક રહેશે, કુંભ જાતકોને પરિસ્થિતિમાં સુધારો થશે સંપૂર્ણ વાંચવા ક્લિક કરો તમારો દિવસ શુભ રહે, વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ

​માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 📰 કાલના મોટા સમાચારો 1. ભાજપ અધ્યક્ષ પદની રેસમાં શિવરાજ-ખટ્ટર સહિત 6 ચહેરાઓ:સંગઠનાત્મક અનુભવની સાથે જાતીય-પ્રાદેશિક સમીકરણો પર ફોકસ ​​​​​​ભાજપ ટૂંક સમયમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત કરી શકે છે. સમાચાર એજન્સી ANI મુજબ, ભાજપ નવા અધ્યક્ષ માટે 6 નામો પર વિચાર કરી રહી છે, જેમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. તેમજ, ભાજપના મહાસચિવ સુનીલ બંસલ અને વિનોદ તાવડે પણ રેસમાં હોવાનું કહેવાય છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ત્રણ મુખ્ય બાબતો ધ્યાનમાં રાખી રહ્યું છે – સંગઠનાત્મક અનુભવ, પ્રાદેશિક સંતુલન, જાતિય સમીકરણ. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ટૂંક સમયમાં એક કેન્દ્રીય ચૂંટણી સમિતિની રચના થઈ શકે છે. જો ચૂંટણીની જરૂર પડશે, તો આ સમિતિ નામાંકન, ચકાસણી અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઉદ્ધવ જૂથે કહ્યું- અમે હિન્દી વિરોધી નથી:ભાષા થોપવાના વિરોધમાં છીએ; સ્ટાલિને કહ્યું હતું- તમિલનાડુની હિન્દી વિરોધી લડાઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો હતો કે ધોરણ 1 થી 5 સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે, પરંતુ વિરોધ બાદ સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો. આ જીતની ઉજવણી કરવા માટે શનિવારે ઘણા વર્ષો પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર આવ્યા. આ પછી, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ઉદ્ધવ અને રાજને હિન્દી વિરોધી લડાઈમાં જોડાવા બદલ અભિનંદન આપ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. હિમાચલમાં કાર ખીણમાં ખાબકી, 4નાં મોત: અત્યાર સુધીમાં 82 લોકોએ જીવ ગુમાવ્યા; મધ્યપ્રદેશના શહડોલમાં હોસ્પિટલ પાણીમાં ડૂબી, નાસિકમાં મંદિરો ડૂબ્યા હિમાચલ પ્રદેશના ચંબા અને મંડી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની છે. આના કારણે રાજ્યમાં 5 પુલ ધોવાઈ ગયા છે. ચંબામાં કાંગેલા નાલા પર બનેલો પુલ ધોવાઈ ગયો હતો. તે જ સમયે, મંડી જિલ્લાના ચૌહર ખીણમાં એક વાહનવ્યવહાર અને ત્રણ રાહદારી પુલ ધોવાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશમાં 20 જૂને ચોમાસાએ પ્રવેશ કર્યો હતો. ત્યારથી 4 જુલાઈ સુધીમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 75 લોકોનાં મોત થયા છે. 288 લોકો ઘાયલ થયા છે. વાદળ ફાટવાની ઘટનાઓમાં સૌથી વધુ 14 લોકોના મોત મંડી જિલ્લામાં થયા છે. અહીં હજુ પણ 31 લોકો ગુમ છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભારતની ઇંગ્લેન્ડમાં સૌથી મોટી જીત:બર્મિંગહામ ટેસ્ટમાં 336 રનથી વિજય, અહીં 58 વર્ષમાં પહેલીવાર જીતી, આકાશ દીપે 10 વિકેટ અને ગિલે 430 રન બનાવ્યા ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું છે. આ સાથે, પાંચ મેચની સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે. 608 રનના ટાર્ગેટને ચેઝ કરતા, ઇંગ્લેન્ડની ટીમ મેચના છેલ્લા દિવસે 271 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડની ધરતી પર રનની દ્રષ્ટિએ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. અગાઉનો રેકોર્ડ 279 રનથી જીતનો હતો. ભારતે 1986માં લીડ્સમાં ઇંગ્લિશ ટીમ સામે આ માર્જિનથી જીત મેળવી હતી. ઉપરાંત, ભારતે 58 વર્ષમાં બર્મિંગહામમાં પોતાનો પહેલો વિજય મેળવ્યો છે. અગાઉ, અહીં રમાયેલી 8 ટેસ્ટમાંથી, ભારત 7 હાર્યું હતું અને 1 મેચ ડ્રો રહી હતી. મેચના છેલ્લા દિવસે, ઇંગ્લેન્ડે ત્રણ વિકેટે 72 રનના સ્કોરથી રમવાનું શરૂ કર્યું. વરસાદને કારણે મેચ લગભગ 90 મિનિટ મોડી શરૂ થઈ. લંચ સુધીમાં, ઇંગ્લેન્ડે વધુ ત્રણ વિકેટ ગુમાવી દીધી. બાકીની ચાર વિકેટ બીજા સેશનમાં પડી ગઈ. ભારત તરફથી આકાશ દીપે 6 વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી. ભારતે ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 269 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં, ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 407 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે 6 વિકેટે 427 રનના સ્કોર પર પોતાનો બીજો ઇનિંગ ડિકલેર કર્યો હતો. ગિલ ફરીથી ટૉપ સ્કોરર રહ્યો અને તેણે 161 રન બનાવ્યા. જ્યારે આકાશ દીપે મેચમાં 10 વિકેટ લીધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. દેશમાં ગરીબી દર 16.2%થી ઘટીને 2.3% થયો: 2011થી 17.1 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા ભારત વિશ્વનો ચોથો સૌથી સમાન સમાજ બન્યો છે. આનો અર્થ એ થયો કે દેશમાં જે પણ વિકાસ થઈ રહ્યો છે તેના લાભ મહત્તમ લોકો સુધી પહોંચી રહ્યા છે. આ માહિતી વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ- ગિની ઇન્ડેક્સમાં પ્રકાશમાં આવી છે. આ યાદીમાં, ભારત 167 દેશોથી ઉપર છે અને સ્લોવાક રિપબ્લિક, સ્લોવેનિયા અને બેલારુસથી નીચે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. 1..2..3 નહીં, એકસાથે 17 સિંહની ભાવનગરમાં એન્ટ્રી: VIDEO:જેસર પંથકના 1 મિનિટના અદભુત દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ; આ પહેલાં પાલિતાણામાં 19 સિંહોનો પરિવાર દેખાયો હતો ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે 1..2..3 નહીં, પણ એકસાથે 17 સિંહનો પરિવાર મોડીરાત્રે જેસર પંથકમાં પર લટાર મારતા જોવા મળ્યો હતો. સામાન્ય રીતે એકસાથે 4થી 5 સિંહ ઝુંડમાં જોવા મળતા હોય છે, પરંતુ ભાગ્યે જ જોવા મળતા જેસરનાં 1 મિનિટના અદભુત દૃશ્યો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાઇરલ થયાં છે, જેમાં બાળસિંહથી લઈ સિંહણ અને સિંહ એક પરિવારજનોની જેમ એકસાથે જઈ રહ્યાં છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમદાવાદ-રાજકોટમાં ધોધમાર વરસાદ: ડાંગના ભેગું ધોધમાં પ્રવાહ વધતાં માંડમાંડ પ્રવાસીઓએ જીવ બચાવ્યો; પૂર્ણામાં પૂર આવતાં નવસારીમાં લોકોનું સ્થળાંતર 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન નવસારીમાં પૂર્ણા નદીના પૂરથી પ્રભાવિત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને ભોજન સહિતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. વઢવાણ પાસે ભોગાવો નદીના ડાયર્વઝનમાં બોલેરો ફસાઈ હતી, 3 લોકોનું ગ્રામજનોએ રેસ્ક્યૂ કર્યુ હતું. જ્યારે ડાંગ જિલ્લાના કોષમાળના પ્રખ્યાત ભેગું ધોધમાં એકાએક પાણીના પ્રવાહમાં વધારો થતાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પ્રતિબંધના છતાં લોકો જીવના જોખમે પહોંચતા તેમની સલામતી મુદ્દે સવાલો ઉમટ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્ત્વના સમાચારો હેડલાઈનમાં 1. ઉઘાડી લુંટ: ₹57ની વસ્તુ ₹200માં મળે છે, ઝેપ્ટો-બ્લિંકિટ જેવી ક્વિક ડિલિવરી કંપનીઓ નાના ઓર્ડરના નામે ચાર્જ વસૂલી રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 2 .નેશનલઃ રાહુલે કહ્યું-બિહાર ‘ક્રાઈમ કેપિટલ’ બન્યું: ભાજપ-નીતિશ સરકાર નિષ્ફળ, ગુનો કરવો અહીં સામાન્ય; બે દિવસ પહેલા એક બિઝનેસમેનને જાહેરમાં ગોળી મારી હતી સંપૂર્ણ સમાચાર વાંચો 3. ઈન્ટરનેશનલઃ ટ્રમ્પના ગોલ્ફ ક્લબ ઉપરથી વિમાન ઉડ્યું: F-16 ફાઇટર જેટ નો-ફ્લાઇંગ ઝોનમાંથી બહાર નીકાળ્યું; US રાષ્ટ્રપતિ વીકએન્ડ મનાવી રહ્યા હતા સંપૂર્ણ સમાચાર વાંચો 4. ચેમ્પિયનઃ નીરજ ચોપરાએ તેના નામ પરથી બનેલી ટુર્નામેન્ટ જીતી: 86.18 મીટર જેવલિન ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું; કહ્યું- આનાથી સારા સ્કોરની અપેક્ષા હતી સંપૂર્ણ સમાચાર વાંચો 5. ક્રાઇમઃ કોલકાતા ગેંગરેપ: ઘટના પછી આરોપીઓએ કલાકો સુધી દારૂ પીધો: ઢાબા પર જમ્યા, પછી ઘરે ગયા; ગાર્ડને ધમકી આપી- કોઈને કંઈ જ કહેતો નહીં સંપૂર્ણ સમાચાર વાંચો 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. નવી પેઢીના નવા સરપંચો:યુવતીએ દિગ્ગજ નેતાઓને પછાડે તેવું કેમ્પેન ચલાવ્યું, દિવ્યાંગ સરપંચે કહ્યું, ‘મારા પર વીત્યું એ ગામ પર નહીં વીતવા દઉં’
2. સન્ડે જઝબાત: મારી તો સુહાગરાત પણ નહોતી થઈ:પતિ વિકાસ દુબેનો સાથી હતો, પોલીસે મારી નાખ્યો; વિચારતાં નાકમાંથી લોહી નીકળે છે 3. કોલકાતાનો ખોફનાક ‘હોરર હાઉસ’ કેસ:બહેનની લાશ સાથે US રિટર્ન ભાઇ છ મહિના એક જ રૂમમાં કેદ રહ્યો, દીકરાની હાજરીમાં પિતા બળી મર્યા 4. દલાઈ લામા 90 વર્ષના થયા, ‘પુનર્જન્મ’ના 3 સંકેત:ભારતમાંથી બીજી મહિલાઓ પણ બની શકે છે તેમની ઉત્તરાધિકારી; ચીન શા માટે અવરોધો ઉભા કરી રહ્યું છે? 5. પત્ની-બાળકોની હત્યા કરીને ટીચરની લાશ સાથે દુષ્કર્મ કર્યું:વેબ સિરીઝ પાતાલ લોક જોઈને હત્યા કરવાનું શીખ્યો, જજ બોલ્યા- આવા દરિંદાને ફાંસી થાય; જમશેદપુર મર્ડર-3 6. પંજાબમાં ટીચરનું મોત, એક્સિડેન્ટ કે પોલીસ ટોર્ચર:પત્નીએ કહ્યું- શરીર પર ઈજાના 16 નિશાન, પ્રાઇવેટ પાર્ટ પણ ન છોડ્યો 7. આજનું એક્સપ્લેનર:નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં 50% રાહત, પરંતુ સરકારની શરત પાછળ છુપાયેલું સત્ય; કોને કેટલો ફાયદો થશે? 🌍 કરંટ અફેર્સ ​​​​​​⏳ આજના દિવસનો ઈતિહાસ સોમવારનું રાશિફળ:વૃષભ જાતકોને મહત્ત્વના લોકો સાથેની મુલાકાત લાભદાયક રહેશે, કુંભ જાતકોને પરિસ્થિતિમાં સુધારો થશે સંપૂર્ણ વાંચવા ક્લિક કરો તમારો દિવસ શુભ રહે, વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *