ત્રણ મહિનાની સખત મહેનત પછી સ્મીમેરના ડૉક્ટરોએ દુર્લભ રોગ ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (જીબીએસ) થી પીડિત સુરતના 13 વર્ષીય કિશોરને નવું જીવન આપ્યું છે. પૂણાગામના આ કિશોરને ચાલવામાં તકલીફ થવાને કારણે 3 માસ પહેલા સ્મીમેર હૉસ્પિટલમાં લવાયો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે તેને જીબીએસની બીમારી છે. આ રોગમાં શરીર ધીમે ધીમે લકવાગ્રસ્ત થઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે કિશોરને એક મહિનાથી વધુ સમય સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. પરિવારે સ્વસ્થ થવાની આશા છોડી દીધી હતી
કિશોરના ગળામાં છિદ્ર કરવામાં આવ્યું હતું અને ટ્યુબ દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યો હતો. બ્લડ પ્લાઝ્મા બદલવાની પ્રક્રિયા 5 વાર કરાઇ હતી. સારવાર દરમિયાન તેને ન્યુમોનિયા પણ થયો હતો. બાળકની હાલત એટલી ગંભીર હતી કે પરિવારે તેના સ્વસ્થ થવાની આશા છોડી દીધી હતી. પરંતુ ડૉક્ટરોએ હાર ન માની. તેને 5 વાર બ્લડ પ્લાઝ્મા ચેન્જ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવ્યો હતો. ધીમે ધીમે સ્વસ્થ થવાનું શરૂ થયું અને આજે તે પોતાના પગ પર ઊભો રહીને ચાલી શકે છે. ભાસ્કર નોલેજ: વિશ્વભરમાં દર વર્ષે દર 1 લાખ લોકોમાંથી 1-2 કેસ
દર વર્ષે વિશ્વભરમાં દર 1 લાખ લોકોમાંથી 1-2 કેસ નોંધાય છે. આમાં, શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતે જ ચેતા પર હુમલો કરે છે, જેના કારણે શરીરનું નિયંત્રણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. મોટાભાગના કિસ્સાઓમાં, જો સમયસર સારવાર કરવામાં આવે તો સંપુર્ણ સ્વસ્થ થઇ શકાય છે.