P24 News Gujarat

બાયોમેટ્રિક હાજરીની સિસ્ટમ ઊભી કરાઈ:રાજ્યમાં સૌપ્રથમ પાટણમાં ઠાકોર સમાજે શરૂ કરેલ દીકરીઓની લાયબ્રેરીમાં ફિંગરથી એન્ટ્રી

રાજ્યમાં સૌપ્રથમ પાટણ ખાતે ઠાકોર સમાજ દ્વારા દીકરીઓ માટે 15 લાખના ખર્ચ બનાવેલ અઘતન લાઇબ્રેરીમાં શિક્ષણની સુવિધાઓ સાથે તેમની સુરક્ષા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી બાયોમેટ્રિક હાજરીની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેમાં ફિંગર પ્રિન્ટથી જ દીકરીઓને એન્ટ્રી અને એક્ઝિટ મળે છે.સાથે દીકરીઓ ફિંગર પ્રિન્ટ આપી એન્ટ્રી કે એક્ઝિટ કરે છે ત્યારે તેમનો આવા અને જવાના સમય સાથેનો મેસેજ પરિવાર સુધી પહોંચી રહ્યો છે. જેથી દીકરી લાયબ્રેરીમાં આવવા જવાના બન્ને સમય ઉપર પરિવારની હવે નજર રહી શકે છે. પાટણમાં ઠાકોર સમાજ દ્વારા સમાજની દીકરીઓ સ્પર્ધાત્મક તૈયારીઓ કરી ભરતીઓમાં નોકરી મેળવી શકે માટે 15 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા,ફ્રી વાઇફાઇ, બેસવાની આરામદાયક સુવિધા,મિનરલ વોટર બુક બેંક સુવિધા શ્રેષ્ઠ વ્યવસ્થાપન સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ શ્રીસદારામ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેમાં પાટણ સહિત આસપાસના જિલ્લાની 51 જેટલી દીકરીઓ વાંચન માટે આવી રહી છે. લાઇબ્રેરીમાં જતી દરેક દીકરીઓના બાયોમેટ્રિક ફિંગર લેવામાં આવ્યા છે. ગેટ ઉપર બાયોમેટ્રિક મશીન મૂકવામાં આવ્યું છે જેમાં તેઓ ફિંગર આપ્યા બાદ જ ગેટ ખુલે છે અને તેમને પ્રવેશ મળે છે. તેમજ બહાર નીકળવા માટે પણ ફિંગર પ્રિન્ટ આપવી પડે છે. ફિંગર પ્રિન્ટ વગરની કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકતી નથી. સિસ્ટમમાં વાલીના મોબાઈલ નંબર‎એડ હોઈ તેમને પણ જાણ થાય છે‎
અગ્રણી નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે‎આજના સમયમાં દીકરીઓની સુરક્ષાને લઈને‎તમામ પરીવાર ચિંતામાં છે.જેથી કન્યા‎લાઈબ્રેરીમાં સુરક્ષાના ભાગરૂપે ફિંગરની‎વ્યવસ્થા કરી છે.ફિંગર બાદ જ લાઈબ્રેરીમાં‎પ્રવેશ મળશે. આ સાથે સાથે વાલીઓને પણ‎મેસેજથી દીકરી લાઈબ્રેરીમાં આવે અને જાય‎બન્ને સમયે મેસેજ થી જાણ કરવામાં આવે‎છે. ફિંગર પ્રિન્ટના મશીનમાં જે તે વિદ્યાર્થિનીની‎વાલીના આઈડી સાથે મોબાઈલ નંબર એડ‎કર્યો છે જેથી વિદ્યાર્થીની ફિંગર મૂકીને‎લાઇબ્રેરીમાં પ્રવેશ કરે તરત તેના વાલીને‎મેસેજથી જાણ થાય છે અને એજ રીતે ઘરે જતી‎વખતે પણ ફિંગરપ્રિન્ટ થાય તરત વાલીને‎મેસેજથી જાણ થાય છે.‎

​રાજ્યમાં સૌપ્રથમ પાટણ ખાતે ઠાકોર સમાજ દ્વારા દીકરીઓ માટે 15 લાખના ખર્ચ બનાવેલ અઘતન લાઇબ્રેરીમાં શિક્ષણની સુવિધાઓ સાથે તેમની સુરક્ષા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી બાયોમેટ્રિક હાજરીની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેમાં ફિંગર પ્રિન્ટથી જ દીકરીઓને એન્ટ્રી અને એક્ઝિટ મળે છે.સાથે દીકરીઓ ફિંગર પ્રિન્ટ આપી એન્ટ્રી કે એક્ઝિટ કરે છે ત્યારે તેમનો આવા અને જવાના સમય સાથેનો મેસેજ પરિવાર સુધી પહોંચી રહ્યો છે. જેથી દીકરી લાયબ્રેરીમાં આવવા જવાના બન્ને સમય ઉપર પરિવારની હવે નજર રહી શકે છે. પાટણમાં ઠાકોર સમાજ દ્વારા સમાજની દીકરીઓ સ્પર્ધાત્મક તૈયારીઓ કરી ભરતીઓમાં નોકરી મેળવી શકે માટે 15 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા,ફ્રી વાઇફાઇ, બેસવાની આરામદાયક સુવિધા,મિનરલ વોટર બુક બેંક સુવિધા શ્રેષ્ઠ વ્યવસ્થાપન સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ શ્રીસદારામ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેમાં પાટણ સહિત આસપાસના જિલ્લાની 51 જેટલી દીકરીઓ વાંચન માટે આવી રહી છે. લાઇબ્રેરીમાં જતી દરેક દીકરીઓના બાયોમેટ્રિક ફિંગર લેવામાં આવ્યા છે. ગેટ ઉપર બાયોમેટ્રિક મશીન મૂકવામાં આવ્યું છે જેમાં તેઓ ફિંગર આપ્યા બાદ જ ગેટ ખુલે છે અને તેમને પ્રવેશ મળે છે. તેમજ બહાર નીકળવા માટે પણ ફિંગર પ્રિન્ટ આપવી પડે છે. ફિંગર પ્રિન્ટ વગરની કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકતી નથી. સિસ્ટમમાં વાલીના મોબાઈલ નંબર‎એડ હોઈ તેમને પણ જાણ થાય છે‎
અગ્રણી નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે‎આજના સમયમાં દીકરીઓની સુરક્ષાને લઈને‎તમામ પરીવાર ચિંતામાં છે.જેથી કન્યા‎લાઈબ્રેરીમાં સુરક્ષાના ભાગરૂપે ફિંગરની‎વ્યવસ્થા કરી છે.ફિંગર બાદ જ લાઈબ્રેરીમાં‎પ્રવેશ મળશે. આ સાથે સાથે વાલીઓને પણ‎મેસેજથી દીકરી લાઈબ્રેરીમાં આવે અને જાય‎બન્ને સમયે મેસેજ થી જાણ કરવામાં આવે‎છે. ફિંગર પ્રિન્ટના મશીનમાં જે તે વિદ્યાર્થિનીની‎વાલીના આઈડી સાથે મોબાઈલ નંબર એડ‎કર્યો છે જેથી વિદ્યાર્થીની ફિંગર મૂકીને‎લાઇબ્રેરીમાં પ્રવેશ કરે તરત તેના વાલીને‎મેસેજથી જાણ થાય છે અને એજ રીતે ઘરે જતી‎વખતે પણ ફિંગરપ્રિન્ટ થાય તરત વાલીને‎મેસેજથી જાણ થાય છે.‎ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *