દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… પાટીલ 5 વર્ષ પૂર્ણ કરે પછી નવા પ્રમુખની નિમણૂકની ચર્ચા
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ પ્રમુખ બદલાશે તેવી વાતો વહેતી થઈ હતી. સીઆર પાટીલ મંત્રી બન્યા બાદ પણ તેમને જાહેર મંચ પરથી ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે એવી વાત કરી હતી આમ છતાં આજે પણ પ્રમુખ પદ પર સીઆર પાટીલ યથાવત છે. ત્યારે હવે 5 વર્ષ પૂર્ણ થયા બાદ નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવે તેવી ચર્ચા કમલમ કાર્યાલયમાં ચાલી રહી છે. આ સાથે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કયા વિસ્તારમાંથી આવશે તેની ચર્ચા વચ્ચે નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી જાહેર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. કારણ કે સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, વગેરે સ્થળો પર ભાજપમાં અંદરો અંદર જુથવાદ ચાલી રહ્યો છે. આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે અને ત્રિ-પાંખિયો જંગ પણ થશે એ વાત નિશ્ચિત છે માટે સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ મજબૂત કરવા માટે અને બધાં નેતાઓને સાથે લઈને ચાલે એવા નેતાને પ્રમુખ પદ મળે તેવી સંભાવના જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરની હાર અને આપની જીતથી ગુજરાત ભાજ૫ નેતૃત્વ પર સવાલો ઊભા થયા છે. સૌરાષ્ટ્રમાં સંઘ અને સંગઠનમાં મજબૂત ચહેરો હોય તેવા નેતાને ગુજરાતની કમાન સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે 20 જુલાઈના દિવસે સીઆર પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 5 વર્ષ પૂર્ણ થાય છે જેથી 20 જુલાઈ બાદ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી ચર્ચા કમલમ કાર્યાલયમાં ચાલી રહી છે. અમદાવાદમાં સરકારી શૌચાલય તોડવા અને બચાવવામાં કોને રસ હતો?
અમદાવાદમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા શૌચાલય તોડવા મામલે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. સરકારી માલમિલકતને નુકસાન પહોંચાડવા બદલ કાર્યકર્તાને બચાવવા માટે ધારાસભ્યને મેદાનમાં આવું પડ્યું હતું. જોકે આ બધી બાબતોમાં એક નહીં પરંતુ બે ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવી હોવા અંગેની ચર્ચા છે. એક ધારાસભ્ય શૌચાલયને ના તોડવા કહ્યું હતું. જેની વચ્ચે પહેલા તોડો પછી ના તોડો એવી રજૂઆત થઈ હોવાની ચર્ચા છે. એક તરફ શૌચાલય તોડવાની ઘટના સામે આવતા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે ખૂબ સારું થયું. જો કે આમાં હવે ચર્ચા એ જાગી છે કે શૌચાલય તોડવામાં હા- ના કેમ થઈ રહી હતી. ભદ્ર પાથરણાં બજાર ફરી શરૂ, અધિકારી વિરુદ્ધની ઠપકા દરખાસ્તનું સૂરસૂરિયું
અમદાવાદના મધ્ય વિસ્તારમાં લાલ દરવાજામાં ટ્રાફિક સમસ્યા અને દબાણને લઈને ભદ્ર પાથરણાં બજાર ભાજપના નેતાઓ દ્વારા બંધ કરાવવામાં સફળતા મેળવી હતી. 15 દિવસથી વધુ સમય પાથરણાં બજાર બંધ રહ્યું. પરંતુ ભાજપના નેતાઓની વધારે કોઈ શરમ રાખ્યા વિના હવે ફરી એકવાર પાથરણા બજાર ધમધોકાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે ભાજપના નેતાઓને પણ રસ ના હોય તેમ બજાર ચાલુ હોવા અંગેની જાણ હોવા છતાં પણ અધિકારીઓને કંઈ કહેતા નથી અને પોતે પણ કંઈ બોલતા નથી. ત્યારે ધમધોકાર બજાર ચાલતી હતી ત્યારે તેને બંધ કરવા માટે અધિકારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત લાવવામાં આવી હતી. જોકે હવે જ્યારે ફરી બજાર શરૂ થઈ ગયું છે છતાં પણ ભાજપના નેતાઓને કોર્પોરેટરો આ બાબતે હવે ચૂપ થઈ ગયા છે. AMCના અલગ અલગ વોર્ડમાં ખાડા પૂરવામાં ભેદભાવની નીતિ!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને શહેરમાં પડેલા ખાડાના કારણે પ્રજાને પડતી હાલાકીને લઈને ચિંતા જેવું નથી. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ખાડાઓ પડ્યા છે. પશ્ચિમના પણ અનેક વિસ્તારો ખાડાથી ભરાયેલા છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓ અને કેટલાક ખાસ હોદ્દેદારોના જ વોર્ડમાં ખાડા પૂરી રહ્યા છે. કેટલા ઇજનેરો તો એટલા બધા વ્હાલા થવા ગયા છે કે ખાડો પડ્યો હોય તો આખો નવો રોડ પણ બનાવી આપ્યો છે. જોકે પ્રજા માટે સારું છે પરંતુ ખાસ જગ્યાએ જ કામગીરી થાય છે. શહેરના અનેક વિસ્તારો ખાડાગ્રસ્ત છે પરંતુ ઇજનેરો તો મ્યુનિસિપલ કમિશનરના ખાડા પૂરવાની સૂચનાનો અમલ કરવાની જગ્યાએ ભાજપના નેતાઓના ઘરની આજુબાજુના ખાડાઓ જલ્દી પૂરી રહ્યા છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તો નિમાયા, ટીમની રચના ક્યારે?
ગુજરાત ભાજપ દ્વારા શહેર અને જિલ્લામાં પ્રમુખોની નિમણૂક કરી દીધી છે અને કેટલાંક જિલ્લા – શહેરમાં નવી સંગઠનની ટીમો પણ બનાવી દીધી છે. જોકે અમદાવાદ શહેરમાં નવી સંગઠનની ટીમની હજી જાહેરાત થઈ નથી. નવી સંગઠનની ટીમમાં જુના એક પણ હોદ્દેદારને રીપીટ નહીં કરવામાં આવે તેવી ચર્ચા જાગી છે. મહામંત્રીથી લઈને મંત્રી તેમજ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો બનવા માટે ઉચ્ચ નેતાઓ સાથે લોબિંગ કરી રહ્યા છે પરંતુ જૂના એક પણ નેતાઓને ફરીથી નવી ટીમમાં સ્થાન આપવામાં નહીં આવે તેવી ચર્ચા જાગી છે. નવા નીમાયેલા પ્રમુખ ખૂબ સટીક રીતે અને જુના હોદ્દેદારોથી લઈને કાર્યકર્તાઓ તમામને એક બાદ એક મળી રહ્યા છે ત્યારે હવે નવી ટીમમાં કોને સ્થાન મળે છે તે લગભગ હજી સુધી નિશ્ચિત નથી. નેતાજીની ઈચ્છાથી અમદાવાદમાં 100 મીટરમાં AMTSના બે બસસ્ટેન્ડ
અમદાવાદમાં સિટી બસ તરીકે દોડતી AMTS બસના બસ સ્ટેન્ડ એકથી બે કિલોમીટરના અંતરની વચ્ચે હોય છે. જોકે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં માત્ર 100 મીટરના અંતરમાં બે બસ સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યા છે. દુકાનોની આગળ રહેલા બસ સ્ટેન્ડને દૂર કરવા માટે ભાજપના કેટલાક નેતા અને દુકાનોના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેથી સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે બસ સ્ટેન્ડ અહીંયાથી દૂર ન કરવામાં આવે નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી હતી. ધારાસભ્યની ઓફિસે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ મોટા બસ સ્ટેન્ડની જગ્યાએ દુકાનની આગળ એક થાંભલો અને બે લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથેનું બસ સ્ટેન્ડ કર્યું અને મોટું બસ સ્ટેન્ડ દુકાનોથી થોડા અંતરના આગળે બનાવવા માટે કહી દેવામાં આવ્યું છે. નેતાઓએ ભેગા મળીને બસ સ્ટેન્ડને દૂર કરાવ્યું અને થોડા જ અંતરમાં બે બસ સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે.