રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિ આવેલી છે. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ એમ 11 જિલ્લાની 5000થી વધુ ખાનગી સ્કૂલોની ફી નક્કી થાય છે. હાલ ચેરમેનની જગ્યા છેલ્લા 5 મહીનાથી ખાલી છે, જેના કારણે સૌરાષ્ટ્રની 650 સ્કૂલોની ફી વધારા માટે નિર્ણય અટકેલો હોવાનું સામે આવ્યું છે, જેની સીધી અસર સૌરાષ્ટ્રના 2 લાખ કરતા વધુ વાલીઓ પર જોવા મળી રહી છે. 31 જાન્યુઆરી, 2025ના રોજ પી.જે.અગ્રાવત દ્વારા ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યા બાદ હજુ સુધી નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. ફી નિયમન સમિતિમાં ચેરમેન તરીકે નિવૃત જજની નિમણૂક આપવામાં આવતી હોય છે, જે હાલ સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા 5 મહિનાથી ખાલી પડી છે. જ્યારે હાલ સૌરાષ્ટ્રની FRCમાં સભ્યોની અંદર શિક્ષણવિદ મુકુંદરાય મહેતા, શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે પ્રભુભાઈ સિંધવ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાર્દિક વ્યાસ અને સિવિલ એન્જિનિયર તરીકે પ્રવીણ વસાણીયા કાર્યરત છે. જેઓને એક મિટિંગ દીઠ રૂ.3500 આપવામાં આવે છે. ફી નિયમન સમિતિના ચેરમેન તરીકે તેમની પસંદગી કરવામાં આવે છે. જેમની ઉંમર 62 વર્ષથી વધુ ન હોય અને તેઓ હાઇકોર્ટના નિવૃત્ત જજ હોવા જોઈએ. જે ક્રાઈટ એરિયામાં વ્યક્તિઓ મળવા મુશ્કેલ બનતા હોય તેવું લાગી રહ્યું છે. સેશન્સ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હોય તો તેઓને પણ ચેરમેન તરીકે રાખી શકાતા નથી. મારી દીકરીની ધો.12ની ફી અચાનક 7 હજાર વધી ગઈઃ મયુર શાહ
વાલી મયુર શાહે જણાવ્યું હતું કે, મારી દીકરીની ધોરણ 11માં ફી રૂ.35,000 હતી, જે અચાનક વધારી ધોરણ 12માં રૂપિયા રૂ.42,000 કરી નાખવામાં આવી છે. વિદ્યાર્થીઓને શિક્ષણની કોઈપણ પ્રકારની વધુ સવલત આપ્યા વિના ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ફી રેગ્યુલેશન કમિટીથી ફી રેગ્યુલેશનમાં પારદર્શકતા અને વિદ્યાર્થીઓને કઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે તે યોગ્ય રીતે તપાસવામાં આવતું નથી. ખાનગી સ્કૂલોમાં ફી વધતી જાય છે, પરંતુ વિદ્યાર્થીઓને આપવામાં આવતી ફેસિલિટીમાં કોઈ વધારો થતો નથી. ‘સરકાર રાજકીય કાર્યક્રમોના તાયફાઓ કરવાને બદલે શિક્ષણ પાછળ પણ ખર્ચ કરે’
તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષ 2017માં ફી રેગ્યુલેશન કમિટી બનાવી અને તે વખતે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની ફી અનુક્રમે રૂ.15000, રૂ.27000 અને રૂ.30000 જાહેર કરવામાં આવી હતી, તેનાથી ત્રણથી ચાર ગણી ફી હાલ ખાનગી સ્કૂલો દ્વારા વસૂલવામાં આવી રહી છે. GST, મોટો વેરો વસુલતી સરકારને એટલી જ વિનંતી છે કે રાજકીય કાર્યક્રમોના તાયફાઓ પાછળ ખર્ચ કરવાને બદલે શિક્ષણ પાછળ પણ ખર્ચ કરવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા સરકારી સ્કૂલોને અદ્યતન બનાવવી જોઈએ. જો આવું થશે તો તમામ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલોને બદલે સરકારી સ્કૂલોમાં જ અભ્યાસ કરશે. ફી વધારો કરવાની દરખાસ્તની ફાઈલો 5 વર્ષથી પેન્ડિંગઃ પ્રમુખ
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, FRC (ફી રેગ્યુલેશન કમિટી)ના નિયમ મુજબ જ્યાં સુધી ચેરમેનની હાજરી ન હોય ત્યાં સુધી એક પણ ઓર્ડર આપી શકાતો નથી. આ વખતે ફી નિયમન સમિતિ સમક્ષ સૌરાષ્ટ્રની 5200 જેટલી ખાનગી સ્કૂલોએ વર્ષ 2025-26ની ફી વધારવા માટે અરજી કરી હતી, પરંતુ આ વખતે પરિસ્થિતિ એવી થઈ છે કે તેઓને ઓર્ડર આપી શકાયા નથી. જે પછી એવો નિર્ણય લેવાયો કે જે ખાનગી સ્કૂલો દ્વારા એફિડેવિટ કરવામાં આવી છે, જે સ્કૂલોની ફી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂ.15000, રૂ.27000, રૂ.30,000થી વધુ નથી તો તેઓના ઓર્ડર જૂની ફી પ્રમાણે કરી દેવા. હાલની તારીખે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જે ખાનગી સ્કૂલો દ્વારા ફી વધારો કરવા માટે દરખાસ્ત કરેલી છે તેવી 650 સ્કૂલોની ફાઈલો છેલ્લા પાંચ મહિનાથી પેન્ડિંગ છે. આ માટે અમે સરકારને લેખિત તથા મૌખિક ત્રણથી ચાર વખત રજૂઆત કરેલી છે કે, રાજકોટમાં બેસતી સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિમાં ચેરમેનની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે કારણ કે ફી ને લઇને વાલીઓ અને સંચાલકો બન્ને વચ્ચે મુશ્કેલી ઊભી થઇ રહી છે. ‘અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ 5થી 8% વધારાની મંજૂરી આપવામાં આવે’
તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારને અગાઉ ચાર વખત રજૂઆત કરવામાં આવી છે. જેમાં શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે, FRC એક્ટ વર્ષ 2017થી અમલમાં આવેલો છે. જેના આઠ વર્ષ પછી એટલે કે, વર્ષ 2025માં ફીના ક્રાઇટ એરિયામાં જે લિમિટ બાંધવામાં આવી છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજા રાજ્યોમાં જ્યાં FRCનો એક્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ ખાનગી સ્કૂલોને 5થી 8%નો ફી વધારો કરવો હોય તો તેને FRCમાં આવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ‘સરકારે મોંઘવારી વધારા સાથે ફી વધારો કરવો જોઈએ’
જો આ પ્રકારનો નિયમ કરવામાં આવે તો જે રીતે ગુજરાતના ચાર ઝોન એટલે કે, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં ફાઈલોના ઢગલા થાય છે અને દરેકના સમય, શક્તિ અને પૈસાનો બગાડ થાય છે એ બચી શકે તેમ છે. જો આમ પણ ન કરવું હોય તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જે મોંઘવારી દરમાં વધારો કરવામાં આવે છે, એટલો ફી વધારો કરવાની મંજૂરી આપે તો ખાનગી સ્કૂલોને FRC સમક્ષ આવવાની જરૂર નથી. માત્ર લેટરપેડ ઉપર લખીને આપવાનું રહે કે આ વર્ષનો મોંઘવારી વધારો 4% છે, જેને ધ્યાનમાં રાખી અમે ફી માં 4%નો વધારો કર્યો છે. જો આવું થાય તો ફાઈલો બનાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ‘સ્કૂલોને દર વર્ષે એફિડેવિટનો 50 લાખનો ખર્ચ થાય છે’
તેમણે અંતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 16,000 જેટલી સ્કૂલો છે, જે સ્કૂલો પાસે દર વર્ષે એફિડેવિટ કરાવવામાં આવે છે. જેમાં એક એફિડેવિટના રૂ.300 થઈ ગયા છે. જેમાં રૂ.50 લાખનો ખર્ચ માત્ર સ્ટેમ્પ પેપરનો થાય છે. જેથી ગુજરાતમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હરિયાણાની જેમ અમુક ટકા નક્કી કરવામાં આવે કે જેનાથી વધુ ફી કોઈ સ્કૂલ દ્વારા લેવામાં આવતી હોય તો તેવી સ્કૂલોને જ ફી નિયમન સમિતિ સમક્ષ આવવું પડે. બાકીની સ્કૂલો લેટરપેડ ઉપર લખી આપી શકે, જેનાથી કામ ઘટી જશે. ભવિષ્યમાં કદાચ એવું પણ બને કે આખા ગુજરાતમાં ચાર ઝોનને બદલે માત્ર એક અમદાવાદમાં જ ફી નિયમન સમિતિ રાખવી પડે. ચેરમેનની ત્વરિત નિમણૂકની માગ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ચુકી છે. હાલમાં ફીને લઈને સંચાલકો અને વાલીઓ બન્ને દુવિધામાં મુકાયા છે. જો કે, આ બધા વચ્ચે વાલીઓ જ મોટા ભાગે પીસાતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, સ્કૂલ દ્વારા ફી વધારવામાં આવેલ હોવા અંગે વાલીઓને જાણ કરી દેવામાં આવી છે. પરંતુ FRC દ્વારા આ ફી મંજુર કરવામાં આવશે કે કેમ? તે સૌથી મોટો સવાલ છે. ત્યારે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે ચેરમેનની ત્વરિત નિમણૂક કરવામાં આવે તો લાખો વાલીઓને સ્પર્શતો પ્રશ્ન હલ થઇ શકે તેમ છે. માટે સંચાલકો દ્વારા પણ જલ્દીથી આ અંગે નિર્ણય કરી ચેરમેનની નિમણૂક કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.