‘દિલબર’ ગર્લ નોરા ફતેહી રવિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી, જ્યાં તે રડતી જોવા મળી હતી. નોરા એરપોર્ટ પર આંસુ લૂછતી પ્રવેશી રહી હતી ત્યારે તેના બોડીગાર્ડે તેની નજીક આવેલા એક ફેનને ધક્કો માર્યો. વીડિયો સામે આવ્યાના થોડા સમય પહેલાં, નોરાએ સોશિયલ મીડિયા પર તેના નજીકના કોઈના મૃત્યુનો સંકેત આપ્યો હતો. રવિવારે, નોરા ફતેહીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સ્ટોરી શેર કરી અને લખ્યું, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલાયહી રાજીઅન. જોકે, નોરાએ તેની પોસ્ટમાં કોઈપણ વ્યક્તિ સાથે સંબંધિત કોઈ માહિતી સીધી આપી નથી. આ પોસ્ટ પછી થોડી વારમાં, નોરા મુંબઈ એરપોર્ટ પહોંચી. કાળા કપડાં પહેરેલી નોરા ખૂબ જ રડતી જોવા મળી. તે વારંવાર પોતાના આંસુ લૂછી રહી હતી અને તેની ટીમ પણ ગભરાઈ ગઈ હતી. કારમાંથી ઉતર્યા પછી નોરા એરપોર્ટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે, ત્યારે એક ફેન તેની નજીક જઈને ફોટો પાડવાનો પ્રયાસ કર્યો. આ જોઈને, બોડીગાર્ડ ઝડપથી આગળ આવ્યો અને તે વ્યક્તિને એક્ટ્રેસના રસ્તામાંથી ધક્કો મારીને દૂર કર્યો અને પછી પાછળ ફરીને જોરથી બૂમો પાડી. એરપોર્ટ પરથી સામે આવેલા વીડિયોને જોઈને અંદાજ લગાવી શકાય છે કે નોરાએ રવિવારે પોતાના કોઈ નજીકના વ્યક્તિને ગુમાવ્યો છે, ત્યાં પહોંચવા માટે તે મુંબઈથી નીકળી હોઈ શકે છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, નોરા ટૂંક સમયમાં તમિલ ફિલ્મ ‘કંચના 4’માં જોવા મળશે. આ ઉપરાંત, તે કન્નડ સિનેમામાં ફિલ્મ KD- ધ ડેવિલથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે છેલ્લે આ વર્ષે રિલીઝ થયેલી નેટફ્લિક્સ સિરીઝ ‘ધ રોયલ્સ’માં જોવા મળી હતી.
’દિલબર’ ગર્લ નોરા ફતેહી રવિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી, જ્યાં તે રડતી જોવા મળી હતી. નોરા એરપોર્ટ પર આંસુ લૂછતી પ્રવેશી રહી હતી ત્યારે તેના બોડીગાર્ડે તેની નજીક આવેલા એક ફેનને ધક્કો માર્યો. વીડિયો સામે આવ્યાના થોડા સમય પહેલાં, નોરાએ સોશિયલ મીડિયા પર તેના નજીકના કોઈના મૃત્યુનો સંકેત આપ્યો હતો. રવિવારે, નોરા ફતેહીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સ્ટોરી શેર કરી અને લખ્યું, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલાયહી રાજીઅન. જોકે, નોરાએ તેની પોસ્ટમાં કોઈપણ વ્યક્તિ સાથે સંબંધિત કોઈ માહિતી સીધી આપી નથી. આ પોસ્ટ પછી થોડી વારમાં, નોરા મુંબઈ એરપોર્ટ પહોંચી. કાળા કપડાં પહેરેલી નોરા ખૂબ જ રડતી જોવા મળી. તે વારંવાર પોતાના આંસુ લૂછી રહી હતી અને તેની ટીમ પણ ગભરાઈ ગઈ હતી. કારમાંથી ઉતર્યા પછી નોરા એરપોર્ટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે, ત્યારે એક ફેન તેની નજીક જઈને ફોટો પાડવાનો પ્રયાસ કર્યો. આ જોઈને, બોડીગાર્ડ ઝડપથી આગળ આવ્યો અને તે વ્યક્તિને એક્ટ્રેસના રસ્તામાંથી ધક્કો મારીને દૂર કર્યો અને પછી પાછળ ફરીને જોરથી બૂમો પાડી. એરપોર્ટ પરથી સામે આવેલા વીડિયોને જોઈને અંદાજ લગાવી શકાય છે કે નોરાએ રવિવારે પોતાના કોઈ નજીકના વ્યક્તિને ગુમાવ્યો છે, ત્યાં પહોંચવા માટે તે મુંબઈથી નીકળી હોઈ શકે છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, નોરા ટૂંક સમયમાં તમિલ ફિલ્મ ‘કંચના 4’માં જોવા મળશે. આ ઉપરાંત, તે કન્નડ સિનેમામાં ફિલ્મ KD- ધ ડેવિલથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે છેલ્લે આ વર્ષે રિલીઝ થયેલી નેટફ્લિક્સ સિરીઝ ‘ધ રોયલ્સ’માં જોવા મળી હતી.
