P24 News Gujarat

રાજાના પરિવારે શિલોંગ- દિલ્હીમાં 3 વકીલો રાખ્યા:કોર્ટમાં સોનમ-રાજનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરશે; ભાઈએ કહ્યું- હત્યા પાછળનું કારણ જાણવું જરુરી છે

ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યાના આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી સાથે હવે શિલોંગ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે. આ માટે રાજાના પરિવારે 3 વકીલો રાખ્યા છે. જો હાઇકોર્ટમાં અપીલ ફગાવી દેવામાં આવશે તો પરિવાર સુપ્રીમ કોર્ટમાં પણ જશે. ખરેખરમાં, રાજાનો પરિવાર હજુ પણ તેની હત્યા પાછળનું કારણ શોધી રહ્યો છે. પરિવાર માને છે કે નાર્કો ટેસ્ટ દ્વારા જ આરોપી જણાવશે કે હત્યા પાછળનું કારણ શું હતું. રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું- હું આ અઠવાડિયે શિલોંગ જઈશ અને આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરીશ. હત્યામાં કોઈ મોટું નેટવર્ક હોવાની શંકા વિપિને કહ્યું- સોનમ અને રાજે મારા ભાઈ રાજાને કેમ માર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. મને શંકા છે કે આમાં કોઈ મોટું નેટવર્ક સામેલ છે. નાર્કો ટેસ્ટથી આ નેટવર્કનો ખુલાસો થશે અને કારણ પણ સામે આવશે. કોઈક રીતે મને લાગે છે કે તેમણે કોઈ વકીલ કે પોલીસની સલાહ લીધી હશે અથવા રાજાને મારવા માટે કોઈ તાંત્રિક વિધિ કરી હશે. તેમનું નેટવર્ક મોટું છે, જે બહાર આવી રહ્યું નથી. હું આ અઠવાડિયે મંગળવાર અને શનિવારની વચ્ચે પહેલા દિલ્હી અને પછી ત્યાંથી શિલોંગ જઈશ. વિપિન રઘુવંશીએ કહ્યું- મેઘાલય પોલીસ નાર્કો ટેસ્ટ કરાવવા માંગતી નથી, અમને તેનાથી કોઈ વાંધો નથી. પોલીસે કેસની સંપૂર્ણ તપાસ કરી છે. 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની કાર્યવાહી પર કોઈ શંકા નથી. હું તેમના કામથી સંતુષ્ટ છું. પરંતુ હું એક ભાઈ તરીકે મારી ફરજ નિભાવીશ. સોનમે દગો કર્યો વિપિને કહ્યું- અમે રાજાને બાળપણથી ઉછેર્યો. તેનું આખું બાળપણ જોયું. ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન કર્યા. અમે તેના લગ્નથી ખૂબ ખુશ હતા, પરંતુ તે હનીમૂનમાંથી ગુમ થયા પછી બધું બદલાઈ ગયું. પછી અમને તેના મૃત્યુની ખબર પડી. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે રાજા સાથે આવું થશે. સોનમે દગો કર્યો. જો રાજાનું અકસ્માતમાં મૃત્યુ થયું હોત, તો અમે આજે જેટલા દુઃખી છીએ તેટલા દુઃખી ન હોત. 6 જુલાઈના રોજ, દેવશયની અગિયારસના દિવસે, આખા પરિવારે તેમના માટે ઉપવાસ પણ કર્યા. વિપિને કહ્યું કે રાજાના લગ્ન સમયે ઘરના દરવાજા પર જે તોરણ લગાવવામાં આવ્યું હતું તે આજે પણ ત્યાં લાગેલું છે. લગ્ન પછી તેનો રૂમ શણગારવામાં આવ્યો હતો, આજે પણ એ જ રીતે શણગારેલો છે. જ્યાં સુધી રાજાને ન્યાય ન મળે, જ્યાં સુધી અમને તેની હત્યાનું કારણ ખબર ન પડે ત્યાં સુધી અમે શાંતીથી બેસીશું નહીં. સોનમના ભાઈ પાસેથી લગ્નનો ફોટો માંગ્યો
વિપિને કહ્યું- સોનમના ભાઈ ગોવિંદે કહ્યું હતું કે હું તમારી સાથે છું. તેમણે કહ્યું હતું કે રાજાને ન્યાય મળશે. જો તે પોતાની વાત પર મક્કમ રહેશે તો આપણને કોઈ સમસ્યા નહીં થાય. જો તે લોકો બદલાઈ જશે તો એવું જ થશે જે રીતે સોનમે અમારી સાથે દગો કર્યો છે. ગોવિંદે જે કરવું હોય કે કરે પણ તે અમને આપેલું વચન તોડે નહીં. મેં થોડા દિવસ પહેલા ગોવિંદ સાથે વાત કરી હતી. અમે તેની પાસે રાજા અને સોનમના લગ્નના ફોટાવાળી પેન ડ્રાઇવ માંગી હતી. તેમાં રાજાની ઘણી યાદો છે. કદાચ આપણને તે ફોટામાં કોઈ સંકેત કે કોઈ કડી મળે.

​ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યાના આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી સાથે હવે શિલોંગ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે. આ માટે રાજાના પરિવારે 3 વકીલો રાખ્યા છે. જો હાઇકોર્ટમાં અપીલ ફગાવી દેવામાં આવશે તો પરિવાર સુપ્રીમ કોર્ટમાં પણ જશે. ખરેખરમાં, રાજાનો પરિવાર હજુ પણ તેની હત્યા પાછળનું કારણ શોધી રહ્યો છે. પરિવાર માને છે કે નાર્કો ટેસ્ટ દ્વારા જ આરોપી જણાવશે કે હત્યા પાછળનું કારણ શું હતું. રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું- હું આ અઠવાડિયે શિલોંગ જઈશ અને આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરીશ. હત્યામાં કોઈ મોટું નેટવર્ક હોવાની શંકા વિપિને કહ્યું- સોનમ અને રાજે મારા ભાઈ રાજાને કેમ માર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. મને શંકા છે કે આમાં કોઈ મોટું નેટવર્ક સામેલ છે. નાર્કો ટેસ્ટથી આ નેટવર્કનો ખુલાસો થશે અને કારણ પણ સામે આવશે. કોઈક રીતે મને લાગે છે કે તેમણે કોઈ વકીલ કે પોલીસની સલાહ લીધી હશે અથવા રાજાને મારવા માટે કોઈ તાંત્રિક વિધિ કરી હશે. તેમનું નેટવર્ક મોટું છે, જે બહાર આવી રહ્યું નથી. હું આ અઠવાડિયે મંગળવાર અને શનિવારની વચ્ચે પહેલા દિલ્હી અને પછી ત્યાંથી શિલોંગ જઈશ. વિપિન રઘુવંશીએ કહ્યું- મેઘાલય પોલીસ નાર્કો ટેસ્ટ કરાવવા માંગતી નથી, અમને તેનાથી કોઈ વાંધો નથી. પોલીસે કેસની સંપૂર્ણ તપાસ કરી છે. 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની કાર્યવાહી પર કોઈ શંકા નથી. હું તેમના કામથી સંતુષ્ટ છું. પરંતુ હું એક ભાઈ તરીકે મારી ફરજ નિભાવીશ. સોનમે દગો કર્યો વિપિને કહ્યું- અમે રાજાને બાળપણથી ઉછેર્યો. તેનું આખું બાળપણ જોયું. ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન કર્યા. અમે તેના લગ્નથી ખૂબ ખુશ હતા, પરંતુ તે હનીમૂનમાંથી ગુમ થયા પછી બધું બદલાઈ ગયું. પછી અમને તેના મૃત્યુની ખબર પડી. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે રાજા સાથે આવું થશે. સોનમે દગો કર્યો. જો રાજાનું અકસ્માતમાં મૃત્યુ થયું હોત, તો અમે આજે જેટલા દુઃખી છીએ તેટલા દુઃખી ન હોત. 6 જુલાઈના રોજ, દેવશયની અગિયારસના દિવસે, આખા પરિવારે તેમના માટે ઉપવાસ પણ કર્યા. વિપિને કહ્યું કે રાજાના લગ્ન સમયે ઘરના દરવાજા પર જે તોરણ લગાવવામાં આવ્યું હતું તે આજે પણ ત્યાં લાગેલું છે. લગ્ન પછી તેનો રૂમ શણગારવામાં આવ્યો હતો, આજે પણ એ જ રીતે શણગારેલો છે. જ્યાં સુધી રાજાને ન્યાય ન મળે, જ્યાં સુધી અમને તેની હત્યાનું કારણ ખબર ન પડે ત્યાં સુધી અમે શાંતીથી બેસીશું નહીં. સોનમના ભાઈ પાસેથી લગ્નનો ફોટો માંગ્યો
વિપિને કહ્યું- સોનમના ભાઈ ગોવિંદે કહ્યું હતું કે હું તમારી સાથે છું. તેમણે કહ્યું હતું કે રાજાને ન્યાય મળશે. જો તે પોતાની વાત પર મક્કમ રહેશે તો આપણને કોઈ સમસ્યા નહીં થાય. જો તે લોકો બદલાઈ જશે તો એવું જ થશે જે રીતે સોનમે અમારી સાથે દગો કર્યો છે. ગોવિંદે જે કરવું હોય કે કરે પણ તે અમને આપેલું વચન તોડે નહીં. મેં થોડા દિવસ પહેલા ગોવિંદ સાથે વાત કરી હતી. અમે તેની પાસે રાજા અને સોનમના લગ્નના ફોટાવાળી પેન ડ્રાઇવ માંગી હતી. તેમાં રાજાની ઘણી યાદો છે. કદાચ આપણને તે ફોટામાં કોઈ સંકેત કે કોઈ કડી મળે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *