દેશભરમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. સોમવારે દેશભરના તમામ રાજ્યોમાં વરસાદ ચાલુ છે. દિલ્હીના NH-48 પર ઘણી જગ્યાએ બે કિમી લાંબો જામ છે. કલાકો સુધી વાહનો અટવાઈ રહ્યા છે. પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલુ છે. આ કારણે બદ્રીનાથ માર્ગ ઘણી જગ્યાએ બંધ છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે. શહડોલમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો. તેના કારણે 3000 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા અને રેલવે સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું. 10 ફોટામાં વરસાદથી થયેલી તબાહી જુઓ… દિલ્હી: રસ્તાઓ પાણીથી ભરાયા, NH-48 પર લાંબો ટ્રાફિક જામ સોમવારે સવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેનાથી ગરમીથી રાહત મળી. જોકે, કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા, જેના કારણે શાળાએ જતા બાળકો અને ઓફિસ જનારાઓને મુશ્કેલી પડી. NH-48 પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ઘણી જગ્યાએ બે કિમી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉત્તરાખંડ: ભારે વરસાદ ચાલુ, ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ રસ્તો બંધ ઉત્તરાખંડના ચાર જિલ્લાઓ, ટિહરી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ અને ચમોલીમાં 7-8 જુલાઈના રોજ ભૂસ્ખલન માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવના છે. સોમવારે ભારે વરસાદને કારણે શ્રીનગર અને ચમોલી નજીક ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, જેના કારણે બદ્રીનાથ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ: જબલપુરમાં બરગી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા, ભારે વરસાદને કારણે શહડોલમાં પાણી ભરાયા ગુજરાત: નવસારીમાં પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધ્યું, કચ્છમાં પણ ભારે વરસાદ ગુજરાતના નવસારી અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે નવસારીમાં પૂર્ણા નદીમાં પૂર આવ્યું છે. સાથે જ રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. આ ઉપરાંત કચ્છમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે.