Navpancham Rajyog 2025: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમયાંતરે પોતાની સ્થિતિ બદલે છે અને તેની અસર 12 રાશિઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને વૈભવ, સંપત્તિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. હાલમાં શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં વિરાજમાન છે અને 26 જુલાઈ સુધી અહીં જ રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 7 જુલાઈ એટલે કે આજે શુક્ર અને યમે નવપંચમ યોગનું નિર્માણ કર્યું છે. જ્યોતિષમાં આ યોગને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવ્યો છે. વાસ્તવમાં 7 જુલાઈના રોજ સવારે 6:36 વાગ્યે, શુક્ર અને યમ એકબીજાથી 120 ડિગ્રી પર આવી ગયા છે, જેના કારણે નવપંચમ યોગ બનશે.
