P24 News Gujarat

‘મિસ યુ ભાઈ, પાછો આવી જા’:’અક્ષયને ખૂબ તાવ ચડ્યો, ખેંચ આવી ને ભૂવાજીએ ચાંદલો કરી દીધો’; નાનકડી માખીએ ગોધરામાં ત્રણ બાળકનો ભોગ લીધો

આઠ વર્ષનો અક્ષય, મારો પૌત્ર થાય. અક્ષય બપોરે સ્કૂલથી આવ્યો. સાંજ સુધી ભાઈ-બહેન સાથે રમ્યો. રાત્રે અમે બધાં સાથે જમ્યાં. દસ વાગ્યા હશે ત્યાં અક્ષયને તાવ આવ્યો. ઠંડી ચડી. અચાનક ખેંચ આવવા લાગી. અમને થયું કે ક્યાંક કુંડાળામાં પગ આવી ગયો હશે. અમે અક્ષયને ભૂવા પાસે લઈ ગયા. ભૂવાએ તિલક કરી દીધું. પછી ઘરે આવી ગયા. આઠ વર્ષના અક્ષયના દાદા દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી રહ્યા છે. ઘટના એવી છે કે ગોધરા તાલુકાના ગામોમાં દર વર્ષે ચોમાસામાં સેન્ડફ્લાય માખીના કારણે ચાંદીપુરા વાઇરસ ફેલાય છે. આ વાઇરસ બાળકો પર એટેક કરે છે. ગોધરા તાલુકાના ખજૂરી, ડોકવા અને હાલોલ ગામનાં ત્રણ બાળકનાં ટપોટપ મોત થયાં. મોત થવાની ઘટના પણ દર વર્ષે બને છે. નથી આરોગ્ય વિભાગ જાગતો, નથી સ્થાનિક ડોક્ટરો જાગતા. ગામના લોકોનો વાંક એ છે કે કોઈ બાળક બીમાર પડે તો દવાખાને લઈ જવાના બદલે ભૂવા-ભારાડી પાસે લઈ જાય છે.
દિવ્ય ભાસ્કરની ટીમ ચાંદીપુરા વાઇરસથી મૃત્યુ પામનારાં બાળકોનાં પરિવારજનોને મળવા ગોધરાના ખજૂરી અને ડોકવા ગામે પહોંચી. પરિવારની હાલત કેવી છે? આ ગામોમાં આરોગ્યની સ્થિતિ કેવી છે, આરોગ્ય વિભાગ શું કરે છે? એ જાણવા માટે વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ… ગોધરાના અંતરિયાળ ગામો અને એકદમ કાચાં મકાન. એવાં મકાન કે ઈંટો દેખાય. સિમેન્ટનું પ્લાસ્ટર પણ ન હોય. અમુક મકાનો તો માટીથી લીંપેલાં હતાં. એમાં પણ કેટલાંક મકાનોમાં મોટીમાં તિરાડ દેખાતી હતી. બે ઈટો વચ્ચેની તિરાડ કે માટીનાં મકાનોની તિરાડ એ જ સેન્ડફ્લાય માખીનું રહેઠાણ છે. રેતીના કણોની વચ્ચે રહેતી માખી છે એટલે જ એને સેન્ડફ્લાય કહે છે. આ માખી કરડે એટલે ચાંદીપુરા વાઇરસ લાગુ પડે. દિવ્ય ભાસ્કરની ટીમ પહેલા ગોધરા તાલુકાના ડોકવા ગામે પહોંચી. આ ગામ ગોધરાથી 17 કિલોમીટર દૂર છે. અક્ષયના દાદા બોલ્યા, પહેલા અમે તેને ભૂવા પાસે લઈ ગયા
ડોકવા ગામમાં 8 વર્ષના અક્ષય મકવાણાનું ચાંદીપુરા વાઇરસથી મોત થયું હતું. દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે અક્ષયના દાદા પુરુષોત્તમભાઈ ફળિયામાં જ બેઠા હતા. તેમને અમે પૂછ્યું કે અક્ષયને શું થયું હતું ? ત્યારે અક્ષયના દાદા જણાવે છે કે અમારો દીકરો સવારે સ્કૂલે ગયો હતો. બપોર પછી ઘરે આવી ગયો. તે બીજા ધોરણમાં ભણે છે. સ્કૂલથી આવીને તે ભાઈ-બહેન સાથે રમ્યો અને સાંજે અમે લોકો બધાં સાથે જમ્યાં. રાત્રે દસ વાગ્યાની આસપાસ અક્ષયને તાવ ચડ્યો અને ઠંડી લાગવા માંડી. પેટમાં દુખતું હોવાનું પણ કહેતો હતો. થોડીવાર રહીને અક્ષયને ખેંચ આવવા લાગી એટલે અમને થયું કે ક્યાંક કુંડાળામાં આનો પગ પડી ગયો હશે એટલે અમે અહીં બાજુમાં રહેતા ભૂવાજી પાસે ગયા અને કહ્યું કે અમારા દીકરાને ખેંચ આવે છે. ભૂવાજીએ ચાંદલો કરી દીધો અને અમે ઘરે આવતા રહ્યા. એ પછી પણ અક્ષયને તાવ વધતો જ ગયો અને માથામાં પણ દુ:ખાવો વધવા લાગ્યો એટલે અમે રાત્રે પ્રાઇવેટ વાહન કરીને ગોધરા લઈ ગયા. સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો તો ડોક્ટરો એને દવા અને ઇન્જેક્શન આપ્યાં, પણ સારું ન થતાં અહીંથી ડોક્ટરે કહ્યું કે તમારે અક્ષયને વડોદરા લઈ જવો પડશે. અમને અહીંથી એમ્બ્યુલન્સ પણ કરી આપી અને અમે અમારા દીકરાને લઈને વડોદરા લઈ ગયા. અહીં પણ ડોક્ટરોએ ખૂબ મહેનત કરી પણ એનો તાવ વધતો જ ગયો અને કાબૂમાં ન રહ્યો ને અક્ષય બચ્યો નહીં. અક્ષયના પિતાએ કહ્યું, મારી આટલી ઉંમર થઈ, પણ ગામમાં આરોગ્યની ટીમ આવી નથી
અક્ષયના પિતા નરવતભાઈ મકવાણા પણ ત્યાં હાજર હતા. તેની સાથે અમે વાત કરી. અમે તેમને પૂછ્યું કે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આ અગાઉ તમારા ગામમાં મેડિકલ તપાસ માટે કોઈ ડોક્ટર કે આરોગ્ય અધિકારી આવ્યા છે કે નહીં? તો મૃતક અક્ષયના પિતા જણાવે છે કે મારી આટલી મોટી ઉંમર થઈ અને મેં મારા ગામની અંદર કોઈપણ જાતની આરોગ્યની ટીમ કે તપાસ કરવા આવતા ડોક્ટરો જોયા નથી. પણ મારા દીકરાનું મૃત્યુ થઈ ગયા પછી મારા ઘરમાં આરોગ્ય વિભાગ તરફથી દવાનો છંટકાવ કરવા માટે એક ટીમ આવી હતી. બસ, એકવાર દવા છાંટીને ગયા એ ગયા. પછી તો કોઈ જોવા પણ નથી આવ્યું. હજુ મારા ઘરમાં બીજાં નાનાં બાળકો છે એટલે ડર તો લાગે છે. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીનો જવાબ, ગોધરામાં ચાંદીપુરા વાઇરસનો એકપણ કેસ નથી
જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમે પંચમહાલ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીત પાસેથી આ વાઇરસની માહિતી માટે મળવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ દિવ્ય ભાસ્કરની ટીમને મળ્યા નહીં. જ્યારે અમે ટેલિફોનિક વાત કરીને આ બનાવ વિશે માહિતી મેળવાનો પ્રયાસ કર્યો અને ચાંદીપુરા વાઇરસ વિશે પૂછતાં ડો.વિપુલ ગામીત કહે છે, અમારા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસનો એકપણ કેસ નથી. જ્યારે અમે પૂછ્યું કે ગામડાંમાં મેડિકલ ટીમ સમયસર તપાસ માટે જાય છે? તો તેઓ કહે છે કે અમારી ટીમ દર મહિને જાય છે અને ગામના લોકોની મેડિકલ તપાસ પણ કરે છે. જો કોઈને ગંભીર બીમારી જણાઈ તો અમે મુખ્ય જિલ્લા હોસ્પિટલ એડમિટ કરીએ છીએ. અમે ડો. ગામીત પાસેથી વધુ જાણવાની કોશિશ કરી અને અમે ફરીથી મળવા માટે જણાવ્યું તો તેમણે કહ્યું, મારા પરિવારજન બીમાર છે, હું એમાં છું એટલે મળી નહીં શકાય એમ કહીને ફોન કટ કરી દીધો. ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ છીનવાયો એ પછી અમે ગોધરા તાલુકાના ખજૂરી ગામે પહોંચ્યા. અહીં પણ એક પાંચ વર્ષના હાર્દિક ચૌહાણનું મૃત્યુ થયું છે. અહીં હાર્દિકની માતા એકદમ ઉદાસ થઈને બેઠી હતી. તેમની આંખોમાં જાણે એક નાનકડી આશા ટમટમતી હતી કે મારો દીકરો પાછો આવશે… બનાવની કરુણતા એ છે કે હાર્દિક ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો. હવે આ બહેનોનો ભાઈ આ રહસ્યમય બીમારીના કારણે છીનવાઈ ગયો છે. હાર્દિકને પણ ખૂબ તાવ ચડ્યો અને ખેંચ આવવા લાગતાં તેનાં માતા અને ઘરના બીજા સભ્યો તેને ગોધરા મુખ્ય સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં. ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું. અહીં લાવતાંની સાથે ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું. જ્યારે અમે બાળકનાં માતાને મળીને આ બાબત વિશે પૂછ્યું તો તેઓ રડમસ અવાજે કહેવાં લાગ્યાં કે મારે તો આ ત્રણ દીકરી પર એકમાત્ર દીકરો હતો. જ્યારે અમે મૃતક હાર્દિકનાં માતા માનસીબેન સાથે વાત કરતાં પૂછ્યું કે તમારા ગામની અંદર કેટલીવાર આરોગ્ય અધિકારી અથવા તો કોઈ ડોક્ટર તપાસ માટે આવે છે? તો તેમણે પણ કહ્યું કે અમારા ગામની અંદર તો છેલ્લે કોઈ ડોક્ટર કે કોઈ આરોગ્ય વિભાગની ટીમ ક્યારે આવી હોય એ તો યાદ પણ નથી. હા, આંગણવાડીની બહેનો ફક્ત સગર્ભા મહિલાઓને તપાસવા માટે આવતી હોય છે, પણ બીજી કોઈ આરોગ્ય વિભાગની ટીમ આવતી નથી. અમારા ગામથી પાંચ-સાત કિલોમીટર દૂર સેરા ગામમાં અમારે દવા લેવા માટે જવું પડે છે. નજીકમાં કોઈ આરોગ્ય કેન્દ્ર નથી. અમારા ગામમાં કોઈ આરોગ્ય કેન્દ્ર નથી એટલે એમને મુશ્કેલી પડે છે. અમે ગોધરામાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ત્યાં હોસ્પિટલના મોટા ભાગના ડોક્ટર રજા પર હતા એટલે અહીં ડોક્ટર મળ્યા નહીં. રવિવાર હતો એટલે સીએચઓ નહોતા, બીજા કોઈ અધિકારીઓ પણ મળ્યા નહીં. હા, હોસ્પિટલમાં જો કોઈ દેખાયું તો ગંદકી જ દેખાઈ. ચાંદીપુરા વાઇરસ છે એટલે વાયરોલોજી એક્સપર્ટની ટીમ પુડુચેરીથી આવી છે. ભાસ્કરે આ ટીમ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ એ લોકોએ મીડિયા સાથે વાત કરવાની ના પાડી દીધી. ગોધરા જ નહીં, ગુજરાતનાં ઘણાં ગામડાંમાં સેન્ડફ્લાય માખીને કારણે ચાંદીપુરા વાઇરસ ફેલાય છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ગામોમાં ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટ 2024માં 14 બાળકોનાં મોત થયાં હતાં. દર વર્ષે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ માટે ચાંદીપુરા વાઇરસ પડકાર બનીને સામે આવે છે, પણ આ માખીનો કોઈ ઉપાય કે આ વાઇરસની કોઈ દવા કે રસી ન હોવાથી વધારે જોખમી છે. ચાંદીપુરા વાઇરસ વિશે થોડું જાણવું પણ જરૂરી છે, જેમ કે ચાંદીપુરા વાઇરસ શું છે?
ચાંદીપુરા વાઇરસ નામ ભલે નવું લાગે, પણ એવું નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં સામે આવ્યો હતો, આથી એનું નામ ‘ચાંદીપુરા’ પડ્યું. ગુજરાતમાં લગભગ દર વર્ષે આ વાઇરસના કેસો નોંધાય છે, જોકે આ વખતે કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે એ ફરી ચર્ચામાં આવ્યો છે. આ વાઇરસ બેક્યુલોવાઇરસ સાથે સંબંધિત છે. આનો અર્થ એ છે કે એ મચ્છર, બગાઇ અને રેતીની માખીઓ જેવા વાહકોના કરડવાથી ફેલાય છે. ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત અડધાથી વધુ લોકો મૃત્યુ પામે છે
2003માં ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ચાંદીપુરા વાઇરસનું સૌથી ખતરનાક પાસું એનો મૃત્યુદર છે. 2003-2004માં જ્યારે એ મધ્ય ભારતમાં ઝડપથી ફેલાયો ત્યારે મૃત્યુદર 56-75% હતો. મતલબ કે ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત અડધાથી વધુ લોકો મૃત્યુ પામે છે. એ નાનાં બાળકોમાં વધુ સામાન્ય છે, કારણ કે તેમનું મગજ તીવ્ર સોજો સહન કરી શકતું નથી. ચાંદીપુરા વાઇરસનાં લક્ષણો શું છે?
તેના ચેપને કારણે એન્સેફલાઇટિસનું જોખમ રહેલું છે. આનો અર્થ એ છે કે વાઇરસના ચેપથી મગજની પેશીઓમાં સોજો અથવા બળતરા થાય છે. સામાન્ય રીતે વધારેપડતો તાવ એ એનું પ્રારંભિક લક્ષણ છે. ચાંદીપુરા વાઇરસની સારવાર શું છે?
ચાંદીપુરા વાઇરસ માટે હજુ સુધી કોઈ રસી અથવા એન્ટીવાઇરલ સારવાર ઉપલબ્ધ નથી. દર્દીના લક્ષણોનું નિરીક્ષણ કર્યા પછી જ એની સારવાર કરવામાં આવે છે. આ ચેપને શક્ય એટલી વહેલી તકે શોધીને તેની સારવાર કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી એની ઘાતક અસરો ટાળી શકાય. 2004થી ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે ચાંદીપુરા વાઇરસ
પુણેમાં 1952માં સ્થપાયેલા રોકફેલર ફાઉન્ડેશનના વાઇરસ રિસર્ચ સેન્ટરના પી.એન. ભટ્ટ અને એફ.એમ. રોડ્રિજ્યસ નામના વૈજ્ઞાનિકોએ 1966માં ચાંદીપુરા વાઇરસ હોવાનું પુરવાર કર્યું હતું. ગુજરાતમાં સૌથી પહેલા વર્ષ 2004માં આ વાઇરસ સામે આવ્યો હતો. ત્યાર બાદ 2010માં પણ ચાંદીપુરા વાઇરસના 29 જેટલા કેસ નોંધાયા હતા અને 17 બાળકને ભરખી ગયો હતો. 2019માં વડોદરાના ભાયલીમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું. વર્ષ 2010માં પણ આ વાઇરસ મધ્ય ગુજરાતના ખેડા, વડોદરા અને પંચમહાલમાં જોવા મળ્યો હતો અને આ વખતે પણ મધ્ય ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે.

​આઠ વર્ષનો અક્ષય, મારો પૌત્ર થાય. અક્ષય બપોરે સ્કૂલથી આવ્યો. સાંજ સુધી ભાઈ-બહેન સાથે રમ્યો. રાત્રે અમે બધાં સાથે જમ્યાં. દસ વાગ્યા હશે ત્યાં અક્ષયને તાવ આવ્યો. ઠંડી ચડી. અચાનક ખેંચ આવવા લાગી. અમને થયું કે ક્યાંક કુંડાળામાં પગ આવી ગયો હશે. અમે અક્ષયને ભૂવા પાસે લઈ ગયા. ભૂવાએ તિલક કરી દીધું. પછી ઘરે આવી ગયા. આઠ વર્ષના અક્ષયના દાદા દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી રહ્યા છે. ઘટના એવી છે કે ગોધરા તાલુકાના ગામોમાં દર વર્ષે ચોમાસામાં સેન્ડફ્લાય માખીના કારણે ચાંદીપુરા વાઇરસ ફેલાય છે. આ વાઇરસ બાળકો પર એટેક કરે છે. ગોધરા તાલુકાના ખજૂરી, ડોકવા અને હાલોલ ગામનાં ત્રણ બાળકનાં ટપોટપ મોત થયાં. મોત થવાની ઘટના પણ દર વર્ષે બને છે. નથી આરોગ્ય વિભાગ જાગતો, નથી સ્થાનિક ડોક્ટરો જાગતા. ગામના લોકોનો વાંક એ છે કે કોઈ બાળક બીમાર પડે તો દવાખાને લઈ જવાના બદલે ભૂવા-ભારાડી પાસે લઈ જાય છે.
દિવ્ય ભાસ્કરની ટીમ ચાંદીપુરા વાઇરસથી મૃત્યુ પામનારાં બાળકોનાં પરિવારજનોને મળવા ગોધરાના ખજૂરી અને ડોકવા ગામે પહોંચી. પરિવારની હાલત કેવી છે? આ ગામોમાં આરોગ્યની સ્થિતિ કેવી છે, આરોગ્ય વિભાગ શું કરે છે? એ જાણવા માટે વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ… ગોધરાના અંતરિયાળ ગામો અને એકદમ કાચાં મકાન. એવાં મકાન કે ઈંટો દેખાય. સિમેન્ટનું પ્લાસ્ટર પણ ન હોય. અમુક મકાનો તો માટીથી લીંપેલાં હતાં. એમાં પણ કેટલાંક મકાનોમાં મોટીમાં તિરાડ દેખાતી હતી. બે ઈટો વચ્ચેની તિરાડ કે માટીનાં મકાનોની તિરાડ એ જ સેન્ડફ્લાય માખીનું રહેઠાણ છે. રેતીના કણોની વચ્ચે રહેતી માખી છે એટલે જ એને સેન્ડફ્લાય કહે છે. આ માખી કરડે એટલે ચાંદીપુરા વાઇરસ લાગુ પડે. દિવ્ય ભાસ્કરની ટીમ પહેલા ગોધરા તાલુકાના ડોકવા ગામે પહોંચી. આ ગામ ગોધરાથી 17 કિલોમીટર દૂર છે. અક્ષયના દાદા બોલ્યા, પહેલા અમે તેને ભૂવા પાસે લઈ ગયા
ડોકવા ગામમાં 8 વર્ષના અક્ષય મકવાણાનું ચાંદીપુરા વાઇરસથી મોત થયું હતું. દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે અક્ષયના દાદા પુરુષોત્તમભાઈ ફળિયામાં જ બેઠા હતા. તેમને અમે પૂછ્યું કે અક્ષયને શું થયું હતું ? ત્યારે અક્ષયના દાદા જણાવે છે કે અમારો દીકરો સવારે સ્કૂલે ગયો હતો. બપોર પછી ઘરે આવી ગયો. તે બીજા ધોરણમાં ભણે છે. સ્કૂલથી આવીને તે ભાઈ-બહેન સાથે રમ્યો અને સાંજે અમે લોકો બધાં સાથે જમ્યાં. રાત્રે દસ વાગ્યાની આસપાસ અક્ષયને તાવ ચડ્યો અને ઠંડી લાગવા માંડી. પેટમાં દુખતું હોવાનું પણ કહેતો હતો. થોડીવાર રહીને અક્ષયને ખેંચ આવવા લાગી એટલે અમને થયું કે ક્યાંક કુંડાળામાં આનો પગ પડી ગયો હશે એટલે અમે અહીં બાજુમાં રહેતા ભૂવાજી પાસે ગયા અને કહ્યું કે અમારા દીકરાને ખેંચ આવે છે. ભૂવાજીએ ચાંદલો કરી દીધો અને અમે ઘરે આવતા રહ્યા. એ પછી પણ અક્ષયને તાવ વધતો જ ગયો અને માથામાં પણ દુ:ખાવો વધવા લાગ્યો એટલે અમે રાત્રે પ્રાઇવેટ વાહન કરીને ગોધરા લઈ ગયા. સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો તો ડોક્ટરો એને દવા અને ઇન્જેક્શન આપ્યાં, પણ સારું ન થતાં અહીંથી ડોક્ટરે કહ્યું કે તમારે અક્ષયને વડોદરા લઈ જવો પડશે. અમને અહીંથી એમ્બ્યુલન્સ પણ કરી આપી અને અમે અમારા દીકરાને લઈને વડોદરા લઈ ગયા. અહીં પણ ડોક્ટરોએ ખૂબ મહેનત કરી પણ એનો તાવ વધતો જ ગયો અને કાબૂમાં ન રહ્યો ને અક્ષય બચ્યો નહીં. અક્ષયના પિતાએ કહ્યું, મારી આટલી ઉંમર થઈ, પણ ગામમાં આરોગ્યની ટીમ આવી નથી
અક્ષયના પિતા નરવતભાઈ મકવાણા પણ ત્યાં હાજર હતા. તેની સાથે અમે વાત કરી. અમે તેમને પૂછ્યું કે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આ અગાઉ તમારા ગામમાં મેડિકલ તપાસ માટે કોઈ ડોક્ટર કે આરોગ્ય અધિકારી આવ્યા છે કે નહીં? તો મૃતક અક્ષયના પિતા જણાવે છે કે મારી આટલી મોટી ઉંમર થઈ અને મેં મારા ગામની અંદર કોઈપણ જાતની આરોગ્યની ટીમ કે તપાસ કરવા આવતા ડોક્ટરો જોયા નથી. પણ મારા દીકરાનું મૃત્યુ થઈ ગયા પછી મારા ઘરમાં આરોગ્ય વિભાગ તરફથી દવાનો છંટકાવ કરવા માટે એક ટીમ આવી હતી. બસ, એકવાર દવા છાંટીને ગયા એ ગયા. પછી તો કોઈ જોવા પણ નથી આવ્યું. હજુ મારા ઘરમાં બીજાં નાનાં બાળકો છે એટલે ડર તો લાગે છે. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીનો જવાબ, ગોધરામાં ચાંદીપુરા વાઇરસનો એકપણ કેસ નથી
જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમે પંચમહાલ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીત પાસેથી આ વાઇરસની માહિતી માટે મળવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ દિવ્ય ભાસ્કરની ટીમને મળ્યા નહીં. જ્યારે અમે ટેલિફોનિક વાત કરીને આ બનાવ વિશે માહિતી મેળવાનો પ્રયાસ કર્યો અને ચાંદીપુરા વાઇરસ વિશે પૂછતાં ડો.વિપુલ ગામીત કહે છે, અમારા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસનો એકપણ કેસ નથી. જ્યારે અમે પૂછ્યું કે ગામડાંમાં મેડિકલ ટીમ સમયસર તપાસ માટે જાય છે? તો તેઓ કહે છે કે અમારી ટીમ દર મહિને જાય છે અને ગામના લોકોની મેડિકલ તપાસ પણ કરે છે. જો કોઈને ગંભીર બીમારી જણાઈ તો અમે મુખ્ય જિલ્લા હોસ્પિટલ એડમિટ કરીએ છીએ. અમે ડો. ગામીત પાસેથી વધુ જાણવાની કોશિશ કરી અને અમે ફરીથી મળવા માટે જણાવ્યું તો તેમણે કહ્યું, મારા પરિવારજન બીમાર છે, હું એમાં છું એટલે મળી નહીં શકાય એમ કહીને ફોન કટ કરી દીધો. ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ છીનવાયો એ પછી અમે ગોધરા તાલુકાના ખજૂરી ગામે પહોંચ્યા. અહીં પણ એક પાંચ વર્ષના હાર્દિક ચૌહાણનું મૃત્યુ થયું છે. અહીં હાર્દિકની માતા એકદમ ઉદાસ થઈને બેઠી હતી. તેમની આંખોમાં જાણે એક નાનકડી આશા ટમટમતી હતી કે મારો દીકરો પાછો આવશે… બનાવની કરુણતા એ છે કે હાર્દિક ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો. હવે આ બહેનોનો ભાઈ આ રહસ્યમય બીમારીના કારણે છીનવાઈ ગયો છે. હાર્દિકને પણ ખૂબ તાવ ચડ્યો અને ખેંચ આવવા લાગતાં તેનાં માતા અને ઘરના બીજા સભ્યો તેને ગોધરા મુખ્ય સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં. ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું. અહીં લાવતાંની સાથે ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું. જ્યારે અમે બાળકનાં માતાને મળીને આ બાબત વિશે પૂછ્યું તો તેઓ રડમસ અવાજે કહેવાં લાગ્યાં કે મારે તો આ ત્રણ દીકરી પર એકમાત્ર દીકરો હતો. જ્યારે અમે મૃતક હાર્દિકનાં માતા માનસીબેન સાથે વાત કરતાં પૂછ્યું કે તમારા ગામની અંદર કેટલીવાર આરોગ્ય અધિકારી અથવા તો કોઈ ડોક્ટર તપાસ માટે આવે છે? તો તેમણે પણ કહ્યું કે અમારા ગામની અંદર તો છેલ્લે કોઈ ડોક્ટર કે કોઈ આરોગ્ય વિભાગની ટીમ ક્યારે આવી હોય એ તો યાદ પણ નથી. હા, આંગણવાડીની બહેનો ફક્ત સગર્ભા મહિલાઓને તપાસવા માટે આવતી હોય છે, પણ બીજી કોઈ આરોગ્ય વિભાગની ટીમ આવતી નથી. અમારા ગામથી પાંચ-સાત કિલોમીટર દૂર સેરા ગામમાં અમારે દવા લેવા માટે જવું પડે છે. નજીકમાં કોઈ આરોગ્ય કેન્દ્ર નથી. અમારા ગામમાં કોઈ આરોગ્ય કેન્દ્ર નથી એટલે એમને મુશ્કેલી પડે છે. અમે ગોધરામાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ત્યાં હોસ્પિટલના મોટા ભાગના ડોક્ટર રજા પર હતા એટલે અહીં ડોક્ટર મળ્યા નહીં. રવિવાર હતો એટલે સીએચઓ નહોતા, બીજા કોઈ અધિકારીઓ પણ મળ્યા નહીં. હા, હોસ્પિટલમાં જો કોઈ દેખાયું તો ગંદકી જ દેખાઈ. ચાંદીપુરા વાઇરસ છે એટલે વાયરોલોજી એક્સપર્ટની ટીમ પુડુચેરીથી આવી છે. ભાસ્કરે આ ટીમ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ એ લોકોએ મીડિયા સાથે વાત કરવાની ના પાડી દીધી. ગોધરા જ નહીં, ગુજરાતનાં ઘણાં ગામડાંમાં સેન્ડફ્લાય માખીને કારણે ચાંદીપુરા વાઇરસ ફેલાય છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ગામોમાં ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટ 2024માં 14 બાળકોનાં મોત થયાં હતાં. દર વર્ષે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ માટે ચાંદીપુરા વાઇરસ પડકાર બનીને સામે આવે છે, પણ આ માખીનો કોઈ ઉપાય કે આ વાઇરસની કોઈ દવા કે રસી ન હોવાથી વધારે જોખમી છે. ચાંદીપુરા વાઇરસ વિશે થોડું જાણવું પણ જરૂરી છે, જેમ કે ચાંદીપુરા વાઇરસ શું છે?
ચાંદીપુરા વાઇરસ નામ ભલે નવું લાગે, પણ એવું નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં સામે આવ્યો હતો, આથી એનું નામ ‘ચાંદીપુરા’ પડ્યું. ગુજરાતમાં લગભગ દર વર્ષે આ વાઇરસના કેસો નોંધાય છે, જોકે આ વખતે કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે એ ફરી ચર્ચામાં આવ્યો છે. આ વાઇરસ બેક્યુલોવાઇરસ સાથે સંબંધિત છે. આનો અર્થ એ છે કે એ મચ્છર, બગાઇ અને રેતીની માખીઓ જેવા વાહકોના કરડવાથી ફેલાય છે. ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત અડધાથી વધુ લોકો મૃત્યુ પામે છે
2003માં ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ચાંદીપુરા વાઇરસનું સૌથી ખતરનાક પાસું એનો મૃત્યુદર છે. 2003-2004માં જ્યારે એ મધ્ય ભારતમાં ઝડપથી ફેલાયો ત્યારે મૃત્યુદર 56-75% હતો. મતલબ કે ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત અડધાથી વધુ લોકો મૃત્યુ પામે છે. એ નાનાં બાળકોમાં વધુ સામાન્ય છે, કારણ કે તેમનું મગજ તીવ્ર સોજો સહન કરી શકતું નથી. ચાંદીપુરા વાઇરસનાં લક્ષણો શું છે?
તેના ચેપને કારણે એન્સેફલાઇટિસનું જોખમ રહેલું છે. આનો અર્થ એ છે કે વાઇરસના ચેપથી મગજની પેશીઓમાં સોજો અથવા બળતરા થાય છે. સામાન્ય રીતે વધારેપડતો તાવ એ એનું પ્રારંભિક લક્ષણ છે. ચાંદીપુરા વાઇરસની સારવાર શું છે?
ચાંદીપુરા વાઇરસ માટે હજુ સુધી કોઈ રસી અથવા એન્ટીવાઇરલ સારવાર ઉપલબ્ધ નથી. દર્દીના લક્ષણોનું નિરીક્ષણ કર્યા પછી જ એની સારવાર કરવામાં આવે છે. આ ચેપને શક્ય એટલી વહેલી તકે શોધીને તેની સારવાર કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી એની ઘાતક અસરો ટાળી શકાય. 2004થી ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે ચાંદીપુરા વાઇરસ
પુણેમાં 1952માં સ્થપાયેલા રોકફેલર ફાઉન્ડેશનના વાઇરસ રિસર્ચ સેન્ટરના પી.એન. ભટ્ટ અને એફ.એમ. રોડ્રિજ્યસ નામના વૈજ્ઞાનિકોએ 1966માં ચાંદીપુરા વાઇરસ હોવાનું પુરવાર કર્યું હતું. ગુજરાતમાં સૌથી પહેલા વર્ષ 2004માં આ વાઇરસ સામે આવ્યો હતો. ત્યાર બાદ 2010માં પણ ચાંદીપુરા વાઇરસના 29 જેટલા કેસ નોંધાયા હતા અને 17 બાળકને ભરખી ગયો હતો. 2019માં વડોદરાના ભાયલીમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું. વર્ષ 2010માં પણ આ વાઇરસ મધ્ય ગુજરાતના ખેડા, વડોદરા અને પંચમહાલમાં જોવા મળ્યો હતો અને આ વખતે પણ મધ્ય ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *