P24 News Gujarat

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ:સાત આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી અંગે કોર્ટેનો ચુકાદો, સાગઠિયા, ઠેબા સહિત 7 આરોપી સામે કેસ ચલાવવા હુકમ

રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મનસુખ સાગઠીયા અને ભીખા ઠેબા સહીત કુલ સાત આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ આરોપીઓની દલીલ બાદ સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા કોર્ટમાં કલાકો સુધી દલીલો કરી આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવા માટે દલીલો કરી હતી. જેને માન્ય રાખી આજ રોજ કોર્ટ દ્વારા આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી ફગાવી દઇ તમામ સામે કેસ ચલાવવા ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કુલ 15 આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ થયા બાદ 4 આરોપીઓ જામીન મુક્ત છે જયારે 11 આરોપીઓ જેલમાં બંધ છે. આરોપીઓ દ્વારા કેસને ડીલે કરવા માટે ડીસચાર્જ અરજી કરવામાં આવતા હજુ સુધી આ કેસમાં ટ્રાયલ શરૂ થઇ શકી ન હતી ત્યારે આજે કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવાતા 13 માસ બાદ આ કેસમાં હવે આગામી સમયમાં ટ્રાયલ શરૂ કરવામાં આવશે. TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 ભડથું થઈ ગયા હતા
રાજકોટ શહેરના નાના મવા રોડ ઉપર આવેલ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એટીપીઓ મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, ધવલ ઠક્કર અને નીતિન જૈન દ્વારા કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલાં તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી. તમામ સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દઈ કેસ ચલાવવા મંજૂરી આપી
જેમાં આરોપી પક્ષે દલીલો પૂર્ણ થયા બાદ સાત આરોપીઓની દલીલ સામે સરકાર પક્ષે પ્રોસીક્યુસન દ્વારા દલીલ કરવામાં આવી હતી જેમાં આરોપીઓની જવાબદારી અને બેદરકારી તેમજ સંડોવણી અંગે પુરાવા સાથે દલીલો કરવામાં આવી હતી. કલાકો સુધી સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા કોર્ટ સમક્ષ તમામ સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી શા માટે રદ કરવી જોઈએ તે અંગે દલીલો કરવામાં આવી હતી. કેસમાં ચાર્જફ્રેમ થઈ શકે તેટલો મજબૂત પુરાવો તપાસનીશ અમલદાર દ્વારા એકઠો કરી અદાલત સમક્ષ મૂકવામાં આવ્યો છે. દલીલોના અંતે આજ રોજ કોર્ટે સરકાર પક્ષે સ્પેશિયલ પી.પી.એ કરેલ દલીલો માન્ય ગણી તમામ સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી તમામ સામે કેસ ચલાવવા મંજૂરી આપી છે. કેસની ટ્રાયલ ચલાવવાનો રસ્તો સાફ થયો
આ સાથે જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસનું ટ્રાયલ ચાલવાનું રસ્તો ચોખ્ખો થઈ ગયો છે. માટે આગામી સમયમાં કેસની અંદર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ કેસમાં સરકાર તરફથી સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી, આસિસ્ટન્ટ પીપી નિતેશ કથીરિયા તથા ભોગબનનાર પરિવાર વતી સુરેશ ફળદુ અને એન. આર. જાડેજા રોકાયેલા છે. પૂર્વ ચીફ ફાયર ઓફિસરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં રાજકોટ મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી છે. આ પહેલા કાલાવડ રોડ ફાયર સ્ટેશનના પૂર્વ એસટીઓ રોહિત વિગોરાએ પણ સુપ્રીમમાં જામીન અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંદીવાન છે. આગઉ રાજકોટ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે પણ આ બંનેની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી જે બાદ હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા હવે આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સમયમાં સુનવણી હાથ ધરવામાં આવશે જેમાં કેસની વધુ સુનાવણી તા.17મી જુલાઈ રોજ રાખવામાં આવી છે. 16 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો
તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલ TRP ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કુલ 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન TPO મનસુખ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે. અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા હતા. જેમાંથી ગૌતમ જોશી, મુકેશ મકવાણા જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા જામીન મુક્ત છે જયારે બાકીના 11 આરોપી એક વર્ષ બાદ હજુ પણ જેલમાં બંધ જ છે. સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન નહી મળ્યા બાદ રાજકોટ મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરએ હવે સુપ્રીમકોર્ટના દ્વારા ખટખટાવ્યા છે. મનપાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરએ જેલમાંથી છૂટવા માટે સુપ્રીમકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. પ્રોસીકયુશનના કેસ મુજબ, ચકચારી કેસમાં અન્ય આરોપીઓની જેમ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની પણ મુખ્ય જવાબદારી બનતી હતી કારણ કે, તેમણે જ ફાયર એનઓસીથી લઇ તમામ વસ્તુઓ જોવાની અને કન્ફોર્મ કરવાની હતી. પોલીસ તો માત્ર તેમને જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા પૂર્ણ કરી કેસ ફોરવર્ડ કરી દે પરંતુ ચીફ ફાયર ઓફિસર તરીકે ઇલેશ ખેરએ બધુ ચકાસવાની, ખરાઇ કરવાની અને ત્યારબાદ જરૂરી પગલાં ભરવાની જરૂર હતી પરંતુ તે ફરજ નિભાવવામાં તેઓ સંદતર નિષ્ફળ ગયા હતા જેના કારણે આ સમગ્ર અગ્નિકાંડમાં નિર્દોષ 27 લોકો મોતને ભેટ્યા હતા. અગાઉ ગુજરાત હાઇકોર્ટે પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ગેમઝોન જમીન માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.મેંગડેએ જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જયારે પૂર્વ આસીસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી અને આસીસ્ટન્ટ એન્જીનીયર ગૌતમ દેવશંકર જોષીને શરતી જામીન આપ્યા હતા. ત્યારે હવે ઇલેશ ખેર દ્વારા આખરે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમકોર્ટે કેસની વધુ સુનાવણી તા.17મી જુલાઈના રોજ રાખી છે.

​રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મનસુખ સાગઠીયા અને ભીખા ઠેબા સહીત કુલ સાત આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ આરોપીઓની દલીલ બાદ સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા કોર્ટમાં કલાકો સુધી દલીલો કરી આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવા માટે દલીલો કરી હતી. જેને માન્ય રાખી આજ રોજ કોર્ટ દ્વારા આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી ફગાવી દઇ તમામ સામે કેસ ચલાવવા ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કુલ 15 આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ થયા બાદ 4 આરોપીઓ જામીન મુક્ત છે જયારે 11 આરોપીઓ જેલમાં બંધ છે. આરોપીઓ દ્વારા કેસને ડીલે કરવા માટે ડીસચાર્જ અરજી કરવામાં આવતા હજુ સુધી આ કેસમાં ટ્રાયલ શરૂ થઇ શકી ન હતી ત્યારે આજે કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવાતા 13 માસ બાદ આ કેસમાં હવે આગામી સમયમાં ટ્રાયલ શરૂ કરવામાં આવશે. TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 ભડથું થઈ ગયા હતા
રાજકોટ શહેરના નાના મવા રોડ ઉપર આવેલ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એટીપીઓ મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, ધવલ ઠક્કર અને નીતિન જૈન દ્વારા કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલાં તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી. તમામ સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દઈ કેસ ચલાવવા મંજૂરી આપી
જેમાં આરોપી પક્ષે દલીલો પૂર્ણ થયા બાદ સાત આરોપીઓની દલીલ સામે સરકાર પક્ષે પ્રોસીક્યુસન દ્વારા દલીલ કરવામાં આવી હતી જેમાં આરોપીઓની જવાબદારી અને બેદરકારી તેમજ સંડોવણી અંગે પુરાવા સાથે દલીલો કરવામાં આવી હતી. કલાકો સુધી સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા કોર્ટ સમક્ષ તમામ સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી શા માટે રદ કરવી જોઈએ તે અંગે દલીલો કરવામાં આવી હતી. કેસમાં ચાર્જફ્રેમ થઈ શકે તેટલો મજબૂત પુરાવો તપાસનીશ અમલદાર દ્વારા એકઠો કરી અદાલત સમક્ષ મૂકવામાં આવ્યો છે. દલીલોના અંતે આજ રોજ કોર્ટે સરકાર પક્ષે સ્પેશિયલ પી.પી.એ કરેલ દલીલો માન્ય ગણી તમામ સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી તમામ સામે કેસ ચલાવવા મંજૂરી આપી છે. કેસની ટ્રાયલ ચલાવવાનો રસ્તો સાફ થયો
આ સાથે જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસનું ટ્રાયલ ચાલવાનું રસ્તો ચોખ્ખો થઈ ગયો છે. માટે આગામી સમયમાં કેસની અંદર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ કેસમાં સરકાર તરફથી સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી, આસિસ્ટન્ટ પીપી નિતેશ કથીરિયા તથા ભોગબનનાર પરિવાર વતી સુરેશ ફળદુ અને એન. આર. જાડેજા રોકાયેલા છે. પૂર્વ ચીફ ફાયર ઓફિસરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં રાજકોટ મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી છે. આ પહેલા કાલાવડ રોડ ફાયર સ્ટેશનના પૂર્વ એસટીઓ રોહિત વિગોરાએ પણ સુપ્રીમમાં જામીન અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંદીવાન છે. આગઉ રાજકોટ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે પણ આ બંનેની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી જે બાદ હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા હવે આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સમયમાં સુનવણી હાથ ધરવામાં આવશે જેમાં કેસની વધુ સુનાવણી તા.17મી જુલાઈ રોજ રાખવામાં આવી છે. 16 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો
તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલ TRP ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કુલ 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન TPO મનસુખ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે. અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા હતા. જેમાંથી ગૌતમ જોશી, મુકેશ મકવાણા જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા જામીન મુક્ત છે જયારે બાકીના 11 આરોપી એક વર્ષ બાદ હજુ પણ જેલમાં બંધ જ છે. સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન નહી મળ્યા બાદ રાજકોટ મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરએ હવે સુપ્રીમકોર્ટના દ્વારા ખટખટાવ્યા છે. મનપાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરએ જેલમાંથી છૂટવા માટે સુપ્રીમકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. પ્રોસીકયુશનના કેસ મુજબ, ચકચારી કેસમાં અન્ય આરોપીઓની જેમ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની પણ મુખ્ય જવાબદારી બનતી હતી કારણ કે, તેમણે જ ફાયર એનઓસીથી લઇ તમામ વસ્તુઓ જોવાની અને કન્ફોર્મ કરવાની હતી. પોલીસ તો માત્ર તેમને જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા પૂર્ણ કરી કેસ ફોરવર્ડ કરી દે પરંતુ ચીફ ફાયર ઓફિસર તરીકે ઇલેશ ખેરએ બધુ ચકાસવાની, ખરાઇ કરવાની અને ત્યારબાદ જરૂરી પગલાં ભરવાની જરૂર હતી પરંતુ તે ફરજ નિભાવવામાં તેઓ સંદતર નિષ્ફળ ગયા હતા જેના કારણે આ સમગ્ર અગ્નિકાંડમાં નિર્દોષ 27 લોકો મોતને ભેટ્યા હતા. અગાઉ ગુજરાત હાઇકોર્ટે પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ગેમઝોન જમીન માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.મેંગડેએ જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જયારે પૂર્વ આસીસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી અને આસીસ્ટન્ટ એન્જીનીયર ગૌતમ દેવશંકર જોષીને શરતી જામીન આપ્યા હતા. ત્યારે હવે ઇલેશ ખેર દ્વારા આખરે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમકોર્ટે કેસની વધુ સુનાવણી તા.17મી જુલાઈના રોજ રાખી છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *