ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નામાંકિત કર્યા છે. નેતન્યાહૂએ મંગળવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને આ અંગે માહિતી આપી હતી. નેતન્યાહૂએ કહ્યું- હું તમને નોબેલ પુરસ્કાર સમિતિને મોકલેલો પત્ર બતાવવા માંગુ છું. આમાં તમને શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે, જેના તમે સંપૂર્ણપણે લાયક છો અને તમને તે મળવો જોઈએ. નેતન્યાહૂ કહે છે કે તેમણે મધ્ય પૂર્વમાં શાંતિ માટે ટ્રમ્પના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જોકે, ટ્રમ્પ પહેલાથી જ કહી ચૂક્યા છે કે, ‘હું ગમે તેટલા યુદ્ધો રોકું, ગમે તે કરું, મને નોબેલ નહીં મળે. મને 4-5 વાર નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈતો હતો. પરંતુ તેઓ મને આ પુરસ્કાર નહીં આપે કારણ કે તેઓ ફક્ત ઉદારવાદીઓને જ આપે છે.’ પાકિસ્તાને પણ ટ્રમ્પને નોબેલ માટે નોમિનેટ કરી ચૂક્યુ છે ઇઝરાયલ પહેલા, પાકિસ્તાન સરકારે પણ ટ્રમ્પને 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પહેલ અને મધ્યસ્થીથી એક મોટું યુદ્ધ ટાળવામાં મદદ મળી. પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ટ્રમ્પે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ બંને સાથે વાત કરીને યુદ્ધવિરામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આનાથી બે પરમાણુ શક્તિઓ વચ્ચે યુદ્ધની શક્યતા ટળી ગઈ. ટ્રમ્પે કહ્યું- ઘણા દેશોના વિવાદો ઉકેલાયા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે ફરી દાવો કર્યો હતો કે તેમના વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટા યુદ્ધને અટકાવ્યું છે. આ સાથે, તેમણે કોસોવો-સર્બિયા અને રવાન્ડા-કોંગો વચ્ચેના સંઘર્ષોને અટકાવવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું- અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મોટા વિવાદ સહિત ઘણી લડાઈઓ બંધ કરી દીધી. અમે બંને દેશોને કહ્યું કે જો તમે એકબીજા સાથે લડશો, તો અમે તમારી સાથે કોઈ વેપાર સંબંધો જાળવીશું નહીં. તેઓ કદાચ પરમાણુ યુદ્ધના સ્તરે હતા. આને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. સત્તાવાર નામાંકન સપ્ટેમ્બરમાં શરૂ થશે નોબેલ પુરસ્કાર 2026 માટે સત્તાવાર નોંધણી સપ્ટેમ્બરમાં શરૂ થશે. જોકે, છેલ્લી તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે 338 નામાંકનો આવ્યા હતા. જેમાંથી 244 વ્યક્તિઓ અને 94 સંસ્થાઓ હતી. 2023માં, આ પુરસ્કાર માટે 286 ઉમેદવારો નામાંકિત થયા હતા.2016માં સૌથી વધુ 376 નામાંકનો આવ્યા હતા. 50 વર્ષથી નોબેલ નામાંકિતોના નામ જાહેર કરવામાં આવતા નથી નોબેલ પુરસ્કાર વેબસાઇટ અનુસાર, કોઈપણ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર માટે તેમના દ્વારા નામાંકિત લોકોના નામ આગામી 50 વર્ષ સુધી જાહેર કરવામાં આવતા નથી. ઈમરાનનું નામ પુરસ્કારનો પ્રસ્તાવ મૂકનાર સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.