સાઉથ આફ્રિકાના કેપ્ટન વિઆન મુલ્ડરે બુલાવાયો ટેસ્ટમાં ઝિમ્બાબ્વે સામે 367* રન બનાવ્યા હતા. તે બ્રાયન લારાના 400 રનના ઐતિહાસિક રેકોર્ડને ફક્ત 33 રનથી તોડવામાં ચૂકી ગયો હતો. મુલ્ડર ઘરની બહાર સૌથી વધુ સ્કોર બનાવનાર બેટર બની ગયો છે. 27 વર્ષીય વિયાન લંચ બ્રેક સુધી અણનમ રહ્યો હોવા છતાં, સાઉથ આફ્રિકાએ 625/5 પર પોતાની ઇનિંગ ડિક્લેર કરી. મુલ્ડર ઉપરાંત, લુહાન-ડી-પ્રિટોરિયસે 82 અને ડેવિડ બેડિંગહામે 78 રન બનાવ્યા. ઝિમ્બાબ્વે તરફથી તનાકા ચિવાંગા અને કુંડે માટીઝીમુએ 2-2 વિકેટ લીધી. સોમવારે બીજા દિવસની રમતના અંત સુધીમાં, ઝિમ્બાબ્વેએ એક વિકેટ ગુમાવીને 51 રન બનાવી લીધા છે. તાકુડ્ઝવાનાશે કૈટાનો અને નિકોલસ વેલ્ચ અણનમ છે. મુલ્ડરે 297 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી
કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલા વિઆન મુલ્ડરે વીરેન્દ્ર સેહવાગ પછી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી હતી. સેહવાગે 2008માં સાઉથ આફ્રિકા સામે 278 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. મુલ્ડરે પોતાની ઇનિંગમાં 49 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકા માટે સર્વોચ્ચ સ્કોર
મુલ્ડર હાશિમ અમલા પછી ત્રેવડી સદી ફટકારનાર બીજો સાઉથ આફ્રિકાનો બેટર બન્યો. તેણે અમલાના 311 રનનો રેકોર્ડ પણ તોડ્યો. મુલ્ડરે બ્લેસિંગ મુઝારાબાનીના બોલ પર કવરથી બાઉન્ડરી ફટકારીને અમલાના રેકોર્ડને વટાવી દીધો. મુલ્ડરની ઇનિંગ્સ થી બનાવેલા રેકોર્ડ્સ… ઝિમ્બાબ્વે સામે બેટર્સનો આ બીજો સૌથી વધુ ટેસ્ટ સ્કોર છે. સૌથી વધુ સ્કોર ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડનના નામે છે. તેના નામે 380 રન છે (2003, પર્થ). વિદેશી ધરતી પર સૌથી લાંબી ટેસ્ટ ઇનિંગ્સ
મુલ્ડરનો 367 રન હવે વિદેશમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે, જેણે 1958માં વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાનના હનીફ મોહમ્મદના 337 રનનો રેકોર્ડ તોડ્યો હતો. મુલ્ડરે સનથ જયસૂર્યા (340), લેન હટન (364) અને સર ગેરી સોબર્સ (365) જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા.