ઇન્ડિગોની એક ફ્લાઇટનું પટનામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટ 6E- 5009 દિલ્હી માટે ઉડાન ભરી રહી હતી ત્યારે તે એક પક્ષી સાથે અથડાઈ હતી. આ માહિતી એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી હતી. વિમાનમાં કુલ 169 મુસાફરો હતા. હાલમાં, ટેકનિકલ ટીમ વિમાનના સમારકામમાં વ્યસ્ત છે. વાંચો કેવી રીતે એક પક્ષી આટલા મોટા વિમાનને આટલું બધું નુકસાન પહોંચાડી શકે છે કે તેને તાત્કાલિક લેન્ડ કરવું પડે છે… 1.8 કિલો વજનનું પક્ષી પ્લેન સાથે અથડાવું એ બંદૂકની ગોળી કરતાં વધુ ખતરનાક છે જ્યારે કોઈ પક્ષી ઉડતા વિમાન સાથે અથડાય છે, ત્યારે તેને ‘બર્ડ સ્ટ્રાઇક’ અથવા ‘બર્ડ હિટ’ કહેવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, જ્યારે 1.8 કિલો વજનનું પક્ષી હાઇ સ્પીડ એરક્રાફ્ટ સાથે અથડાય છે ત્યારે 3,50,000 ન્યૂટન ફોર્સ જનરેટ થાય છે. તેને આ રીતે વિચારો, જ્યારે 0.365 મીટરના બેરલમાંથી 700 m/s ની ઝડપે 40 ગ્રામની બુલેટ છોડવામાં આવે છે, ત્યારે એ 2,684 ન્યૂટન બળ ઉત્પન્ન કરે છે. અહીં ન્યૂટન એ બળનો એકમ છે. આ વિજ્ઞાનની ભાષા થઈ. હવે એને સરળ ભાષામાં સમજીએ તો જ્યારે 1.8 કિલો વજનનું પક્ષી વિમાન સાથે અથડાય છે, ત્યારે એ બુલેટ કરતાં લગભગ 130 ગણી વધુ ભયંકર ટક્કરનું કારણ બને છે. એબીસી સાયન્સના અહેવાલ મુજબ, 275 કિમી પ્રતિ કલાકની ઝડપે વિમાનને અથડાતું 5 કિલોનું પક્ષી 100 કિલો વજનની બેગ 15 મીટર ઉપરથી જમીન પર પડવા સમાન છે. જોકે એરક્રાફ્ટને ‘બર્ડ હિટ’થી બચાવવા માટે સાવચેતી રાખવામાં આવે છે, પરંતુ પ્લેનના ટર્બાઇન સાથે અથડાયા બાદ જ્યારે પક્ષી એરક્રાફ્ટ એન્જિનમાં ફસાઈ જાય છે ત્યારે અકસ્માતનું જોખમ વધી જાય છે. ‘બર્ડ હિટ’ના જોખમ માટે જવાબદાર છે આ 4 વસ્તુ
‘બર્ડ હિટ’ના મોટા ભાગના કિસ્સાઓમાં પક્ષી પ્લેનની આગળ કે બાજુએ અથડાય છે. આ દરમિયાન પ્લેનની પાંખ સાથે પક્ષીઓ અથડાવાનું જોખમ વધારે છે. જ્યારે પક્ષી વિમાનની વિન્ડશીલ્ડ સાથે અથડાય છે, ત્યારે તેમાં તિરાડ પડે છે. આ કારણે કેબિનની અંદર હવાના દબાણમાં ફેરફાર થાય છે. પ્લેન માટે ‘બર્ડ હિટ’ કેટલી ખતરનાક કે જીવલેણ સાબિત થઈ શકે છે એ આ 4 બાબત પર નિર્ભર છે… 1. પક્ષીનું વજન 2. પક્ષીનું કદ 3. પક્ષીના ઉડ્ડયનની ઝડપ 4. પક્ષીના ઉડ્ડયનની દિશા દરરોજ 34 પક્ષી અથડામણના કેસ નોંધાય છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) એ 91 દેશોનો સર્વે કર્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે વિશ્વભરમાં દરરોજ 34 પક્ષી અથડાવાના કેસ નોંધાય છે. આના કારણે, વિશ્વભરમાં વાણિજ્યિક વિમાનોને વાર્ષિક આશરે 7.79 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. જોકે, 92% પક્ષી અથડાવાના કિસ્સાઓ કોઈપણ નુકસાન વિના થાય છે. એરપોર્ટ નજીકથી પક્ષીઓને દૂર કરવા માટે 3 પદ્ધતિ અપનાવવામાં આવે છે સ્પીકર: સિંગાપોર એરપોર્ટ પર બર્ડ હિટ ટાળવા અને પક્ષીઓને ભગાડવા માટે વાન તહેનાત કરવામાં આવે છે. આમાં દૂર સુધી પક્ષીઓને ઉડાડી દેવા માટે લાઉડસ્પીકર, ગોળીબારથી લઈને 20 પ્રકારના અવાજો સાથે ફિટ કરવામાં આવે છે. લેસર ગનઃ સુરત એરપોર્ટ પર ફ્લાઇટને બર્ડ હિટથી બચાવવા અને પક્ષીઓને ભગાડવા માટે લેસર લાઇટ અથવા લેસરગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, લેસરગન પ્રકાશ અને ધ્વનિ પેદા કરે છે, જે પક્ષીઓનું ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. શૂટર: વિશ્વના ઘણા મોટા એરપોર્ટ પર પ્લેનને બર્ડ હિટથી બચાવવા માટે શૂટરની નિમણૂક કરવામાં આવે છે. પાકિસ્તાનની લાહોર એરપોર્ટ ઓથોરિટીએ પક્ષીઓને મારવા માટે 2020માં 12 બર્ડ શૂટર્સને તહેનાત કર્યા હતા. 2009ની ‘બર્ડ હિટ’ ઘટના જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું
દર વર્ષે વિશ્વભરમાં ‘બર્ડ હિટ’ના 10,000થી વધુ કેસ નોંધાય છે, પરંતુ 15 જાન્યુઆરી, 2009ના રોજ અમેરિકામાં બનેલી એક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું. વાસ્તવમાં યુએસ એરવેઝની ફ્લાઈટ 1549ના ન્યૂયોર્ક સિટીથી ઉડ્ડયનની સાથે જ એક પક્ષી પ્લેન સાથે અથડાયું હતું. આ ‘બર્ડ હિટ’ એટલું જોરદાર હતું કે પક્ષી અથડાતાં જ પ્લેનના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. જોકે ખતરાની જાણ થતાં પાયલોટે ફ્લાઇટને હડસન નદીમાં લેન્ડ કરાવી દીધું. જેથી મોટો ખતરો ટળી ગયો.